યાદો ૨૧ દિવસની (ભાગ : ૧૬)
યાદો ૨૧ દિવસની (ભાગ : ૧૬)


(અમારા વડોદરામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા આ બે દિવસમાં ૧૦થી ૨૨ સુધીની થઇ. મન ખૂબ વ્યથિત છે. એવામાં મનને હળવું કરવા એક માઈક્રોફિક્શન વાર્તા લખી. અહીં એ વાતનો ખાસ ઉલ્લેખ કરી દઉં કે યાદો ૨૧ દિવસની અંતર્ગત લખેલા લેખો ફકતને ફક્ત મારા હૃદયને હળવું કરવા જ મેં લખેલા છે.)
વાર્તા : ડીજીટલ વર્લ્ડ
કૌશિકે પાનના ગલ્લા પાસે કાર રોકી, માણેકચંદનું એક પેકેટ ખરીદ્યું. ગલ્લાવાળાને રૂપિયા આપવા ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે એ પાકીટ તો ઘરે જ ભૂલી ગયો હતો! ડિજિટલ પેમેન્ટથી ચુકવણી કરવા તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ગલ્લાવાળાને પૂછ્યું “પેટીએમ છે?”
ગલ્લાવાળાએ તેના જૂના ટ્રાન્ઝીસ્ટરનો અવાજ ધીમો કરતાં કહ્યું, “ના સાહેબ, માણેકચંદ જ છે.”