યાદો ૨૧ દિવસની : ૧૦
યાદો ૨૧ દિવસની : ૧૦
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશ વાસીઓને સંબોધન કરતા કહ્યું કે, “જેમ દેશવાસીઓએ જનતા કર્ફ્યુંના દિવસે સાંજે થાળી વગાડી કોરોના વીરોનું સમ્માન કર્યું હતું, તે જ રીતે ૫ એપ્રિલે આપણે કોરોનાના અંધકારમાં પ્રકાશ પાથરવાનો છે.
તેમણે કહ્યું કે, ૫ એપ્રિલે દરેક દેશવાસી રાતે ૯ વાગ્યે પોતાના ઘરની તમામ લાઈટો બંધ કરી ઘર આંગણે દીવો, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટથી ૯ મિનિટ સુધી પ્રકાશ રેલાવે, સાથે જ તેમણે લોકોને આ દરમિયાન એકઠા ના થવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કામ ઘરમાં જ રહી ઘરના આંગણે કે બાલ્કનીમાં કરવાનું છે. આપણે તેના માટે સોશિયલ ડીસ્ટન્સિંગની મર્યાદા તોડવાની નથી.
વડાપ્રધાન મોદીજીનું માનવું છે કે કોરોના મહામારીથી ફેલાયેલા અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ વચ્ચે જવાનું છે. કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ
્ચિતતા પેદા થઇ છે. તેને સમાપ્ત કરવા માટે આપણે સહુ દેશવાસીઓએ પ્રકાશ અને નિશ્ચિતતા તરફ આગળ વધવાનું છે.
વડાપ્રધાનશ્રી મોદીજીએ આપેલા આ સંબોધન બાદ મેં તરત જ નક્કી કર્યું કે ૫ તારીખના તેમના આ સ્વપ્નને સફળ બનાવવાનું. ખાસ તો આ કાર્યક્રમને લોકો વ્યવસ્થિત સમજીને તેનો અમલ કરે તેનું ધ્યાન રાખવાનું. કારણ જો જનતા કર્ફ્યું વખતે જેવી રીતે લોકો સાંજે ટોળાને ટોળા સાથે બહાર નીકળી આવ્યા હતા તે જ રીતે જો આ વખતે પણ થશે તો મારા ખ્યાલથી બીજા ૬૦ દિવસના લોકડાઉન માટે આપણે તૈયાર રહેવું પડશે! અને એવું ન થાય તે માટે જ હું આજથી અને હમણાંથી જ સોશ્યલ મીડિયા પર લોકોને ૫ તારીખે રાતે નવ વાગે નવ મિનિટ માટે દીવા પોતના ઘરની જ બાલ્કનીની બહાર ઉભા રહીને જ પ્રગટાવવાના છે અને તે માટે ટોળા કરી ભેગા થવાનું નથી આ વાત સમજાવવાનો પ્રયાસ કરવાનો છું.