યાદોના અંશ
યાદોના અંશ
દિવસ-રાત વધુ સમય વાંચતો આશિષ અચાનક આજે મોબાઈલમાં સવારથી જ એટલો ગરકાવ થઈ ગયો હતો કે વર્ષો બાદ કોઈ માને પોતાનું બાળક પાછું મળ્યું હોય. એમ કદી બિનજરૂરી મોબાઇલની સ્ક્રીન પર ન નજર ફેરવતો આજે ખાવાપીવાનું પણ ભૂલી કેવળ મોબાઈલના મોહમાં પડી ગયો હતો.
તે સોશ્યલ મીડિયાના પડછાયામાં પણ ક્યારેય ન પડ્યો હતો એજ આશિષ આજ ફેસબુક પર આશિષ શર્મા નામે પોતાની અસલી ઓળખ સાથે સૌ મિત્રો સાથે આધુનિકતામાં ટેક્નોલોજીનો આનંદ માણતો સ્માર્ટફોનમાં આજે નવું નવું શીખી પણ રહ્યો હતો.
સૌ મિત્રો સાથે ફેસ ટુ ફેસ મળી મજાક મસ્તી કરતો આશિષ આજ કેવળ પરોક્ષતાની એક બાદ એક છબીઓ સાથે ચેટિંગના રાસડા લઈ રહ્યો હતો.
બપોરે પણ જેમ તેમ બે બટકા ખાયને ફોનની ફેરફદુડી ફરવા મનડાય પડે છે.
સાંજ પડી જાય છે પણ આશિષ ભાઈ માટે તો જાણે કોઈ સમયનો ઈશારો કરતી કોઈ ઘડિયાર કે સૂચક યંત્ર તેને કોઈજ અસર ન પહોંચાડતા હોય એવુંજ લાગતું હતું.
નવી આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ આશિષ જોતો એસેપટ કરતો એક નાનકડા ફોટામાં તેની નજર અટકી જાય છે.
આશિષ તે તસ્વીર એકી નજરે જોતો વિચારોના પર્વતો પ્રકાશ માફક ગતિમાં ચડતો ને ભૂતકાળને ફમફોડતો કૈક વિચારોમાં તેનો ચહેરો દુનિયા પ્રત્યેની ધૃણામાં મુખ પૃષ્ટ બદલાતો પોતાની બાલ્યાવસ્થા વિશેનો સુવર્ણકાળ તે તાજો કરવા લાગે છે.
વિચારો રૂપી પર્વત પરથી હેઠો ઉતરી ફરી આશિષ મોબાઈલ પર ધ્યાન ફેરવતો હજુ એમની એમ રહેલ મીની સ્વરૂપમાં પેલી તસ્વીર તે ઝૂમ કરી તેમાં આશિષ પૂરો મગ્ન થઈ બારીકાઈથી નિરખતો તે ભૂતકાળની કેટલીક યાદોને સ્મરવા લાગે છે.
નિરાલી....
શું આ એજ નિરાલી છે?
જે ..એમ ફરી વિચારોના બગીચામાં આમ તેમ નજર્યું નાખતો પોતે ધ્રુસકેને ધ્રુસકે એકલતા વિરહમાં વરસાવવા લાગે છે.
સ્વયમ આજે અન્યને કાબુમાં કરતો ખુદ આશિષ બે ભાન માનસિક રીતે થઈ ગયો હતો.
પોતાનું શરીર પણ ભર ઠંડીમાં પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. મોબાઈલ પણ તેના હાથમાંથી સરકીને નીચે પડી ગયો હતો.
થોડીવારમાં ખુદને સંભાળતો હળવો થઈ ઉઠી આશિષ નીચે પડેલ મોબાઈલ ઉઠાવી સ્ક્રીન પર ગતિમાન થયેલ આંખે ડીપી જોતો અંદરની માહિતી અને નિરાલીના ફોટા નજર નિરખતો આશિષ જોવા લાગે છે.
તેને તેનો સ્કૂલ કાળ યાદ આવતો નિરાલીની ભોળાઈ એ કોમળ વ્યક્તિત્વ એજ પ્રેમાળ આત્મીયતા આશિષ પુરી ઝીણવટથી વિચારો કરતો ભૂતકાળને એક આંખે નીરખે છે તો બીજી આંખમાં આજની વિરહ વેઠતો ઘડીઓ સ્મરવા લાગે છે.
નાનપણથી જ આશિષ અને નિરાલી ખૂબ સારા મિત્રો હતા. તેઓ બન્ને એકમેકથી ક્ષણભર પણ અલગ ન રહી શકતા હતા. આશિષ અને નિરાલી બન્ને પડોશમાં જ રહેતા હતા રજાના સમયમાં બન્ને એક બીજાના ઘરે સાથેજ વધુ સમય રમતા ને સ્કૂલે પણ સાથે જતા આવતા અને બન્ને એકજ પાટલીએ બેસી સારી રીતે અને પુરી ડીસીપ્લીનથી ભણવામાં પણ પહેલેથી જ બન્ને ખુબજ હોશિયાર હતા.
સમય કોઈની પણ રાહ જોતો નથી એમ પવન વેગે સમય નદીમાં રહેલ પાણી માફક વહેતો ગયો ને આશિષ અને નિરાલી ભણવામાં તેમજ અન્ય સામાજિક/સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરતા ઉંમરનો આંકડો વધારતા ધોરણ 9 પાસ કરી 10ધોરણની તૈયારીમાં પુરી ઉત્સાહ અને સારી ટકાવારીની ઉમ્મીદ સાથે મહેનત પહેલેથી જ વધુ કરવા લાગે છે.
પરંતુ વર્ષને અંતે આશિષનાં પપ્પાને બીજા શહેરમાં ટ્રાન્સફર થવાનો તેની ઓફિસમાંથી તેના બોસ દ્વારા ઓડર મળે છે.
આશિષના પપ્પા એક જાણીતી ઇલેક્ટ્રોનિક કમ્પનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની ફરજ બજાવતા હતા. અને એટલા માટે જ તેને બીજા શહેરમાં ટ્રાંસ્ફરનો બોસે ઓફિસમાંથી ઓડર આપ્યો હતો.
આશિષના પપ્પા ઘરે આવીને આશિષના મમ્મીન
ે આ ટ્રાન્સફર વિશેની બધી જ વાત તે કરે છે.
આ બધું જ આશિષ તેના રૂમમાંથી બહાર આવેલ પાણી પીવા આશિષે સાંભળ્યું. પહેલા તો આશિષ ખુબજ ખુશ થયો. પણ એ ક્ષણિક ખુશી પળભરમાં આશિષના મુખ પરથી જાણે પાછી જ ફરી ગઈ.
એનું કારણ હતું નિરાલી...હા! નિરાલી કહો કે તેની લાગણી, ચાહત, એક અલગજ મુસ્કુરાહટ જ હતી કે જેને મેં ત્યજયાનો ભાવ અગાઉથી જ આશિષ ની ક્ષણિક ખુશીઓને વાયરા સાથે ખેંચી ગઈ.
આશિષ નિરાલીને અને નિરાલી આશિષને બન્ને એક બીજાને અંદરથી ખુબજ એક મેકને ચાહતા હતા. પણ બેય એક બીજાને કહેતા ડરતા હતા, જ્યારે કહેવાના વિચારો આવતા ત્યારે બન્ને એક બીજાની ગાઢ મિત્રતા ઘવાવાના ડરે બન્ને અહમમાં આવી વાતોને ધકેલી દેતા.
બીજા દિવસે સવારે આશિષ તેના પપ્પાએ ગઈ સાંજે તેના મમ્મીને કહેલ ટ્રાન્સફરની આખી વાત એ ટુ ઝેડ કરે છે. સમગ્ર વાત સાંભળી નિરાલી ક્ષણભર તો વિચારોમાં ડૂબતી આશિષ સામે જુએ છે.
કાંઈ વાંધો નહિ પણ આશિષ તું અહીં આવતો રહેજે અને હા નવી સ્કૂલમાં ભલે તું નવા મિત્રો બનાવે પણ અમને ભૂલતો નહિ હો. એમ કહી નિરાલી બનાવટી હાસ્ય આશિષ સામે રેલાવે છે.
આશિષ નિરાલી સામે રડી તો નથી શકતો પણ નિરાલીથી દૂર જવા છતાંય તેને ખુશ રાખવા આશિષ તેને મળવાની ફરી પ્રોમિસ કરે છે કે.
નિરાલી હું ચોક્કસ તને મળવા અહીં ફરી જલ્દી આવીશ.
આશિષ અને નિરાલીની પરીક્ષા પુરી થાય છે આશિષને આજે આ સ્કૂલમાં છેલ્લો દિવસ હતો. આશિષ સૌ મિત્રોને છેલ્લી વાર મળી રહ્યો હતો. તેનું સ્કૂલબેગ નિરાલી પાસે હતું. નિરાલી પાસે હવે કેવળ આશિષને પોતાના પ્રેમ વિશે કહેવા માટે એકજ વિકલ્પ હતો.
કે ચિઠ્ઠી લખી આશિષના બેગમાં મૂકવું. અને નિરાલી એક ચિઠ્ઠી લખી આશિષના બેગમાં મૂકી દે છે.
આશિષ અને તેનો આખો પરિવાર બીજા શહેરમાં નીકળે છે ત્યારે પોતાના આશિષનું છેલ્લી વખત મોઢું જોવા ગયેલ નિરાલી આશિષના મમ્મીને કહી રહી હતી કે: માસી પાછા આવો ત્યારે આશિષને અહીં લેતા આવજો અને ફોન બોન કરજો હો માસી આવજો......
જ્યાં સુધી ગાડી દેખાય રહી હતી ત્યાં સુધી નિરાલી એક બાવરી થઈ ગઈ હોય એમ આવજો આવજો ના અવાજો મારતી રડી ને બે દિવસ તો જમી પણ નહોતી.
તો બીજી બાજુ આશિષ પણ પોતાની સુજબુજ ખોઈ બેસ્યો હતો. તેને શહેરની નમ્બર વન શાળામાં ભણવા મુક્યો હતો છતાં તેના મોહ પર ગામની સરકારી શાળા જેવી મુસ્કાન ન હતી. આશિષે નિરાલીને મળવા માટે ગામડે જવાનું તેના પપ્પા અને મમ્મીને કહ્યું હતું.
બીજા શહેરમાં નવી સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે સ્કૂલબેગ બદલી રહ્યો હતો ત્યારે પેલી નિરાલીએ મુકેલ ચિઠ્ઠી આશિષ વાંચે છે.અને ઇઝહાર ન કર્યાનો પસ્તાવો કરે છે.
પરંતુ ખુદ પર ગુસ્સો કરી મેન્ટઆલિટીની થોડી અસર પડે છે. સાઇકોલોજીસ્ટની સલાહ મુજબ તેના પપ્પા સ્કૂલ અને ટ્યુશનમાં જ આશિષને વ્યસ્ત રાખતા. વહેતો ખુબજ સમય તેનું હકારાત્મક પરિણામ તો લાવે છે. પણ આજદિન સુધી તેના હ્ર્દયમાં નિરાલી જ વસતી હતી. તે નિરાલીનું નામ જ્યારે સાંભળતો ત્યારે તેના ચહેરા પર એક અનોખી ચમક આવી જતી.
આજે પણ કંઈક એવુંજ થયું હતું. તે ઘણું બધું વિચાર્યા પછી મૈત્રી પ્રસ્તાવ સ્વીકારે છે.
થોડી જ વારમાં મેસેન્જરની ટ્યુન વાગે છે.આશિષ જુએ છે. તે નિરાલીનો મેસેજ હતો..
એમાં લખ્યું હતું: હાઈ! હાવ આર યુ?
આશિષ ધ્રુજતા હાથે મોબાઈલના કી બોર્ડ પર અંગૂઠો ઢોળાવતો વાતોની જિંદગીની વિશેષ ખુશી સાથે શરૂઆત કરે છે.
મિત્રો ભલે આજે સ્વાર્થના સરતાજની સંખ્યા કુલ માનવ સમાજની પોણા ભાગની હોય.
પણ સાચા પ્રેમના પ્રમાણો આજ પણ આવા આશિષ અને નિરાલી અચૂક સમાજમાં પડ્યા જ છે.
જરૂર છે. આપણે સૌએ સચ્ચાઈ પારખી તેનો આદર કરવાની.