"Komal" Deriya

Tragedy

3  

"Komal" Deriya

Tragedy

યાદ આવે છે

યાદ આવે છે

1 min
265


આજે હું સવારમાં એનો ચહેરો યાદ કરી રહી હતી, 

આસપાસ એનો અહેસાસ થયો, 

ખબર નહી પણ કેમ જાણે ગુસ્સો સાતમાં આસમાને હતો !

પણ પછી થયું એ કંઈ ગુલામ નથી કે મને પૂછી ને જાય અને હું કંઈ મિત્ર નથી કે બધુ કહીને જાય, 

અમુકવાર થાય એવું કે એણે કહ્યું હોત તો સારું હતું, એ પૂછે મને તો કહેવાની મજા આવે, 

મારાથી વાત છૂપાવવાનો હક છે એને પણ મને એટલોય હક નથી કે હું એને પૂછી શકું ? 

એ ખુલ્લા મનથી ધિક્કાર આપે તો ય મજા આવે, 

કેટકેટલાં પ્રશ્નો છે અને જવાબો કદાચ ડાયરીમાં જ દટાયેલા રહેશે અનંત,

સમય જ નથી એને હવે મને મળવાનો,

મારી વાતો સાંભળવાનો,

મને બસ થોડીક ધમકાવવાનો,

મને પ્રેમથી જોઈને હસીને શરમાવવાનો,

'જા હેડ હવે' કહીને હાથ પકડી રાખવાનો,

નાની નાની વાતમાં રીસાઈ જવાનો,

અને એક જ ચોકલેટમાં માની જવાનો,

જો હું ના મળું તો ફોન કરવાનો,

કલાકો સુધી ચેટિંગ કરવાનો,

ગુસ્સે થઈને આંખ કાઢવાનો,

અને ખુશ થઈને મને જોવાનો,

આખા દિવસના કામો જાણવાનો,

મારી આદતો સુધારવાનો,

એની પાસે સમય નથી હવે,

એ ઉમળકા સાથે મને મળવાનો..

મને તારો એ ગુસ્સાવાળો ગુલાબી ચહેરો યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy