યાદો ૨૧ દિવસની : ૧૪
યાદો ૨૧ દિવસની : ૧૪
એક જંગલમાં ઘમંડી સિંહ રહેતું હતું. એણે એના કદાવર શરીરનો ઘણો ઘમંડ હતો, તે ક્યારે કોઈ સાથે દોસ્તી કરતું નહિ. એના જીવનનું સુત્ર હતું “સિંહ કયારેય ઝુંડમાં રહેતું નથી.” એકવાર અમસ્તા જ જંગલી કૂતરાઓનાં ટોળાં સાથે તેની લડાઈ થઇ અને તે ટોળાંએ તેણે મારી ફાડી નાખ્યું!
આજ જ રીતે કોરોનાની આ જંગમાં જો આપણે એક થઈને નહીં રહ્યા તો આ તુચ્છ વાયરસ આપણી આખી માનવજાતિનો વિનાશ નોંતરશે. માટે હું એક જ સલાહ આપીશ કે આપણે સહુએ સરકારના આપેલા નિર્દશનોનું ગંભીરતાથી પાલન કરીએ. એકાંતમાં રહી આપણે આપણી એકતાની તાકાત આ વાયરસને દેખાડીએ.
