STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

અહિંસા

અહિંસા

1 min
56

કેટકેટલા રચનાત્મક કાર્ય દેશમાં કરી ગયા તમે બાપુ,

અહિંસા થકી સૌના દિલમાં દયા ભરી ગયા તમે બાપુ,


નાત-જાતના ભેદ મિટાવી અસ્પૃષ્યતા હટાવી સદા,

ગરીબોના બેલી બની માનવતાને વરી ગયા તમે બાપુ,


સુતરના તાંતણે સ્વરાજ લાવવાની જીદ હતી આપની,

રેંટિયો કાંતીને દાખલો દેશમાં ધરી ગયાં તમે બાપુ,


અંગ્રેજોની મેલી મુરાદ પર ફેરવી દીધું પાણી કેવું,

લોકોની આંખમાં હર્ષના આંસુ ભરી ગયા તમે બાપુ,


સત્યાગ્રહ કરી અન્યાય સામે સદાય લડતાં રહ્યા,

ગોડસેની ત્રણ ગોળીઓથી કાં ડરી ગયા તમે બાપુ?


કાર્ય એવા કરી ગયાં માણસમાંથી મહાત્મા થયાં,

જીવનભર સંઘર્ષ કરી દુ:ખ લોકોના હરી ગયા તમે બાપુ,


સત્યાગ્રહની લડાઇથી ઝુકાવી અંગ્રેજી સલ્તનતને,

દુશ્મનોના દિલમાં પણ કેવો પ્રેમ ભરી ગયા તમે બાપુ,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational