Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Romance Inspirational

4.6  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Romance Inspirational

ચતુર કરો વિચાર-૩ : યુ ટર્ન

ચતુર કરો વિચાર-૩ : યુ ટર્ન

3 mins
402


અચાનક, આઈફોનના સ્ક્રીન પર વોટસ એપ મેસેજ ઝળક્યો:

હાઈ....

"આજે...મળીયે...

"વહેલા છૂટું છું...તો થોડીવાર..."

મોબાઈલના સ્ક્રીન ઉપર બરાબર સાંજના ૫-૦૦ કલાકે ચમકેલ વોટ્સેપ મેસેજ ઉપર નજર નાખીને મનોજે એક ઊંડો અને વિમાસણભર્યો શ્વાસ લીધો...

આ મેસેજ ની તેના માટે કોઈ નવાઈ જ ન હતી.

અઢાર વર્ષનું સફળ દામ્પત્ય જીવન માણી રહેલ અને સરકારના જાહેર એકમમાં સિનિયર એક્ઝિક્યુટિવનો રૂતબો ભોગવી રહેલ મનોજ મહર્ષિનો લગ્ન બાહ્ય સંબંધ પણ પૂર બહારમાં ખીલી ઉઠેલ હતો..

જો કે, એક મર્યાદાથી આગળ વધવા માટે હજુ વેંત છેટું હતું...અને નીલિમાની માદક મહેચ્છાઓ મનોજ ને વધુ ને વધુ તે તરફ દોરી રહી હતી.

***

વોટસ એપ ચેટ આગળ વધી...

" ટાઈમ...? જગ્યા...?"

           "એ.. જ ...યાર...અગાઉ મુજબ"

"ઓકે..."

પ્રેમીએ આમંત્રણ સ્વીકાર્યું હતું અને પ્રિયતમા ઈન્તજારની સેજ સજાવી નિયત "કુંજ ઉદ્યાન" ના બાંકડે અનિમેષ નયનોથી મનોજની રાહ જોઈ રહી હતી...

મનોજની કાર ઓફિસથી બહાર નીકળી ચાર રસ્તેથી. 'યુ ટર્ન' લઈ મિલન તરફ ગોઠવેલ પ્રેમપંથ પસાર કર્યો.

આખરે, વધુ એક નિયમિત પ્રેમભરી ગોષ્ઠિ શરૂ થઈ ને મનોજનો ફોન રણક્યો...

" નીકળી ગયા ઑફિસેથી, કેટલે પહોંચ્યા...?"

        " હા, બસ થોડું કામ હોઈ સિવિલ સર્કલ  

         બાજુ છું...થોડું મોડું થશે...ઓકે..?"

" સારું, પણ..તમારી કોલેસ્ટ્રોલ માટેની ટેબ્લેટ પૂરી થઈ 

 ગઈ છે તે યાદ છે ને...? લેતા આવજો...ભૂલતા નહિ..."

          હા....સારું...હવે. !

પત્ની સંધ્યાનો કોલ પૂરો થયો અને એક અજીબ બેચેની દબાવી પ્રેમી એ પ્રેમિકા સાથેની વાતોની રંગત આગળ વધારી.  

***

આજે, સોમવારનો દિવસ...પ્રમાણમાં વધુ વ્યસ્તતા ભર્યો હતો...મનોજ માટે.....બે દિવસથી થોડી તબિયત પણ બગડી હતી. કામગીરીની વ્યસ્તતા વચ્ચે સંધ્યા એ દિવસ દરમ્યાન બે વાર મનોજની તબિયત અંગે કોલ કરી ખાતરી કરેલ..

બપોર બાદ થી...મનોજ ને કઈક સારું હતું..હવે. બાકી ફાઈલો ને જોઈ આગળ મોકલવાની કામગીરી ઝડપથી આટોપી વહેલા ઘેર જવાનું મન બનાવી રહ્યો હતો...પણ..

વોટસ એપ ચેટનો ચમકાર પ્રગટ્યો:

"હાઈ...

" મળીયે...?"

"આજે, ખાસ જગ્યાએ..."

અહીં...ચેટમાં ઉલ્લેખવામાં આવેલ 'ખાસ જગ્યા' ની મનોજ ને ખબર હતી...કારણ કે અગાઉ થયેલ પ્રેમાલાપ માં એ 'ખાસ' પ્રકારના મિલનની મહેચ્છા સાકાર કરવા ઉપર ઘણો ભાર મૂકાયો હતો...!

પણ, આજે વાત જુદી હતી...થાકેલ અને તાવ થી શેકાતા શરીર સાથે મનનો જવાબ ક્યાં મેળ ખાય તેમ હતો...!

ચેટ આગળ વધી:

           "હા...પણ.."

    ???

           "આજે, તબિયત થોડી બગડી..."

"હું એ કંઈ ન જાણું...બહાના કાઢે છે યાર..."

"યુ ડોન્ટ નો,. મે કેવી રીતે મેનેજ કરી છે આજની સ્પેશિયલ.......!!"

             " હા ,.આઈ નો યાર.... પણ.."

" હું કંઈ સાંભળવા નથી માંગતી...ડિયર... કમ .."

         " ઓકે."


"ગુડ ..એમ ...વેઇટિંગ .."

***

મનોજની હોન્ડા સિટી ફરી આજે...પ્રેમ પથની નકકી કરેલ સજાવટ માણવા નીકળી પડી હતી...શહેરથી બહાર નજીકના એક ફાર્મ હાઉસની સલામત જગ્યા તરફ વળવા માટે કારની સાઈડ સિગ્નલ ઈન્ડી કેટર લાઈટ ઝબકી રહી...પણ... કાર વળીને પૂરપાટ વેગ પકડે તે પહેલાં...

અચાનક, મોબાઈલ રણક્યો...

" નીકળ્યા...મનું..? કેમ છે...? મેં તમારા ચેક અપ માટે ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ લીધી છે અત્યારની..."

   " હા, આવું ...છું. થોડું મોડું થશે...કામ છે...દવા કાલે લઈશું..."

રોડની એક સાઈડ પર કાર ઊભી રાખી...પત્નીના પ્રશ્નો ઝડપથી જવાબ રૂપે પૂરા કરવાની ઉતાવળ મનોજના ચહેરા અને શબ્દોમાં વરતાઈ રહી...એ ખાસ રોડ તરફ વળવાની સૂચના ફરકાવતું...કારનું સાઈડ સિગ્નલ ચાલુ રાખી...વાત આગળ ચાલી:

" ના... નીકળી જાઓ...કામ કાલે પતાવજો...આજે દવા લઈ લેવાની છે...અને કાલે રજા મૂકી દો... આરામ કરવાનો છે. જરૂર પડે કાલે...બ્લડ રિપોર્ટ પણ આપણે કરાવી લઈએ.."

          કાલે?...કાલે તું તો...નથી ને...?તારે જવાનું નથી?                પટેલ ટ્રાવેલ્સની ટિકિટ તો આવી ગઈ છે...!

"ના, મે મારા ભાઈ ને ફોન કરી દીધો આજે....તમારી તબિયત સારી નથી એટલે..હું નથી જવાની...હવે.. જલદી ઘરે આવો...ડોક્ટર પાસે જઈએ.."

 " હા...બને એટલો જલદી આવું.."

***

કારના સ્ટિયરિંગ પર મૂકેલ બે હાથ ...અને બ્રેક, એક્સિલેટર પર રહેલ પગ... કારને ગતિ આપવાની પ્રક્રિયામાં પ્રવૃત્ત થતાં જ હતા....ને..મનોજ નું મન...વિચારે ચડ્યું..!

...સંધ્યા, બાપની એકની એક દીકરી અને મનોજ ને એક જ સાળો...આલાપ.

...કેટલા વર્ષે ભાઈ ને ત્યાં પારણું બંધાયું હતું...ને ભત્રીજાને રમાડવા હરખ ઘેલી સંધ્યા આ દિવસની કેટલી આતુરતાથી રાહ જોતી ભાઈના આમંત્રણ તથા ફોનની રાહ જોતી હતી.

...એ દિવસ આવી ગયો હતો ને વરસમાં એકાદ વખત સુરત ખાતે પિયરની વાટ પામતી વ્યસ્ત સંસાર જીવનવાળી સંધ્યા ઘણી ખુશ હતી...જવા માટે.

...પોતાને સામાન્ય તાવની અસર છે એ વાતે તેના હરખને એક બાજુ મૂકાવી દીધો હતો..ને..જવાનું મુલતવી કર્યું હતું...!

....પ્રેમાળ પત્નીની આ લાગણી, નાની નાની વાતની કાળજી મનોજના માનસ પટલ પર હાવી થઈ રહી હતી...ને ...

...અચાનક,

વિચાર તંદ્રામાંથી બહાર આવેલ મનોજનો હાથ કાર ને ઘર તરફ વાળવા માટે 'યુ ટર્ન' લેવા સાઈડ સિગ્નલ ઈન્ડીકેટર તરફ ફર્યો...!


Rate this content
Log in

Similar gujarati story from Abstract