યાદો ૨૧ દિવસની : ૧૧
યાદો ૨૧ દિવસની : ૧૧


એક ઉંદર પોતાના જ દરમાં ભરાઈ રહેતું, તેના બાપદાદાએ ઘણું અનાજ ભેગું કરી રાખેલું. તેથી તે કયારે બીજા લોકો જોડે સંપર્ક ન કરતું કે બહાર ન નીકળતું બસ પોતાની જ દુનિયામાં ખોવાયેલ રહેતું. એક રાતે તેને દરમાં બેઠા બેઠા ખૂબ કંટાળો આવતો હોવાથી તે બહાર ફરવા નીકળ્યો. ફરતા ફરતા તે ઉંદર પોતાના દરથી ખૂબ દુર નીકળી ગયો. ક્યારે બહાર ફરેલો નહી તેથી દુનિયામાં જોખમ હોય છે એ વાતથી તે બેખબર આરામથી ફરતો હતો. હવે એક ચામાચીડિયા તેને જોઈ લેતા તેના પર હુમલો કર્યો. આ જોઈ ઉંદર હેબતાઈને એક ઝાડની પાછળ લપાઈ ગયું. ચામાચિડિયું પોતાને શોધી રહ્યું છે એ જોઈ ઉંદર ડરીને કેટલીકવાર સુધી ત્યાંજ છુપાયેલું રહ્યું! આખરે ચામાચીડીયાએ ઉંદરને આસાનીથી શોધી કાઢ્યું અને તેને પકડીને ખાઈ ગયું. કમનસીબે તે ઝાડીથી સહેજ જ દુર એક દર હતું જેની જાણ ઉંદરને નહોતી!
આ લોકડાઉન નિમિત્તે આપણે જયારે ઘરે બેઠા છીએ ત્યારે ટી.વી. પર આવતા સમાચાર જોઈ વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ રહેવું
>જોઈએ.
જેથી કરીને જયારે લોકડાઉન પૂર્ણ થાય ત્યારે ૧૫ એપ્રિલે સડકો પર ઉમટી પડેલા ટોળામાં ભળી જાણે અજાણ્યે ખુદને કોરોના વાયરસનો શિકાર થતા બચાવી શકીએ ! યાદ રાખો ૧૪ એપ્રિલે લોકડાઉનનો છેલ્લો દિવસ છે કોરોના વાયરસનો નહીં.