પ્લાસ્ટિક
પ્લાસ્ટિક

1 min

24K
કોથળી, સ્ટ્રો, પ્લેટ્સ ને બાઉલ્સ,
અત્ર, તત્ર ને સર્વત્ર કોણ ?
બસ, પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક.
મૂંગા પશુઓ ને પંખીઓના,
મોતના સામાન સમું શું ?
બસ, પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક.
ઉંચા ઉંચા ઘૂમરાવાઓ લઈ,
બાજની જેમ ઉડતી કોથળીઓ,
ચારેકોરથી વૃક્ષોને બાજીને બેસતું કોણ ?
બસ, પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક.
પૃથ્વી પર કદી નાશ ન પામતું,
છતાં આપણાં સૌનું ચહીતું કોણ ?
બસ, પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક.
ધરા, અગ્નિ, આકાશ, વાયુ ને પાણી,
પંચ મહાભૂતોને અભડાવતું એ કોણ ?
બસ, પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક.
હે માનવ, તું છો સર્જનહાર પ્લાસ્ટિકનો,
હવે, બની એનોજ યમદૂત,
પર્યાવરણ બચાવ તું,
હટાવ, પ્લાસ્ટિક રે પ્લાસ્ટિક..