યથાર્થ ગીતા-૨૧-૨૨
યથાર્થ ગીતા-૨૧-૨૨


यथार्थ गीता
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वज:। पवृत्ते शस्रसंपाते धनुरुधम्य पाण्डव:।।२१।।
ह्यषीकेशं तदा वाक्यमिदमाह महीपते।
अर्जुन उवाच:-
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेडच्युत।।२१।।
અનુવાદ- સંયમ રૂપી સંજય એ અજ્ઞાનથી આવૃત મનને સમજાવ્યું કે_હે રાજન! આ ઉપરાંત कपिध्वजવૈરાગ્ય રૂપિ હનુમાન-વૈરાગ્ય જેનો ધ્વજ છે. ધ્વજને રાષ્ટ્રનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ધ્વજ ચંચળ હોય છે એટલે કપિઘ્વજ કહેવામાં આવે છે, પરંતુ અહીં એમ નથી. કપિ સાધારણ વાંદરો નથી, સ્વયં હનુમાન છે-જેમણે માન-અપમાન નું હનન કર્યું છે सम मान निरादर आदरहिं। પ્રકૃતિની જોયેલી સાંભળેલી વસ્તુઓથી વિષયોથી રાગનો ત્યાગ તે વૈરાગ્ય છે. આમ વૈરાગ્ય જેનો ધ્વજ છે એ અર્જુન વ્યવસ્થિત રીતે કૌરવોને ઉભેલા જોઇને શસ્ત્ર ચલાવવાની તૈયારી રૂપે ધનુષ્ય ઉઠાવ્યું.
ह्यषीकेशम् હૃદયના સર્વસ્વ જ્ઞાતા યોગેશ્વર શ્રી કૃષ્ણને કહ્યું,"હે અચ્યુત (જે કદી ચ્યુત થતા નથી), મારા રથને બે સેનાઓની વચ્ચે લઇ જઇને ઊભો રાખો. "અહીં સારથી ને આપેલ આદેશ નથી. ઇષ્ટ દેવને કરેલી પ્રાર્થના છે. શા માટે ઊભો કરે?
(ક્રમશ:)