સત્યાગ્રહ
સત્યાગ્રહ


ગાંધીએ છેડી દીધો એના મનનો તે સાજ,
કે.. હવે, દાંડી સત્યાગ્રહ થઈને રહેશે આજ..
જીવનોપયોગી વલણ પર કર શાને વસૂલે તાજ?
કે.. ફિરંગી હકુમત સામે બળવો થઈ જાશે આજ..
એ બળુકો વાણિયો ઊઠ્યો, દાંડીકૂચ કરવાને કાજ,
કે.. દોડતો જાણે 'જુવાન ડોસલો' હાથમાં લઈ ડંગોરો આજ..
દ્રઢ મનોબળને કુશળ આગેવાનીને જોઈ દેશદાઝ,
કે..હકુમત પણ ભયથી થરથરી ઊઠી છે આજ..
ગામેગામથી જાણે કે માનવ મહેરામણ જોડાયો રાજ,
કે..જય જયકાર થઈને રહેશે ગાંધી, તારો તો આજ..
'ચપટી' મીઠું હાથમાં લઈ ગર્જ્યો એ જાણે મૂકીને લાજ
કે.. મીઠાનો કાયદો હવે કાયમી તોડી દીધો મેં આજ.