યાદ બાપુ આવશે
યાદ બાપુ આવશે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
32
જ્યારે થશે વાતો અહિંસાની
ત્યારે યાદ બાપુ આવશે,
જ્યારે થશે લડાઈ સત્યની
ત્યારે યાદ બાપુ આવશે,
વરસો વિતાવ્યા ગુલામીમાં
જ્યારે થશે વાતો સ્વાતંત્ર્યની
ત્યારે યાદ બાપુ આવશે,
સંપત્તિ કાજ માનવી વેચાણો
જ્યારે થશે વાતો સન્માનની,
ત્યારે યાદ બાપુ આવશે,
લૂંટાવી દીધું જીવન અન્ય કાજ
જ્યારે થશે વાતો કુરબાનીની,
ત્યારે યાદ બાપુ આવશે,
જીવન મૂલ્યો જાળવવા કાજ
જ્યારે થશે વાતો જતનની,
ત્યારે યાદ બાપુ આવશે.