Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Inspirational

3  

Kinjal Pandya

Inspirational

પ્રેમ-અહમ

પ્રેમ-અહમ

1 min
276


જાગે છે એ પણ અને,

મને પણ ઉંઘ નથી આવતી,

વરસે છે મેઘ ધોધમાર,

પણ એને મારી યાદ નથી આવતી.


છે વર્ષાૠતુ બંનેની પ્રિય તો યે,

હું પ્રિતમના વિરહમાં ઝૂરતી

આ વખતની વર્ષારાણી,

જાણે વિરહના ગીત ગાતી.


એ કહે છે મને કે તને મળવાની,

મને જરૂર નથી જણાતી

ઠીક છે હું પણ કયાં,

એને મળવાની જીદ કરતી !


વર્ષા તો એના સમયે જ વરસે,

કુંજ તો બારે માસ વરસતી.

ટકરાય છે અહમ જયારે પ્રેમમાં,

મળવાની મઝા નથી આવતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational