STORYMIRROR

Bindya Jani

Inspirational Romance

3  

Bindya Jani

Inspirational Romance

મનની આંખે

મનની આંખે

1 min
998


ના હું તને જોઈ શકું

ના તું મને જોઈ શકે

ચાલ, આપણે મનની આંખે મળીએ.


થોડીક કલ્પના હું કરું

થોડીક કલ્પના તું કર

ચાલ, આપણે કલ્પનાની પાંખે મળીએ.


થોડોક પ્રેમ હું કરું

થોડોક પ્રેમ તું કર

ચાલ, આપણે પ્રેમનાં પગથિયે મળીએ.


ના હું તારાથી દૂર

ના તું મારાથી દૂર

ચાલ, આપણે એકમેકના સંગાથે મળીએ.


એક સંબંધ વર્તુળ હું દોરુ

એક સંબંધ વર્તુળ તું દોર

ચાલ, આપણે સંબંધ વર્તુળમાં સમાઈ જઈએ.


તારી સંગિની હું બનું

મારો સંગાથી તું બન

ચાલ, આપણે એકમેકના સંગાથી બની જઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational