યથાર્થ ગીતા - ૪૫
યથાર્થ ગીતા - ૪૫


अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम्।यद्रज्यसुखलोभेन हन्तुं स्वजनमुधताः।।४५।।
અનુવાદ - અરે રે! દુઃખની વાત છે કે અમે બહુ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ. કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ.
અહો ! આપણે જોયું બુદ્ધિમાન હોવા છતાં મહા પાપ કરવા તૈયાર થયા છીએ એ દુઃખની વાત છે. રાજ્ય અને સુખના લોભે આપણે કુળ ને મારવા તત્પર થયા છીએ.
હજુ અર્જુન પોતાને ઓછો જ્ઞાની નથી સમજતો. આરંભમાં પ્રત્યેક સાધક આ રીતે જ બોલે છે. મહાત્મા કથન છે કે "મનુષ્યને જ્યારે અડધું જ્ઞાન હોય ત્યારે તે પોતાને મહાન જ્ઞાની સમજે છે અને અડધાથી પણ આગળ જાણકારી પ્રાપ્ત થવા માંડે છે ત્યારે તે પોતાને મહામૂર્ખ સમજે છે. " બરાબર આ જ પ્રમાણે અર્જુન પણ પોતાને જ્ઞાની સમજે છે. તે શ્રીકૃષ્ણને સમજાવે છે કે આ પાપથી કોઈ કલ્યાણ થવાનું નથી. માત્ર રાજ્ય અને સુખના લોભમાં પડીને આપણે કુળ નાશ કરવા તત્પર થયા છીએ તે મહાન ભૂલ છે. હું ભૂલ કરી રહ્યો છું એટલું જ નહીં તમે પણ ભૂલ કરી રહ્યા છો. એ ધક્કો શ્રીકૃષ્ણને પણ માર્યો. અંતમા અર્જુન પોતાના નિર્ણય જણાવે છે.