STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સીધી વાતનો પ્રતાપ

સીધી વાતનો પ્રતાપ

1 min
67

વાતચીતની રીતનો છે સંબંધોની દુનિયામાં અલગ વ્યાપ

તંદુરસ્ત સંબંધો બાંધવા માટે છે ‘સીધી વાત’ નો પ્રતાપ,


ચીકણી ચૂપડી વાતો કરે, કરે કાલના વાયદા

આવી ‘આડી વાત’ સંબંધોમાં બની રહે છે શાપ,


અલગ અલગ તબક્કા બતાવી, કરે ઘુમાવવાની વાત

પ્રતિબદ્ધતા વગરની વાત, સંબંધોની દુનિયામાં છે પાપ,


સુફિયાણી વાતોના ઓઠા હેઠળ સાધે પોતાનો જ સ્વાર્થ

પરવાહ વગરની વાત, સંબંધોમાં બની રહે સંતાપ,


પ્રતિબધ્ધતા, પારદર્શિતા, પ્રામાણિકતા અને મૂલ્યનિષ્ઠાના માપ

‘સીધી વાત’ના આ માપ, સંબંધોની દુનિયામાં નિખારે અનેરી છાપ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational