જય જય ગાઓ ગાંધી બાપુના
જય જય ગાઓ ગાંધી બાપુના
પોરબંદરનો વાણિયો, મોહનદાસ ગાંધી નામ,
ભારતને આઝાદ કરવાં, હૈયે ભીડી હામ રે... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
એવો હિન્દનો સિતારો, આથમી ગયો.
દેશ વિદેશમા ગુંજતુ અમર નામ રે... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
સત્ય અહિંસાનો આજ વિજય થયો.
અંગ્રેજોને હંફાવી કાઢી મુક્યા દેશ બહાર રે... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
ચરખો જ જીવનમંત્ર એમનો બની ગયો.
ખાદી પહેરી સાદગી ધરી હાથે કર્યા કામ રે... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
મીઠાં પરનો કર, બાપુએ નાબૂદ કર્યો.
દાંડીયાત્રા કરવાં દોડ્યા ગામે
ગામ રે..... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
અમદાવાદ કર્મભૂમિમાં, આશ્રમો સ્થાપ્યા.
સાબરમતી કિનારે શોભતું યાત્રાધામ રે... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
બાળવયમાં બાપુ અંધારામા ડરી ગયા.
રંભાબાઇએ મંત્ર આપ્યો રામનામ રે..... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
ઉચ્ચ વિચાર ને સાદુ જીવન એ જીવી ગયા.
એ દૂબળા દેહમાં વસ્યા'તા રઘુરામ રે.... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.
જનસેવા કરી પરમાર્થ પંથે બાપુ પરહર્યાં.
શહાદત વ્હોરી, વિંધાણો આતમરામ રે.... ગાંધીજી બાપુ.
જય જય ગાઓ ગાંધી બાપુના.