યાદ બાપુ આવશે
યાદ બાપુ આવશે


જ્યારે થાશે વાતો અહિંસાની
ત્યારે યાદ બાપુ આવશે,
જ્યારે થાશે લડાઈ સત્યની
ત્યારે યાદ બાપુ આવશે,
વરસો વિતાવ્યા ગુલામીમાં
જ્યારે થાશે વાતો સ્વતંત્રતાની,
ત્યારે યાદ બાપુ આવશે,
સંપત્તિને કાજ માનવી વેચાણો
જ્યારે થાશે વાતો સન્માનની
ત્યારે યાદ બાપુ આવશે,
લૂંટાવી દીધી જીવન અન્યને કાજ
જ્યારે થાશે વાતો કુરબાનીની
ત્યારે યાદ બાપુ આવશે,
જીવન મૂલ્યો જાળવવા કાજ
જ્યારે થાશે વાતો જતનની
ત્યારે યાદ બાપુ આવશે.