પુસ્તકદિન
પુસ્તકદિન
થોથાં વાંચીને,
રોજ, બનાવે બોમ્બ,
માણસ માટે.
મારે પુસ્તક,
દિવસ, રોજ હોય,.
રોટલા કાજે.
પ્રેમનું થોથું,
રોજ, ખાવું, પીવું ને,.
ઓઢું પાથરું.
બાળપુસ્તક,
રોજ વાંચું, રમું ને,.
શિક્ષક રહું
થોથાં કરતાં,
માણસને વાંચને,.
જે છે એ જ છે.
માણસ માટે,
માણસમાં ઘણું, છે,.
વાંચવા જેવું.
ચોપડી, માણસ,.
ધૂળ ખાય,
હવે,કોણ, કોને વાંચે, અહીં.
એ એક બીજાનાં,.
હાલ પૂછે,
કેમ,.
એ જ દુઃખનું મૂળ છે.