અખિલ બ્રહ્માંડમાં
અખિલ બ્રહ્માંડમાં
અખિલ બ્રહ્માંડમાં હરીફરી ગોતતાં
મળ્યું નહીં કાંઈ મુને હાથ ખાલી
સૂર્ય ગોળ, ચંદ્ર ગોળ, પૃથ્વી ગોળ
મન ગોળ માનવીનાં, છેડો હાથ ના લાગે
અખિલ બ્રહ્માંડમાં હરીફરી ગોતતાં,
દ્રવ્યમાં, પદાર્થમાં, સ્વપ્નમાં, સારમાં
બધું જોઈએ હાથમાં, બાથમાં, સાથમાં
ભલે પછી પડ્યું રહે ગંદી વખારમાં
સડ્યું રહે ગંધાઈને ગામમાં
અખિલ બ્રહ્માંડમાં હરીફરી ગોતતાં,
ફેંકવું ઉકરડે હાથ ન લાગે કોઈને
દાટવું દ્રવ્યને દાબીને ટંકશાળમાં
ભટકવું ભોમ
િયો બની ભ્રમણાંની ભાળમાં
ફસાવું કોર્ટ કચેરીની અનંત જાળમાં
અખિલ બ્રહ્માંડમાં હરીફરી ગોતતાં,
સ્વપ્નને સાકાર કરવાં રમવું એલફેલ
પ્રસ્વેદની વાત તું એક જાણે
અમે તો ચોરીયે, જીતીએ, બથાવીયે
છેતરીયે છડે ચોક આબરૂ વેંચીને
અખિલ બ્રહ્માંડમાં હરીફરી ગોતતાં,
તું ન મળ્યો, હું ન મળ્યો, કોઈ ન મળ્યો
મળ્યો બસ એક આ માલ્યો
એને સત માનીને જીવન મહાલ્યો
કોરાણે મૂકી સત, અસતનો હાથ ઝાલ્યો
અખિલ બ્રહ્માંડમાં હરીફરી ગોતતાં.