Nirali Shah

Romance Others

4  

Nirali Shah

Romance Others

યાદગાર સફર

યાદગાર સફર

2 mins
427


"અરે ! આકૃતિ બેટા, જરા ઊભી તો રહે." ઓફિસ જવાની ઉતાવળમાં ઝડપથી બહાર નીકળતી આકૃતિને અટકાવતાં ભાવનાબહેને કહ્યું. આથી આકૃતિ બોલી ઊઠી," હવે શું થયું મમ્મી ?"

" જો બેટા ! જગતજનની મા અંબાની કૃપાથી તું સી.એ. પણ થઈ ગઈ અને તને નોકરી પણ મળી ગઈ, હવે તો મારી મા અંબાના દર્શનની બાધા પૂરી કરાવ." અને મીઠું હસતાં આકૃતિ બોલી," મમ્મી, મેં ઓલરેડી આપણા બંનેનું, આ રવિવારની સવારની એસ.ટી. વોલ્વોનું બુકિંગ કરાવી દીધું છે."

રવિવારે સવારની વોલ્વોમાં ભાવનાબહેન અને તેમની દીકરી આકૃતિ અંબાજી જવા નીકળી ગયા. અંબાજી પહોંચીને લાઈનમાં દર્શન કરવા ઊભા રહી ગયા. અચાનક જ લાઈનમાં ઊભા રહેલા ભાવનાબહેન ચક્કર ખાઈને પડી ગયા ને આકૃતિ હજી તેમને ઊભા કરે કે સંભાળે ત્યાં તો લાઈનમાં ધક્કામુક્કી ચાલુ થઈ ગઈ, આ જોઈને પુરુષોની લાઈનમાંથી એક યુવાન રેલીંગ કૂદીને આકૃતિ પાસે આવી પહોંચ્યોને ભાવના બહેનને ટેકો આપીને ઊભા કરવામાં તથા તેમને દર્શન કરાવીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આકૃતિની મદદ કરી. ભાવના બહેને તેનો આભાર માન્યો ને તેનું નામ પૂછ્યું.

યુવાને કહ્યું," હું શર્વિલ પટેલ, અમદાવાદથી,પણ તમે એકલા કેમ આવ્યા છો ? સાથે કોઈ જેન્ટ્સ નથી ?" અને આકૃતિ ધીમા સાદે બોલી," મારા પપ્પાનું ચાર વર્ષ પહેલાં જ હૃદય રોગથી અવસાન થયેલું છે, ઘરમાં ફક્ત હું ને મમ્મી બેજ જણ છીએ."

" ઓહ ! આઈ એમ સોરી ! હું અહી મારા આખા કુટુંબ સાથે આવ્યો છું, મારા બધા કાકા - કાકી, ફોઈ - ફુઆ અને બધા કઝીન્સ આબુ - અંબાજીની ટ્રીપ માટે આવ્યા હતા."

પછી શર્વિલે પોતાના બધા ફેમિલી મેમ્બર્સનો પરિચય કરાવ્યો. વાતમાંથી વાત નીકળતા જ શર્વિલે પૂછ્યું કે "રાતનો લાઈટ - સાઉન્ડ શો તો જોવાના હશો ને ?" અને ભાવના બહેને કહ્યું," ના,બેટા ! આકૃતિની જોબ નવી નવી છે એટલે એને રજા મળે એવું નથી વળી મોડી સાંજ પછી વોલ્વો નથી."

આથી શર્વિલે પોતાની કારમાં અમદાવાદ તેમના ઘર સુધી પહોંચાડવાની વાત કરી ને બંને માં - દીકરીને રોકી લીધા. પાછા વળતાં કારમાં જ વાત - વાતમાં શર્વિલ અને આકૃતિએ એકબીજાના શોખ અને કામ વિશે જાણી લીધું, શર્વિલના મમ્મી સપના બહેનને તો આકૃતિ જોતાવેંત જ ગમી ગઈ હતી. આથી, બંને માં - દીકરી ને ઘરે ડ્રોપ કર્યા ત્યારે જ એમણે ભાવના બહેનને આકૃતિના જન્માક્ષર મોકલવાનું કહ્યું ને આ સાંભળતા જ આકૃતિ શરમાઈને નીચું જોઈ ગઈ. આકૃતિ માટે તો અંબાજીથી અમદાવાદની સફર એક યાદગાર સફર થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance