Kalpesh Patel

Drama Inspirational

5.0  

Kalpesh Patel

Drama Inspirational

યોગ-સંજોગ

યોગ-સંજોગ

21 mins
744


જેનિફર કે જે જેનીના હુલામણા નામે ઓળખાતી હતી, એ એના બોય ફ્રેન્ડ સાથે મને સેન ફ્રાન્સિસ્કોના એર પોર્ટ પર મૂકવા આવી હતી.

‘ઑ મૉમ ધ્યાન રાખજે, ટેઇક કેર !’ જેનીએ જ્યોતિ સાથે હાથમિલાવીને ઉમેર્યું મૉમ સોરી. આઈ એમ નોટ એબલ તું કમ વીથ યુ,.યૂ નો આઈ હેવ પ્રાયર એઙ્ગેજ્મેંટ્સ !’

ભલે બેટા, તું તારો ખ્યાલ રાખજે, હસતાં. હસતાં દીકરી ને ભેટતા બોલી,”જેની, ઈન્ડિયા મારૂ વતન છે,ડોંટ વરી સન.!! તારાં ડેડ છે ને મારી સાથે !’ અને હા તે પણ બોલ તારા માટે ઈન્ડિયા થી શું લઈ આવું, “મોમ” લાવવું હોય તો, કઈક યુનિક લાવજે જોઈ ને વાવ બોલાય તેવું.

જેની પણ જ્યોતિને ભેટતા ભાવુક થઇ.. ‘હવે મોમ તું ક્યારે પછી આવશે ?’

સહુને બા.ય..કહી જ્યોતિ વિમાનમાં દાખલ થઇ.

એરહોસ્ટસે જ્યોતિના હાથમાંથી હળવેકથી હેંડબેગ લઇ ઓવર હેડ લગેજ સ્ટોરેજમાં મૂકી.

‘ટેઇક કેર.!’ જ્યોતિએ ટકોર કરતાં હસીને કહ્યું, ‘અંદર મારો ઘણો જ કિંમતી સામાન છે!’

‘આઇ વિલ..’ હસીને એરહોસ્ટેસ બોલી.

જ્યોતિએ લિવાઇઝના રેડ ટ્રાઉઝર ઉપર ક્રીમ કોટન શર્ટ અને ખાખી બ્લેઝર પહેરેલ હતું તે બ્લેઝર કાઢી એરહોસ્ટેસને સોંપ્યુ. બોર્ડિંગ કાર્ડ પર સીટ નંબર ફરી તપાસી એ પોતાની ચેર પર ગોઠવાઇ. ટેઇક ઓફ થવાને હજુ વાર હતી. અને છેલ્લા મહિનાના ઘટના ક્રમ જ્યોતિના માનસ પટલ ઉપર ઉમટી રહ્યો હતો.

વિમાનમાં બધા કેટકેટલાં પાસે હતા ! છતાં પણ જાણે પોત પોતના માળા હોય તેમ જ્યોતિને દેખાતા હતા. જાણે માનવ મેળામાં પણ સહુ એકલવાયા. ! અને હવે તો પોતે પણ સાવ એકલવાઇ જ થઇ હતી ને ? મહિના પહેલાં મધ્યરાત્રિએ જયમિનને રોડ અક્સમાત થયો,.તે સમયે, પોતે તો ઘરમાં જ હતી, અને ઘર એટલે બધા તીર્થ તેવું તે માનતી. તે દિવસે તે ભર ઊંઘમાં હતી.નિંદ્રાદેવીના હમેશા જ્યોતિ ઉપર આશીર્વાદ હતા તે સૂઈ ગઈ હતી તેથી હાઇવે પોલીસના ૯૧૧ નંબરના ફોનની રિંગનો મારો તેના કાને ક્યાથી પહોચે, બાજુના નેબર મેગીએ આવી તેને ઢંઢોળી ત્યારે તે જાગી. જેનિફરને ફોન કરી જ્યોતિ સીધી હોસ્પિટલ પહોચી પણ જયમિનનું હ્રદય બે-ત્રણ મિનિટ માટે ધબકવાનું ચૂકી ગયું. ઇએમએસ વાળાએ જંપ આપ્યો.શોક આપ્યો ને..હ્રદય ફરી ધબકવાતો માંડ્યુ પરતું, જયમિન ફરી ઊભો ના થયો. અકસ્માતમાં લોહી ઘણું વહી ગયેલું હતું તેથી મગજને પૂરતું લોહી ન મળતાં મગજમાં કોઈ જગ્યાએ ક્લોટ થઇ ગયો.અને તેને.રેસ્પિરેર્ટર- લાઇફ સપોર્ટ પર મૂકી દેવાયો. આમ જયમિન અને જ્યોતિની ગ્રહસ્થીમા, અલ્પવિરામ આવેલ તે પછી ચોથા દિવસે તે પુર્ણવિરામમાં પરિણામ્યું...અને જ્યોતિને એકલી મૂકીને.. જયમિન શ્રીજી ધામને મારગે ચાલી નીકર્યો.

જ્યારે જયમિન ચાર દિવસ બેહોશ રહેલો..ત્યારે જ્યોતિ તેની પાસે બેસી રહેતી એ આશામાં હતી કે ક્યારેક જયમિન કદાચ આંખ ખોલે.. કઈંક બોલે.એની આખરી ઇચ્છા કહે..પણ એવો “સંજોગ” ના આવ્યો. અને જ્યોતિ નો પ્રયાસ વ્યર્થ રહ્યો.

જયમિન ધાર્મિક હતો. એની ખાસ ઈચ્છા હતી કે એક વાર દેશમાં ચારધામની યાત્રા કરવી.જ્યોતિને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાઇનો. ગંદકી.ઘેરી વળતા પંડાઓ.મોટા ખોટા શ્લોક બોલતાં બ્રાહ્મણો..એને પસંદ ન હતું. પોતે નાસ્તિક ન હતી.જ્યોતિના હ્રદયે, ધર્મની વ્યાખ્યા અલગ થતી હતી.આમ જયમિનને ચારધામ યાત્રા નો “યોગ” નહતો

‘યોર ફ્રૂટ ડિશ મેમ,ડુ યૂ નીડ એનીથિંગ મોર.?’

જ્યોતિની વિચાર યાત્રામાં એરહોસ્ટસની સર્વિસથી વિરામ આવ્યો, ડિશ પતાવી, સેન ફ્રાન્સિસ્કો થી અમદાવાદ વાયા દિલ્હીની બાવીસ કલાકની મુસાફરી હતી એટલે D-N-D ( ડુ નોટ ડિસ્ટર્બ) નું ટેગ લગાવી બ્લેંકેટ ઓઢી અને જ્યોતિએ આંખે પટ્ટી લગાવી ત્યાં તેની વિચાર યાત્રા ફરી ચાલુ થઈ.

આ પ્રભાભાભી ને આવા નહતા ધાર્યા, અરે પ્રભાભાભીની વાત છોડો, ખુદ જયમિનના સગાભાઈ પરેશેજ ઈમેલ આપી કોરી આંખ બતાવી, જયમિને કેટકેટલું તેના નાના ભાઈ પરેશ માટે કરેલું છે. જતાં આવતા સાથે, કેટકેટલું ડ્રાય ફ્રૂટ, લોરીયલના મેકઅપ, લિપસ્ટિક, પરેશભાઈના કપડાં તેઓના છોકરાઓ વિભા અને વૈભવ માટે મોંઘા દાટ એપલના લેપટોપ, ફોન, રેવલોનના પરફ્યુમ અને વાર તહેવારે રોકડ મદદ કરેલી તે અલગ, પણ, મે જ્યારે તેમને કહ્યું કે હું ઈન્ડિયા આવુ છું, તો સીધી ના,ન કહેતા, વૈભવને બારમાંની પરીક્ષા છે અને પરીક્ષાઑ ચાલતી હોઇ વિભાના ટ્યુશન ક્લાસ ઘરમાં ચાલે છે, અમારા ત્રણ બેડરૂમમાં સંકડાશ પડશે એટલે, તમો હોટલેજ રોકાજો આ વખતે.

મારા મનમાં એવું હતું પરેશભાઈ અને પ્રભાભાભીને અમારા ઉપર અનહદ પ્રેમ છે, એટલે હાલના “સંજોગ” માં જયમિનના મરણના સમાચાર આપતા ખચકાતી હતી, અને વિચારેલ રૂબરૂ ઈન્ડિયા ઘેર જઈશું એટલે વાફેફ કરીશ અને, મને તેઓની હુંફ રહેશે અને તેઓને મારો સહારો રહેશે. પણ તેઓની મમતાનો “યોગ” નહતો,મારી આશા ઠગારી નીવડી.

જયમિન કેટલાં ય વખતથી ઈન્ડિયા જઇ નાથદ્વારા અને ચારધામ યાત્રા જવાનું વિચારતા હતા.આજે તેનો યાત્રા નો “યોગ” જાગ્યો અને તે મારી સાથે યાત્રાએ જઇ રહ્યો છે !

ઓહ...જયમિન,મારી પટ્ટી વારી આંખો ઑવરહેડ સ્ટોરેજ તરફ અનાયાસે થઇ ગઇ. એમાં મુકેલ સ્કાય-બેગમાં,અસ્થિ સ્વરૂપે! ” ૐ”, લખેલ માટીના બટેરામા,શાર્ટિનના કપડામાં પેક કરેલા, જયમિનના અસ્થિ, કસ્ટમ ક્લિયરન્સના લાલ શાહી વારા ફરફરિયા/પત્તાં સાથે રાખેલા હતા.

“બંધ” આંખો પણ કેટલું જુવે છે તે અત્યારે મને જણાયું, અમારાં છેલ્લા ત્રીશ વરસ સટાસટ નજર સમક્ષ તરવરી ગયા. “સંજોગ” એવા હતા કે પોતાની મરજી વિરુદ્ધ પપ્પાની મરજી પ્રમાણે જયમિન સાથે સંસાર માડવો પડ્યો, જયમિનને માથે અમેરિકાનું ડોલરિયું લેબલ હતું,ઘરના ખુશીથી ફૂલતા, કહેતા જ્યોતિ તું નશીબ વારી, તારા તો પરદેશ ગમનના “યોગ” જાગ્યા છે ને કાંઇ! દુનિયા મને નશીબ વારી માનતી પણ મારા મનનો માણીગર કોઈ બીજો હતો... ખેર.. જયમિને હાર્ડવેર એંન્જિનિયરથી શરૂ કરેલ, અને તેની ત્રીસ વરસની કારકિર્દિને અંતે તે વાઇસ પ્રેસિડેંટ તરીકે રિટાર્યડ થયો હતો. અને ભ્રમણ “યોગ” ગણો કે “સંજોગ” જ્યોતિ,તેના પતિ જયમિન સાથે આખી દુનિયા ફરી હતી અને હજુ આ “સમર”માં ત્રણ આઠવાડિયાની ક્રુઝ-દરિયાઇ મુસાફરીએ જવાનું નક્કી જ હતું.પણ પ્રભુને કંઈ જુદુંજ મંજૂર હતું. અને જયમિન એકલો સ્વર્ગના કદી ય પાછા ન ફરનારા પ્રવાસે ચાલી નીકર્યો હતો.

અમારે એક દીકરી જેનિફર – જેની, કે જે કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફ્ટમાં પ્રોડક્ટ ડેવલપમેંટમાં આસિસ્ટન્ટ હતી. જેનીને તેના ઇટાલિયન બોય ફ્રેન્ડ “જેકબ” સાથે એફર ચાલે છે, અને તેની સાથે પરણીને ઠરી-ઠામ થવા વિચારે છે.દીકરીને જયમિને ખૂબ જ ભણાવી હતી. આજે તેની પાસે સારી નોકરી અને “બે એરિયામાં” પોતાનું એપાર્ટમેંટ હતું.

જયમિનના અવસાન બાદ મે.જેનીને મારે ઘરે આવી મારી સાથે રહેવા કહ્યું..અને અરે ઘણો જ આગ્રહ કર્યો. પણ. તેને તેના ભાવિ સ્વપ્નો રોકતા હતા.. આતો અમેરિકાની જમીનની તાસીર રહેલી છે. જેની એ નમ્રતાથી ના પાડી એટલે, હવે જ્યોતિએ એકલા જ જીવવાનુ હતું તે નક્કી હતું.

જ્યોતિને પૈસાનો તો કોઇ સવાલ જ ન હતો.જયમિન રિટાયર થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા હતા..સ્ટોક ઓપ્શન..સ્ટોક માર્કેટમાં પણ તેણે સારૂં રોકાણ કરેલ હતું..પેન્શન અને સોશિયલ સિક્યુરિટીના પણ પૈસા આવતા હતા.. અને અમેરિકના દૂષણ સામે એક વરવી હકીકત એ કે અંહી સંતાનોમાં બાપના પૈસાની આશા રાખતા નથી. અને મારા કેસમાં તો જેનિફર પોતે જ ખૂબ કમાતી હતી.

ફ્લાઇટમાં ડિનર સર્વ થયું..ડિનર પત્યા બાદ જ્યોતિએ લૅપટોપ ચાલુ કર્યું. ઇમેઇલ ચેક કરતાં જોયુ તો જેનીનો હેપી જર્નીનો મેસેજ હતો અને ઇમેઇલમાં વધુમાં લખ્યું હતું કે મોમ,મારા માટે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ હોય તો લાવજે,બાકી મને કોઈ ટ્રેડીશનલમાં ઇન્ટરેસ્ટ નથી.બીજો ઇમેઇલ અમદાવાદથી હોટલ કેપ્રિના મેનેજરની હતી.તે મારા રૂમના રિઝર્વેશનના કન્ફરમેશન અંગે હતો.તેની કોપી પરેશ ભાઈ ને રવાના કરી અને ફ્લાઇટ રાઇટ ટાઈમે છે તે પણ જણાવ્યુ.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર ઉતરી સામાન બહાર લઈને આવી. જોયું તો કોઈ રેસીવ કરવા આવ્યું ન હતું. પાછલી વખતે રાત્રે ત્રણ વાગે પણ પ્રભાભાભી. પરેશભાઈ અંહી રિસીવ કરવા ભાડાની ગાડી કરીને આવેલા પણ આ વખતે સ્થિતિ કઈ અલગ હતી...

આખરે પેઇડ ટેક્સી બૂક કરાવી જ્યોતિ હોટલે પહોચી ત્યારે રાત્રિના બાર વાગી ગયા હતા, આટલી રાતે પરેશભાઈને ફોન કરવું વ્યાજબી ના લાગતા. જ્યોતિએ તેમના ફોનમાં મેસેજ મૂક્યો કે તે સુખ રૂપ હોટેલે આવી પહોચી છે.

તે રાત્રે જેટ લેગ કહો કે વિચાર વાયુ.. પણ આખી રાત ઊંઘ ન આવી.. સવાર પડવાની રાહ જોતી પથરીમાં પડખાં ફેરવતી રહી, સવારના આંઠ વાગ્યા પણ પરેશભાઈ તરફથી ન..તો કોઈ ફોન આવ્યો ન..તો કોઈ તેઓના તરફથી આવ્યું. છેક બપોરે લંચ સમય પછી એક વાગે પ્રભાભાભીનો ફોન આવ્યો, અને પૂછતાં હતા કે, ક્યારે મળવું ફાવશે ? જ્યોતિને થઈ આવ્યું કે કહી દે, શું કદી ભૂતકાળ માં કોઈ એવું અમારું વલણ હતું ?, તમારાં સૌ માટે ?, તે તમો આવું પૂછો છો ? પણ એવું ના કહી શકી, જ્યારે આવવું હોય ત્યારે જરૂર આવો, હું તો હોટલેજ છું. પ્રભાભાભી જવાબમાં કહ્યું, હાલમાં તેઓના ભાઈ અને ભત્રીજી આવ્યા છે તેથી તેઓ પાંચ વાગે આવશે॰પાંચ વાગ્યા ને બદલે સાત વાગ્યે પ્રભાભાભી અને પરેશભાઈ હોટલે મળવા આવ્યા. તેઓએ ઉમળકો જતાવવા પ્રયત્ન કર્યો,પણ તેમાં આત્મીયતા નો છેદ ઊડી ગયેલો વર્તાતો હતો.. અમેરિકાથી તેઓ માટે લાવેલી વસ્તુઓની થેલી આપી ત્યારે ભાભી બોલ્યા, અંહી બધુય મળે છે,,, નાહકના લાવ્યા તમે...

આટલા સમય થી મૂંગા બેઠેલા પરેશભાઈની આંખો જયમિનને શોધતી હતી, અને મે ખિન્ન હૃદયથી માંરૂ એકદમ ઈન્ડિયા આવવાનું કારણ જણાવ્યુ, ત્યારે બંનેના મોઢા ઉતરી ગયા, અને ખોટું થઈ ગયું હોવાની ભોઠપ અનુભતા હતા.

જ્યોતિએ આખરે, જયમિનના અસ્થિ વિસર્જન અંગે તે હરદ્વાર જવા આવી છે તેમ જણાવ્યુ અને પરેશભાઈએ કીધું કે કુટુંબના બધાને ખરખરો કરવા મારે ત્યાં કહુ છું. આખરે જ્યોતિએ મન મોટું રાખીને પરેશભાઈ એ કીધું તેમ તેઓના ફ્લેટમાં ઉઠમણું રાખેલ અને લૌકિક પ્રસંગ પતાવ્યો.જેનું જ્યોતિના મનમાં કોઈ મહત્વ હતું નહીં, જ્યોતિ પોતે માનવ ધર્મમાં માનતી, અને જન સેવાથી પ્રભુ સેવા અને ગૌ શાળામાં અને સ્કૂલ –અનાથ આશ્રમમાં સખાવત કરવાની ઈચ્છા રાખી બનતી મદદ કરવાનો વિચારતી હતી.

જયમિનના ઉઠમણાની રાતે પરેશભાઈ જ્યારે હોટેલ ઉપર મૂકવા આવ્યા ત્યારે, તેમનો ઊભરો ઠાલવ્યો, ભાભી માફ કરી દો, મ્હારાથી મોટું પાપ થઈ ગયું છે. તમને મારે ત્યાં રાખી નથી શકતો તેથી મારૂ કાળજું મને કોરે છે, શું કરુ ભાભી?, અમે આપણું ગામ પાટડી છોડી અમદાવાદ છોકરોના ભણતર માટે આવેલ અને મારી મિલની નોકરીના પગારમાથી અમદાવાદ જેવા શહેરમાં ફ્લેટનું ભાડું પોસાય તેમ નહતું. એટ્લે પ્રભાના ભાઈએ તેમનો ફ્લેટ અમને રહેવા માટે આપેલ છે. હું મજબૂર છું, અને આ “સંજોગ” માં મારે પ્રભાના તાબામાં રહેવું પડે છે. અને આવા નાજુક સમયે તમે ભોગવેલી મુશ્કેલી અને જયમિને મને કરેલી મદદ યાદ આવતા, હીનતા અનુભવુ છું. મને માફ કરી દેજો, હું લાચાર છું.જ્યોતિના હૈયે હવે ટાઢક થઈ અને આવા અતડા વર્તાવ પાછળનું સાચું કારણ જાણી મનનું સમાધાન થયું.

બીજે દિવસે સવારે પ્રભાભાભી તેમની દીકરી વિભા અને દીકરો વૈભવને લઈ મળવા આવ્યા અને આગ્રહ પૂર્વક તેમના ઘેર જમવા માટે કીધું, મારા ટૂંકા અને છેલ્લા ઇન્ડિયાના રોકાણ માં, મારા તરફથી કોઈ ને આડું વિચારવાનું કારણ આપવા માંગતી નહતી એટલે હું આવીશ, પણ સાદું જમવામાં રાખજો.

જમવાનો પ્રોગ્રામ પત્યા પછી નાથદ્વારા માટે મે ટેક્સી કરેલ હોય કોઈને આવવું હોય તો જોડાવવા માટે કીધું અને છોકરાઓની પરીક્ષા ને લઈને પ્રભાભાભીના કહેવાથી પરેશભાઈ મારી સાથે નાથદ્વારા આવ્યા. જયમિનની ઈચ્છા મુજબ નાથદ્વારાના દર્શન અને આખા દિવસના મનોરથ પતાવી હું અને પરેશભાઈ પાછા આવ્યા.

પછીના દિવસોમાં પરેશભાઈ ને ચલોડા ગામમાં આવેલ સહિયારી મિલકતના જયમિન તરફથી રિલિજ પેપર કરાવવાનું કહી રાખેલ અને અઠવાડીયા પછી મળજો. કહી હું મારા પિયરિયાઓને મળવા માગતી હતી. છેલ્લાં કેટલાંય વરસોથી અંહી ઈન્ડિયા આવી નહતી, મારૂ વતન પાટડી ગામે હતું જે આમદાવાદની નજીકમાં હતું.ત્યાં મારાં બાપુનું ઘર હતું.. જોકે તે વરસો પહેલા મારા ભાઈ એ વેચી દીધેલ હતું. પણ.. મારે મારા ગામ જવું હતું.મારે એ ઘર પણ જોવું હતું.જે મહોલ્લામાં વરસો પહેલાં દોરડા કૂદતી હતી,અને એ મહોલ્લાની ધૂળથી ખરાબ થયેલા કપડાં ને લઈને માનો ઠપકો સાંભરવો પડતો હતો, મારે તે ધૂળ કપાળે ચઢાવવી હતી ! શક્ય હોય, બને તો જે ઘરમાં મારૂ બાળપણ વીત્યું હતું.જે ઘરમાં યૂવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો એ ઘરમાં એક ડગ પણ માંડવો હતો !

બીજે દિવસે શાવર લઇ હું હળવી થઇ..રૂમ સર્વિસથી કોફી મંગાવી કોફી પીધી.અંહી પેન્ટ શર્ટ પહેરાય કે કેમ તે અવધડ માં પંજાબી ડ્રેસ સલવાર કુરતો અને ડૂપટ્ટો પહેરી એ નીચે ફૉઇઅરમાં ગઇ.

‘ગુડ મોર્નિંગ માદામ !’ મેનેજરે હસીને મને કહ્યું, ‘યૂ શુડ ટેઇક રેસ્ટ. મેમ તમો આવ્યા ત્યારના દોડ-દોડ કરો છો!’

‘ઇટ્સ ઓકે.!! આઇ એમ ફાઇન ! મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે. મારે અહીં ખાસ કોઇ હવે સોશિયલ ઓબ્લીગેશન નથી .ને મારે થોડાં કામો વ્યવ્સ્થિત રીતે પતાવવાના છે.. સમયનો સવાલ મોટો છે.. પૈસાની ફિકર નથી. આઇ હેવ ફિક્સ્ડ ટિકિટ ફોર રિટેર્નિંગ. ! મારે જે કંઇ કરવું છે તે વ્યવ્સ્થિત કરવું છે. !’

‘જેમકે.??’

‘એક તો મારે હરદ્વાર જવું છે..અસ્થિ વિસર્જન માટે.બીજું, મારે ચારધામની યાત્રા કરવાની છે, અને થોડાં જરૂરમંદ વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે ! ત્યારબાદ, જો મન થાય અને સમય હશે તો દેશમાં ફરીશ !’ સહેજ અટકીને જ્યોતિએ કીધું.. અફકોર્સ અને.. આજે જ બપોરે, લંચ બાદ મારે પાટડી જવું છે.કોઈ અનુભવી ડ્રાઈવર અને ગાડી ગોઠવી આપો ભાઈ’

ભલે મેંમ, હોટેલનો ડ્રાઈવર મહેશ વિશ્વાશું છે એ આવશે..એના મોબાઇલ પર રિંગ કરી દઉં છું.અમારા એન. આર આઇ. મહેમાનો માટે અમે એને રિઝર્વ જ રાખ્યે છીએ.એ ભણેલ છે.એ સ્પેશ્યલ છે.

‘મને,પણ એનો નંબર આપો.હું પણ મારા સેલમાં એંટર કરી દઉં.

મહેશનો નંબર મોબાઇલમાં એંટર કરી જ્યોતિએ અમેરિકા “જેની, અને જેકબને ફોન કરી દીધા પોતે મજામા છે અને બધુ સ્મૂધ છે અને શાંતિથી સમિંગ અપ થશે,એમ જણાવી દીધું.

‘તમારા હરદ્વાર અને ચારધામ માટે ‘રાધેશ્યામ ટ્રાવેલ’ના મેનેજરને સાંજે બોલાવીશ.ધે આર વેરી ગુડ.એન્ડ એક્ષ્પિરિયન્સ લોકો છે.!! ધે વીલ મેનેજ એવરીથિંગ !’

‘ગુ...ડ !’

‘મહેશ ને બે વાગે બોલાવી લેજો ભાઈ જ્યોતિએ મેનેજરને કીધું.

બપોરે હળવું લંચ લઇ જ્યોતિ એ વામકુક્ષી કરી. જેટ-લેગની હવે કોઇ ખાસ અસર લાગતી ન હતી. બપોરે બે વાગ્યે મહેશ હાજર થઇ ગયો.

‘આપણે પાટડી જવાનું છે.!! કેટલું રોકાવું પડે તે કંઇ ખબર નથી.!! પાટડી ગામ મારૂં વતન છે..મારી જન્મભૂમિ !પણ વરસોથી જઇ શકાયું નથી.બસ, એક આંટો મારવો છે..કોઇ ઓળખીતું-પારખીતું મળવાના તો કોઇ ચાંસ નથી..તારે મોડુ થાય તો કોઈ તકલીફ નથીને ?’

‘ના..ના. આવું કઈ નથી.

લગભગ ત્રણ વાગ્યે તો પાટડી પહોંચી પણ ગયા..રસ્તો તો એ જ સરખેજ – સાણંદ હાઇવે હતો.રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે ચાર-પાંચ માળના એપાર્ટમેંટ ઊગી નીકળ્યા હતા.

‘ક્યાં લેવાની છે ?’

પટેલવાસમાં પોતાના જુના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર જ્યોતિએ કાર ઉભી રખાવી.કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઊઠીને સમી ગયું..

કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જુના ઘરની જગ્યાએ ત્રણ માળનુ મકાન ઉભું થઇ ગયું હતું..એમનું જુનું ઘર તો માળ વગરનું બેઠા ઘાટનું હતું.. થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી જ્યોતિ કારની બહાર આવી. એક ઊંડો શ્વાસ લઇ વતનની તાજી હવા ફેફસામાં ભરી આંખો બંધ કરી.બાપુની યાદથી હૈયું ભરાય આવ્યું. રિમલેસ ચશ્મા કાઢી, પેપર ટિસ્યુથી આંખમાં તરી આવેલ ભીનાશ લૂંછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર નાખી.થોડે દૂર આવેલ મહાદેવના શિખર પર ધજા લહેરાતી હતી.મહોલ્લામાં પણ બીજાં કાચા મકાનોની જગ્યાને મોટાં પાકા મકાનો બની ગયા હતા. ધૂળિયા રસ્તાની જગ્યાને પેવર રોડ થઇ ગયો હતો..

હવે ?

પોતાનું ઘર પારકાનુ મકાન બની ગયું હતું !થોડો વિચાર કરી જ્યોતિ ઓટલાના પગથિયાં ચઢી. એટલાંમાં જ ઘરમાંથી એક યૂવતી બહાર આવી

‘આ..વો !’ જ્યોતીના ઠસ્સાદાર -પ્રભાવશાળી વ્યક્તિત્વ, અને ચેનલ -૫ના મોંઘા દાટ પરફ્યુમની મહેક તેમજ આંગણામાં ઉભેલ હોંડા સિટી જોઇ યુવતીએ તેને આવકાર આપ્યો.

‘થેં..ક્સ. !!’ સેન્ડલ ઓટલા પર બહાર કાઢી જ્યોતિ સહેજ ખંચકાઈને બેઠક ખંડમાં દાખલ થઇ.

‘અહીં હીંચોળા-ખાટ હતી .!!’ તેનાથી સહજ બોલાય ગયું.

‘આપની ઓળખાણ ન પડી..આંટી. !’

‘ઓ..હ.!! આઇ એમ સોરી. !’ જ્યોતિએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘માયસેલ્ફ જ્યોતિ દેસાઇ.!!’ બેઠકખંડમાં મુકેલ સોફા પર બેસતા જ્યોતિ બોલી, ‘તમો મને ઓળખતા નથી.હું અમેરિકાથી આવું છું !’ જરા અટકીને એ બોલ્યા, ‘તમને તકલીફ આપવા બદલ સોરી !! મારાથી રહેવાયું નહિં, વરસો પહેલાં આ જગ્યાના મકાન માં અમે રહેતા હતા.. અંહી અમારું ઘર હતું..ડુ યૂ નો..વોટ આઇ મીન ટુ સે !!’

‘ઓ...હો !! તો તમે અહીં રહેતા હતા ?!’ યૂવતી હસતાં કહ્યું.

‘હા પણ વરસો પહેલાં. !’

એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઇ આવી જ્યોતિને પાણી આપ્યું. ‘થેં.ક્સ !’ બે ઘૂંટ પી જ્યોતિ અટકી, ‘આ તો ફળીના મીઠા કૂવાનું પાણી લાગે છે. ?’

‘હં.!!’ સ્ત્રી હસીને બોલી, ‘પણ હવે તો નળ આવી ગયા છે..મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે ખેંચી લઈએ છીયે’.

‘ઓ.હ.!! ગુડ.ગુડ.!!’ જ્યોતિએ ગ્લાસ પાછો આપતા પૂછ્યું ‘તમો અહીં કેટલા વખતથી રહો છો ? તમો જ ઘરના માલિક છો કે પછી ભાડે?

‘અમો ઘણા વખતથી છીએ ! મારા સસરાનો અમદાવાદમાં મિલજિન સ્ટોરનો બિઝનેસ છે !અમે જુનું તોડી નવું ઘર બંધાવ્યું હતું.

‘એ તો લાગે જ છે! અમારૂં જુનું ઘર તો માળ વગરનું હતું. મારી એક રિક્વેસ્ટ છે..વિનંતી છે.. જો તમને કોઇ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે..ઇફ યૂ ડોન્ટ માઇન્ડ’

‘અ...રે. અમને શું વાંધો હોય? જરૂર, આવો.અંદર આવો..’ સ્ત્રીએ રાજી થતાં કહયું..’તમે ચા-કોફી શું લેશો?’

‘બ..સ.., કંઇ નહિ. તમે મને ઘરમાં દાખલ થવા દીધી એ જ વધારે છે, આમ અચાનક આવીને મેં તમને મૂંઝવણમાં તો નથી મુક્યાને ?.

‘ના...રે.!’ સ્ત્રીએ જ્યોતિને ઘરમાં દોરતા કહ્યુ, ‘આવો ’

જ્યોતિ બેઠક-ખંડમાંથી અંદરના ઓરડામાં તે સ્ત્રીની પાછળ દોરવાઈ.. અહીં બાનો ખાટલો રહેતો..

જાણે પ્રદક્ષિણા ફરતાં હોય તેમ જ્યોતિએ ત્યાં એક આંટો માર્યો.બાનો હેતાળ ચહેરો મન-દર્પણ પર ઉપસી આવ્યો..જ્યોતિની આંખ જાણ બહાર ભીની થઇ ગઇ.!!

રસોડું પાછળ રહેતું ત્યાં માર્બલનું રસોડું થઇ ગયું હતું.ત્યારે વાડામાં એક આંબાનું વૃક્ષ હતું..આજે એ વાડામાં પથ્થરો જડાઈ ગયા હતા..ઓસરી કવર થયેલી હોઇ, આગળનો ઓરડો હવે તો ખાસો મોટો લાગતો હતો.


બાજુના જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો..કદાચ, બાપુએ છેલ્લાં શ્વાસ અહીં જ લીધા હશે? ઓહ.બાપુ, મને માફ..કરજો?પિતાને યાદ કરતા આવેલ હીબકું જ્યોતિએ માંડ માંડ રોક્યું. થોડાં ડગલા ચાલીને જ્યોતિ ઓરડાની બારી પાસે ગઈ. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી.

સામે જાડેજા ફોજદારનુ ઘર હતું તે યાદ આવ્યું, અને બાજુમાં પેલા મનું અમિનનો બંગલો હતો અને તેની સાથે આડો અડ ગોરધનકાકાની હવેલી નજરે પડી. જ્યોતિની નજર ગોરધનકાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઇ.હવેલી હજુ એવી ને એવી જ હતી.સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે! ઊંચા ઓટલા પર ધૂળના થરના થર બાઝી ગયા હતા.દીવાલ પર પોપડા ઊખડી ગયા હતા અને ઠેર ઠેર પીપળા અને બાવળીયા ના ઝાડ ઊગી ગયા હતા..

કેવી ભવ્ય જાહોજલાલી અને રોનક હતી એ હવેલીની.હવે જ્યોતિની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં જ ચોંટી ગઇ હતી. વરસો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી હતી એમાંથી એક નજર કાયમ જ્યોતિને તાકી રહેતી.અને જ્યોતિ પણ તેની જલક માટે ક્યારેક તડપતી રહેતી.. તરસતી રહેતી.

ઓહ..! આમોલ, અર્થાત અમુલ્ય. આમોલ !! દેખાવડો.. નીડર.. સદા હસમુખો... આમોલ, જાણે હજુ ય એ બંધ બારીઓમાંથી આમોલ જ્યોતિને નિરખતો હોય એવું આજેય અનુભવ્યું જ્યોતિએ. આ..મો.લ... આમોલની યાદનુ બીજ જ્યોતિના મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઇ ગયું હતું તે એકદમ જાણે સ્ફુરિત થઇ રહ્યું હતું.જ્યોતિએ,પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું. બે હાથો વડે બારીની બારસાખ પકડી લીધી.જ્યોતિએ, વ્યાકુળ થઇ ગયેલ જ્યોતિની નજર હવે હવેલીની એ બંધ બારીઓ પર ચોંટી ગઈ હતી.!

‘આ ગોરધનકાકાની હવેલી કેમ બંધ છે.?’ હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી જ્યોતિ બોલી

‘અમને કંઇ ખબર નથી.એમનો છોકરો અંહી રહેતો હતો પણ હાલમાં ક્યાં છે એની અમને કંઇ ખબર નથી.!!’

‘આમોલ નામ હતું ને તે છોકરાનું ?, મે ઉત્સુક્તાથી પૂછ્યું !

‘હા, એવું જ કંઇ નામ છે,પણ એ ભાઈ કોઇ સાથે બહુ ખાસ વાત નહોતા કરતાં, બહારગામ રહે છે. દિવાળીએ કોક વાર આવે છે.હવે તો એ હવેલી પણ પડું પડું થઇ રહી છે.

જ્યોતિએ ફરી વાર એ બંધ બારીઓ પર એક નજર કરી : રખેને..કાશ, હવાના ઝોકાંથી એ બારીઓ ખુલી જાય અને આમોલ નું મુખડું નજરે પડે.!એક ઊંડો નિઃશ્વાસ નાંખી જ્યોતિ માંડ માંડ એ બારીઓથી દૂર થઈ પાછા બેઠકખંડમાં આવી.

‘થેંક યૂ વેરી મચ, આપનો ખૂબ ખૂબ આભાર,! હું હવે નીકળીશ, મેં તમારો ઘણો સમય લીધો જ્યોતિ આભારવશ થતાં બોલી અને પેલી નાની યુવતીને ગેરાડેલીની ચોકલેટનું પેકેટ પકડાવ્યું.’

ઓટલા પરથી સેન્ડલ પહેરી જ્યોતિ કારમાં ગોઠવાઇ.અહીંથી જાણે નીકળવાનું તેને મન થતું જ ન્હોતું..ન જાણે કેમ વતનની હવાથી મન પ્રફુલ્લિત થવાને બદલે આજે ગમગીન થઇ ગયું !!

-આમોલ !! આ અમોલે ચૂપચાપ તેના મનના પડળ ખોલી મન પર હવે રીતસરનો કબજો જમાવી દીધો..આજ સુધી કદી ય અમોલના વિચારો આવી રીતે આવ્યા ન હતા.,

થન થન થઈ જુવાનીમાં, આમોલના મનમાં જ્યોતિ વસી હતી..જ્યોતિ કરતાં એક વરસ નાનો હતો પણ હેન્ડસમ અને કસરતી શરીર નો આસામી હતો એના કપાળમાં કંકુનું નું તિલક એને વધુ આકર્ષક બનાવતું!! તેની તિક્ષણ નજરોથી કોઇ પણ યૂવતી તેની પાછળ પાગલ થાય તેવો સોહામણો આમોલ ! જ્યોતિ પણ મનોમન તેને પસંદ કરતી પણ તેના પિતા ની મરજી વિરુધ્ધ કઈ પણ કરતાં ડરતી હતી અને તેના પિતા ગમેતેમ કરીને જ્યોતિને પરદેશ વળાવવાનું ધ્યેય રાખ્યું હતું..અને જ્યોતિના હાથ અમેરિકના જયમિન સાથે પીળા કર્યા હતા.

આમોલ જ્યોતિ પાછળ પાગલ હતો, તે જ્યોતિને અનહદ પ્રેમ કરતો હતો..તેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર.હતો.

જ્યોતિએ આમોલને સમજાવતાઃકીધેલૂ, આમોલ તું મારાં નસીબ માં નથી,ત્યારે આમોલે કીધેલું જ્યોતિ, ભલે હું તારા નસીબમાં નથી..પણ તું મારાં નસીબમાં જરૂર છું !! જો જે મારૂ નસીબ જાગશે ને તું મારી પાસે આવીશ.

ઓહ આમોલ !આજે તારું નસીબ જાગી ગયું લાગે છે. પણ તું છે ક્યાં.??? બસ એક વાર મળવું છે તને.

‘તમે કંઇ કહ્યું માદામ ?’મહેશે જ્યોતિ મેડમને પુછ્યું.જ્યોતિના મનના વિચારો તેની ધ્યાન બહાર જ હોઠો પર આવી ગયા એની ખુદને નવાઈ લાગી પણ તે પળે સંભાળી લીધી પોતાની જાતને..અને બોલી.‘ઓહ !! નો...નો. નથિંગ ઇમ્પોર્ટેંટ ’, પણ જ્યોતિને જાણે વર્તમાનમાં આવવું જ ન હતું. જ્યોતિ ની આંખ માં આમોલ ની પ્રીત ઉભરાઈ હતી તે જવાનું નામ નહતી લેતી.

હોટલ આવી ગઈ..જ્યોતિ પોતાના રૂમમાં પહોચી. જાણે પોતે કેટલાય માઇલોની મેરેથોન દોડી આવી હોય એમ તેને થતું હતું.ખાસ તો આમોલે જે રીતે મન પર કબજો જમાવી દીધો એથી તે વિચલિત થઇ હતી..એ વિશે જ્યોતિને ખુદને નવાઈ લાગતી હતી.જૂની પ્રીત આટલે વરસે હવે, મુક્ત વાતાવરણમાં વ્યક્ત કરવા કેમ આટલા હિલોરા લેતી હતી ? પરિસ્થિતી નોર્મલ નહતી..

તે વિચારતી હતી શું તે હજુ પણ આમોલને ચાહતી હતી કે શું.. ? જ્યોતિએ તેના મનમાં જઇ જોયું -ના, એવું નથી.-તો પછી આટલા વરસ પછી આમોલ કેમ આમ યાદ આવેછે ?અને તેની યાદ કેડો મૂકતી નથી ?

ના, પણ તે ઈન્ડિયા આવી છે તો, ખાલી એક વાર બસ મળવું છે જોઈએ આમોલને, પણ તેને ક્યાં શોધીશ ?. ત્યાં “જેની, નો કરસી ફોન આવ્યો અને “જેની’ સાથે થયેલ વાતો એ, આમોલ ની યાદો ને ફ્ંગોળી દીધી. અને તે પછી જ્યોતિ ઝૉકે ચડી ગઈ.

સાંજે ટ્રાવેલ એજેંટ આવી ગયા ને હરદ્વાર – ચારધામ નો પ્રોગ્રામ નક્કી થયો, તે પ્રમાણે પહેલા હરદ્વાર માં વૃધ્ધાશ્રમની મુલાકાતનો પ્રોગ્રામ હતો, જ્યોતિ ત્યાં પહોચી, પ્રીમિયમ એન્ટ્રી હતી એટ્લે વી આઈ પી ટ્રીટમેંટ હતી, એટલે એસકોર્ટની રાહ જોતી, આશ્રમના પ્રાંગણમાં ટહેલતી હતી, અને ઓફિસમાં જઈ મેનેજરને મળવા તજવીજ કરી. ત્યાં કારકુને કીધું બેન હાલમાં આશ્રમમાં કોઈ જગ્યા નથી બધુ પેક છે, અમારી વાત ચાલતી હતી ત્યાં..થોડાં સમય પછી એક આધેડ ભાઈ ઓફિસમાં આવ્યા.એમણે આસમાની સદરો અને સફેદ લેંગો પહેરેલો હતો.‘ન..મ.સ્તે ! હું અહીં ઓફિસનું તથા દેખ-ભાળનું કામ કરૂં છું.. ભાઈએ બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું.

ઉભા થઇ જ્યોતિએ એ બે હાથો જોડ્યાં..પણ તેના હાથ જોડેલ જ રહી ગયા જ્યોતિનુ હૃદય બમણા જોરથી ધબકવા લાગ્યું.ધક. ધક. ધક. ધક. ધક. !‘બે..સો.!’ ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં તે ભાઈએ દૂરના ચશ્મા કાઢી વાંચવાના ચશ્મા ચડાવતા ગોઠવાયા.

જ્યોતિને પોતે શું જોઈ રહી હતી તેનો ખ્યાન નહતો તેને ઓઢેલ કાશ્મિરી ભરતનો દુપ્પટો પણ ખભા પરથી સરી ગયો સ્વયં ઉપર જાણે કાબૂ ખોઈ બેઠી હોય તેમ હતું.


‘બો...લો.. બેન શું કામ પડ્યું ? આશ્રમનું !’ ટેબલ પરના પડેલ પત્ર વાંચતાં એ ભાઈ બોલ્યા, ‘આપને આશ્રમની કોઇ માહિતી જોઇએ છે ? કોઈને આશ્રમમાં મૂકવા હોય તો..’ જ્યોતિ અવાક બની તેના.નિઃશ્બ્દ ! શબ્દો જાણે હવા થઇ જતાં લાગ્યા.

‘જુઓ બેન તમારી ભાવના સમજુ છું પણ હાલમાં અહીં જગ્યા નથી.એજ છટા..એજ વ્યક્તિત્વ..અને એજ ચપળતા..અને હા અલબત્ત એજ સોહામણું તિલક જોઈ જ્યોતિ હેબતાઈ ગઈ, ઉમ્મરની થપાટ છતાં ચહેરાપરની ગુલાબી અને રોનક યથાવત હતી, હા તે ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઇ છે ! પણ એ કરચલીઓ આમોલના વ્યક્તિતવ્ય ને વધારે પ્રભાવશાળી બનાવતુ હતું.

ઓહ.આતો આમોલ, પણ એ અહીં ક્યાંથી. એણે મને કેમ ના ઓળખી ? હા, ક્યાથી ઓળખે, તેને ક્યાથી ખ્યાલ આવે કે અમેરિકાથી જ્યોતિ આવવાની છે. અને જ્યોતિના શરીર ઉપર પણ અમેરિકા માં કાબેલ ડોક્ટર દ્વારા કરાવેલ કોસ્મેટિક સર્જરી તેનો પ્રભાવ પૂરેપૂરો દર્શાવતી હતી. જ્યોતિ હતી તેનાથી વીસ વર્ષ નાની લાગતી હતી, માટે આમોલ, જ્યોતિને ઓળખે પણ કેવી રીતે? આ હરદ્વાર ના ખૂણે આવેલા આશ્રમની ઓફિસમાં જ્યોતિ આવે તેવી ધારણા પણ ક્યાંથી હોય, તેનો વાંક નથી.

પ્રશ્નોની ધાણી જ્યોતિના મનમાં અવિરત ફૂટી રહી હતી..તેના કાન પાછળથી પરસેવાના રેલા ઉતરી રહ્યાં હતા.શરીર પાણી પાણી થઇ ગયું હતું..

‘આપને કંઈ થાય છે.ભાઈ એ કાગળમાં માથું રાખી પૂછ્યું ?’‘ના.ના ! આઇ એમ ઓકે.!!’ કહેતા જ્યોતિએ ટેબલ પર પડેલી મિનરલ વોટરની બોટલ ઉપાડી અને એકી ઘુંટે તેને ખાલી કરી. ખુરશી પરથી જ્યોતિએ સલવારનો દુપ્પટો સરખો કરતાં ટટાર ઉભા રહી મૃદુતાથી બોલી, ‘મને ન ઓળખી નહીં, હું જ્યોતિ છું, આમોલ.’

અવાજ સાંભળીને ચમકેલા આમોલે જ્યોતિ ઉપર નજર નાખી, પણ કોઈ ઉત્તર આવ્યો નહીં એટલે, જ્યોતિએ ટેબલ પાસે નમી આમોલના નજીકના ચશ્મા તેના નાક ઉપરથી કાઢ્યા અને દૂરના ચશ્મા ટેબલ ઉપરથી લઈ આમોલને પહેરાવ્યા.

હવે ચમકવાનો વારો હતો આમોલનો હતો, ‘અરે જ્યોતિ તું,, તે પણ અંહી ? ઓ શ્રીજી બાવા આ મારો કેવો “યોગ” જાગ્યો છે ?, જ્યોતિ, આ મારૂ સપનું છે કે હકીકત ?’

આમોલ વધુ કંઈ સમજે તે પહેલાં તો જ્યોતિએ આગળ વધીને આમોલની સામે ધ્રૂસકે ચઢી, આ જોતાં આમોલના નયનો પણ છલકાયા.સહેજ સંકોચથી જ્યોતિને વાંસે હાથ ફેરવ્યો સમય જાણે આ ઉદભવેલા “સંજોગ” થી થંભી ગયો.

ડૂસકાં ભરતી જ્યોતિ ને આમોલે ખુરશી પર બેસાડી. એની બાજુની ખુરશી પર આમોલ બેઠો હજુ ય એ માની જ શકતો ન હતો, કે તે જ્યોતિની સામે બેઠો છે.

જો જ્યોતિ મે તને કીધેલું ને કે તું મારી પાસે.. આવીશ, ‘મને ખાતરી હતી ! મને શ્રધ્ધા હતી, તું આવશે..જરૂર આવશે.જ, રડતા રડતા ભીગી થયેલી આંખે આમોલની સામે જોઈ રહેલ જ્યોતિ દિવ્ય લાગતી હતી.ભવ્ય લાગતી હતી. અદ્ભુત લાગતી હતી..પ્યારી લાગતી હતી ! “સંજોગે ” હર્ષાશ્રુથી ભીંજાયેલ આમોલ અને જ્યોતિ બંને અદ્વિતીય લાગતા હતા.

‘જ્યોતિએ પૂછ્યું આમોલ તું અંહી ક્યાથી, ‘તારૂં ફેમિલી.??’ અરે પગલી આ જ મારૂં ફેમિલી ! પણ તારી વાત કર મને ! કેમ કરીને તેં મને શોધ્યો કે હું અંહી છું ?’‘અ...રે..ભા.ઇ!! હું તો આવી હતી અંહી આશ્રમમાં દાન કરવા માટે.

સહેજ અટકીને જ્યોતિ બોલી, મને હવે પ્રતીતિ થાય છે કે મારા પતિ જયમિનેજ આપણી મુલાકાતનો યોગ રચ્યો છે તેનેજ મેળવ્યા છે આપણને ! એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવાનું હોઇ.હું પાંચ દિવસ પહેલાં અમેરિકાથી આવી હતી !’

‘હ.વે.મને તારી વાત કર.જ્યોતિએ સ્વસ્થ થતાં પૂછ્યું.

મારી વાત.??’ આમોલ અટકી ને બોલ્યો, મારી શું વાત હોય જ્યોતિ, તારા ગયા પછી મારા બાપુએ મને પરણાવા લાખ વાના કર્યા, પણ હું “એક ભવ માં બે ભવ” કરવા માંગતો ન હતો અને અટલ રહી કુંવારો રહ્યો, અને મે તો તારી જિંદગીભર રાહ જોવાનો, તને કોલ પણ અપેલો તે

મારાથી કેવી રીતે ભૂલાય? અ.ને.જો, કેવા “સંજોગ” રચાયા? તું આજે મારી પાસે પછી આવી.

અમોલ ભાવવિભોર થતાં બોલ્યો ‘મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ. ! અ...ને..મેં જોઈ તારી રાહ..જ્યોતિ.. થાક્યા વગર, બોલ ખરુને?’

આવો ભવ્ય ત્યાગ ! આ.વો અમર પ્રેમ..!જ્યોતિ દિગ્મૂઢ બની એકટસે આમોલને નીરખી રહી હતી.’જ્યોતિ કઈ વિચારે ત્યાં ‘ઓ.હ જ્યોતિ’ બોલતા આમોલે ઊભા થઈ નમીને ખુરશી પર બેઠેલ જ્યોતિના લલાટે એક પ્રેમાળ ચુંબન કર્યું. જ્યોતિ યંત્રવત ખુરશી પરથી ઉભી થઈ આમોલને ખભે ઢળી પડી ત્યારે બંનેના મિલન માટે રચાયેલ “યોગ”થી બંનેના હ્રદયે નર્યો સાત્વિક સ્નેહ અને પ્રેમ નીતરતો હતો. બંને ના બધા લૌકિક બંધનો તૂટી ગયા હોય તેમ લાગતું હતું અને. પાવક પ્રેમની સરિતા બન્ને કિનારે વહેવા લાગી. બંને ની આંખ ક્યારેક હસતી હતી,તો ક્યારેક રડતી હતી.

આમોલ બોલ્યો, જ્યોતિ બસ, મારા નસીબમાં તારા સંગાથનો “યોગ” હતોજ,, બાપુના ચાલી ગયા પછી હવેલી બંધ કરી શહેરમાં સ્કૂલમાં હું શિક્ષકની નોકરી કરતો હતો એમાંથી રિટાયર થઈ.અહીં આશ્રમમાં માણસની-વ્યસ્થાપકની જરૂર હતી અને ટ્ર્સ્ટીઓ મને ઓળખતા હતા તેથી અહીં નોકરી કરી માનવ સેવા કરું છું.

પણ હવે તે માનવ સેવા તારે અમેરીકામાં કરવાની છે, જ્યોતિએ, આમોલની વાતનુ અનુસંધાન સાધતાં ઉમેર્યું, ‘હવે હું તને લેવા આવી છું. તારે મારી સાથે આવવાનું જ છે.અને જો તું ન આવી શકે તો, મને તારી સાથે અંહી આશ્રમમાં રાખીલે.’ ગળગળા થઇ જ્યોતિએ આમોલના બન્ને હાથના પંજાઓ પકડી રાખ્યા.

જ્યોતિએ, આમોલના બન્ને હાથ જોરથી પકડી રાખ્યા હતા, તે આમોલે એના હ્રદયે લગાવી સહેજ હસીને બોલ્યો જ્યોતિ તું હજુ એવીજ રહી , ‘તારૂં સ્થાન તો અહીંયા છે. મારા ઉરમાં.મારા હ્રદય મંદિરમાં છે.’એની પણ આંખમાથી અશ્રુધારા વહેતી હતી, ‘આ આખી જિંદગી મેં તારી બંદગી કરી છે.જ્યોતિ બસ હું આવીશ, અમેરિકા તો શું તું જ્યાં કહે ત્યાં, આવેલો “સંજોગ” જવાદે તેવો કાયર નથી તારો આમોલ હો.. ‘હવે પછીની જિંદગીની સફરમાં જ્યોતિ તારે ડગલે મ્હારે, મારૂં ડગલું ભરવું છે,તે હું હવે ભરીશ.અને આજથી તું મારી આંખ, તારી આંખે દુનિયા નિરખીશ. હવે બાકી જિંદગી તારી સાથે જ જીવિશ અને મરીશ પણ તારી હાજરીમાં જ.’

‘મરવાની વાત ન કર.આમોલ, હવે જ તો શરૂ થાય છે.આપણી જિંદગીની ખરી સફર..આમોલના ખભા ઉપરથી માથું ઉઠાવતા જ્યોતિ બોલી અને હેતથી બન્ને ભેટી પડ્યા..

પછીની વાત તો છે..બહુ ટૂંકી.

આમોલે આશ્રમની નોકરી છોડી. જ્યોતિસાથે સાથે ચારધામની યાત્રા કરી.ભારે હૈયે બન્નેએ જયમિનના અસ્થિનું માનસરોવરના પવિત્ર જળમાં વિસર્જન કર્યું, તે પછી આમોલનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર કરાવ્યો.અને પ્રયોરિટી પ્રોસેસિંગથી સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા.

અમદાવાદ આવી, પરેશભાઈ ને નવો ફ્લેટ લેવાનું નું કીધું, ખૂટતા રૂપિયા જ્યોતિએ કહ્યું કે તે આપશે, જયમિનના લાખો ડોલર માથી થોડા ડોલર આમથી આમ થાય તે, ઘી ખીચડીમાં જ રહેવાનુ છે. માટે જેમ બને તેમ જલ્દીથી પરેશભાઈને ફ્લેટ શોધી સાળાના ફ્લેટના અહેસાન માથી છૂટા થવા તાકીદ કરી ત્યારે પરેશ ભાઈનો પોતાના મકાનનો “સંજોગે” “યોગ” જગાડયો.

જ્યોતિ ફરીથી પાટડી ગામે આમોલની સાથે ગઈ અને મહાદેવના મદિરે દર્શન ફરી પરત હોટલે તેઓ આવ્યા ત્યારે જ્યોતિ પ્રફુલિત્ત હતી. હવે જિંદગી જીવવાનું તેને કારણ મળ્યું હતું અને જેની માટે. અકલ્પ્ય.. ? ભેટ ?

જ્યોતિએ ફટાફટ લેપટોપ ખોલ્યું અને જેનિફરને ઇમેઇલ કરી કીધું ગેટ રેડી ફોર રીસિવિંગ ઇંનક્રેડીબલ સરપ્રાઈઝ.! બરાબર બારમે દિવસે હરદ્વારના તે વૃધ્ધાશ્રમમાં જયમિનના નામે પચાસ લાખનું દાન કરી જ્યોતિ અને આમોલ, સાન ફ્રાન્સિસ્કોના ઈંટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે એરાઈવલમાં જેનિફર-જેની તેની સરપ્રાઇજ ભેટની લોન્ચમાં રાહ જોતી હતી....


Rate this content
Log in

Similar gujarati story from Drama