Kalpesh Patel

Drama Thriller

4.0  

Kalpesh Patel

Drama Thriller

વ્યથાનો વેપાર

વ્યથાનો વેપાર

7 mins
537


આર યુ ઓ કે ?, રાત્રીના છેક ત્રીજા પહોરે પથારીમાં પડખા ફેરવતી નેન્સી ને જોઈ ડેવિડે, પૂછ્યું, નેન્સી એ તેનો જમણો હાથ કપાળ દબાવતા પ્રતિભાવ આપ્યો, આ નેન્સી  તેના નામના અર્થ ને અનુરૂપ "સદા આનંદિત", ને જ્યાં પણ જાય ત્યાં સૌ કોઈ ને આનંદ ને હિલોરા લેતા કરી દે તેવા વ્યક્તિત્વ ની સ્વામી, ડેવિડ ના નેન્સી સાથે ના લગ્ન બંધનથી ગર્વ મહેસુસ કરતો હતો અને તેના એકાકી જીવન તેના આગમનથી  ઉમંગ છવાયો હતો., પણ આજે નેન્સી ને મુંઝારો થતો હોય તેવું લગતા રોબર્ટ વિચારે ચડ્યો, આખરે રાત્રિ ના અઢી વાગે, લિવિંગ રૂમ માં આવી ને આર્મ ચેરમાં બેસી સિગારેટ પેટાવી ને તે વિચારે ચડ્યો અને ...આમ નેન્સી ઉદાસ કેમ?....ને ...છેલ્લા દિવસો ની ઘટના ચલચિત્ર ના રીલ માફક મન માં ઉપસી આવી ... 

અરે ડેવિડ ક્યાં સંભારે છે તું ? જલ્દી તૈયાર થા, યાદ છે ને ? નવ વાગે ચર્ચ માં આજની પ્રાર્થના માં તારે પિયાનો વગાડવાનો છે. રવિવારની સવારની સુસ્તી અને નેન્સી નો ચર્ચ જવાનો નિયમ બંનેમાં હંમેશા, નેન્સી જ જીતતી, સત્વરે તૈયાર થઈ ડેવિડ અને નેન્સી ચર્ચ માં પહોંચી ગયા. આજે નેન્સી ની સાથે નોકરી કરતી " જેની" ની દીકરી ની બાપ્તિસ્મા ( નામ કરણ ) નો પ્રસંગ હતો. નિત્ય પ્રાર્થના પછી જેની ની દીકરી અને જમાઈ  દ્વારા પાદરી એ પવિત્ર પાણી થી તેઓ ની બાળકી ને મંત્રોચાર કરી યથા યોગ્ય વિધિ કરાવી . નેન્સી આ વિધિ થી ઘણી ઉત્સાહી  હતી તે મનોમન આ વિધિ માં પોતા ને જોઈ તેના આવનાર બાળક ના કલ્પના થી રોમાંચિત હતી. 

અરે નેન્સી,... હોઉં સ્વીટ?, ઈટ ઇસ અમેજીંગ ટુ સી યુ,.... બાય ધ વે કમ ટુ અવર હાઉસ નેક્સટ ફ્રાઇડે વિથ યોર હબી,  ફોર ડિનર ."જેની" એ મલકાતાં નેન્સી ને કહ્યું, નેન્સી એ આભારવશ હકાર માં આમન્ત્રણ નો સ્વીકાર કરતો મૂક સંદેશોં પાઠવી "જેની" ને ગ્રાન્ડમધર બનવા બાદલ વધાઈ પાઠવી .

રવિવાર નું લંચ સબ વે માં પતાવી ને અડવાડિયા ની ગ્રોસરી ખરીદ કરી ને ઘેર પહોંચ્યા ને આજના પ્રસંગ ને ભાવિ સંતાન ના સન્દર્ભ માં વાગોળતા બંને જણા "જેની" ના આમંત્રણ થી ખુશ હતા . નેન્સી તું જેની ની પાર્ટીમાં પેલો તારો પર્લ વાઇટ ગાઉન અને લઈટ બ્રાઉન કલર ના " ફર નો કોલર" પહેરજે હું મારો ડાર્ક બ્રાઉન કલર સૂટ પહેરીશ અને જેની ની ગ્રાન્ડ ડોટર માટે તું સારું ફ્રૉક લઇ રાખજે , હા ડેવીડ તે બરાબર રહેશે નેન્સી એ પ્રતીભાવ આપતા બોલી, પણ ઓહ ડેવિડ ...ગાઉન સાથે જ્વેલરી માં શું ? આપણી પાસે તે નથી,. અને ખરું કહું ?... નેન્સી, તું ..જે કોઈ ની સામે જુએ તેને પોતાના કરી દે, તેવા વ્યતિત્વ ની સ્વામી છે, તું પોતે કોઈ બસરાઈ મોતી થી કમ નથી . તારી સુંદરતાને ચમકવા માટે ઘરેણાં ની જરૂર નથી . ખાલી પર્લ વાઇટ ગાઉન અને હા પેલો લાઇટ બ્રાઉન કલર ના - ફર નો કોલર  જ તને બીજા થી અલગ પડશે .એટલે નથી એના કરતા છે, તેના પર તું ગર્વ કર ........કામકાજ .. ની દોડધામ માં શુક્રવાર ની સાંજ આવી ગઈ.

ડેવિડ તું ક્યાં છે ?, ખબર છે ને? આજે આપણે "જેની, ને ત્યાં જવાનું છે, મોબાઈલ પર નેન્સી એ મુંજવણ વ્યક્ત કરી. ફૂલવારા ને ત્યાં પાર્ટી માટે બુકે તૈયાર કરાવું છું, નેન્સી હમણાજ પહોંચ્યો.....ડેવિડ નેન્સી ને જોઈ અવાક રહી ગયો નેન્સી આજે આલ્હાદક લગતી હતી નેન્સી એ ગાળા ઉપર મોતી ના નેકલેસ ઉપર હાથ ફેરવતા બોલી, ડેવિડ સૉરી, મારિયા એ તેનો આ ના મોતીનો નેકલેસ મને પહેરવા આપ્યો છે, હું તેને નારાજ કરી ન કરી શકી, સોમવારે પરત કરી દઈશ, ઓ નેન્સી, ઈટ ઇસ ઓ કે ડાર્લિગ, એઝ યુ વિશ, કહેતા તૈયાર થવા ગયો....

પાર્ટી માં સમયસર પહોંચવાથી નેન્સી ખુશ હતી, ડેવિડે ઓર્ચિડ ના ફૂલ મહેકતો બુકે મારિયાની દીકરી ને આપ્યો અને નેન્સીએ પિન્ક ફ્રોક જેની ની ગ્રાન્ડ ડોટર ને પ્રેઝન્ટ કર્યુ, અને તે મેરેલિન, મેરી, એલિજા અને મારિયા, જે નેન્સી સાથે વોલમાર્ટ માં સાથે કામ કરતા હતા તેઓ સાથે જોડાઈ ને ડેવિડ ની ઓળખાણ કરાવી રહી હતી તેવામાં "જેની" પણ તેમાં માં જોડાઈ અને બધા એ નેન્સી ને ગીત ગાવા કહ્યું,  તો નેન્સી માદક નજરે પિયાનો ઉપર નજર નાખી ડેવિડ સાથ આપવા ઈશારો કર્યો.

ડેવિડે સૂટ ના બટન ખોલી ને પાર્ટી હોલ ના ખૂણા માં પડેલા ગ્રાન્ડ પિયાનો ઉપર નજર દોડાવી અને બેન્ચ ઉપર આસાન જમાવી ને પિયાનો ઉપર ઈન્ટ્રો વગાડતા વગાડતા .. બ્રુનો માર્સ નું વિખ્યાત ગીત  - 'When I Was Your Man .  ની સુરાવલી છેડી અને નેન્સી એ તેના સુરીલા કંઠ થી ગીત ગાઈ ગાવાનું શરુ કરતા, બીજા યુગલો ડાન્સ માં જોડાયા . ડેવિડ ની પિયાનો ઉપર થરકતી આંગળીઓ નો કમાલ ગણો કે નેન્સી ની આ માદક ગીત ની રજુઆત, ગણો, પરંતુ "જેની" ની ડિનરપાર્ટી માં લોકો એક બીજી દુનિયા માં ખોવાઈ ને આનંદ વિભોર થયા.

પાર્ટી માંથી પરત આવતા રોબર્ટ આજે ખુશ હતો લગ્ન પછી પહેલીવાર આજે નેન્સી સાથે ફોટા પડાવવા નો મોકો ને પાર્ટી ની મજા માણી હતી. અને આખા રસ્તે ગાડીમાં ગીતો ગણગણતા ઘેર પહોંચી ને નેન્સી ને સાથે સેલ્ફી પાડવા ઈશારો કરતા ખભે હાથ રાખી ને મોબાઈલ માં ફરીથી કેટલીક સેલ્ફી લીધી .રોબેર્ટ જોયું કે નેન્સી થોડી અપસેટ લાગતા પૂછ્યું નેન્સી શું વાત છે ?, તારી તબીયત તો સારી છે ને ? નેન્સી ઉદાસીનતા છુપાવી પોતાને નિયંત્રણ માં રાખતાં બોલી રોબર્ટ, પ્લીઝ લીવ મી અલોન,  ...

 ટેરવા સિગારેટ થી દાજ્યા .... ને ડેવિડ જબ્ક્યો ... અને સિગારેટ બુજાવી ને આર્મ ચેર થી ઉભો થઇ ને મોબાઇલ લીધો, જેની ની પાર્ટી ના ફોટા જોવા માંડ્યો. ડેવિડ નું મગજ બારાબર દોડવા માંડ્યું, પાર્ટી માં જતા નેન્સી નો ઉત્સાહ પાર્ટી ની રોનક ને છેલ્લે ઘેર આવ્યા પાછી ની લીધેલી સેલ્ફી જોતા વેંત માં જ, નેન્સી ની ઉદાસી નું કારણ ધ્યાન માં આવ્યું, હા  ઘેર આવ્યા પછી ની સેલ્ફી માં નેન્સી ના ગાળા માં મારિયા નો નેકલેસ નહતો,.

અરે નેન્સી ડાર્લિંગ ક્યાં સાંભરે છે ચા રેડી છે, તૈયાર થઇ જા, જો તો ખરી કેટલા વાગ્યા છે, નવ વાગે રવિવારની પ્રાથના માં જોડાવવા ચર્ચ માં જવાનું છે,  ઉદાસ નેન્સી ને ત્રાંસી આંખે જોતાં ડેવિડ મન માં મજા લેતો હતો. ચાવી દીધેલ રમકડાં ની જેમ ઊભ થઇ ને નેન્સી તૈયાર થઇ, ડેવિડ સાથે ચર્ચ ની પ્રાર્થના સભા માં ગઈ.

હરહંમેશ ની જેમ સબ વે માં લંચ ટેબલ ઉપર પહોંચ્યાં, ડેવિડ બોલ્યો નેન્સી, ,,આ શું હાલત કરી છે તારી.. મારા થી કાંઈ ભૂલ થઇ છે? ..કેમ નારાજ છે .. કાંઈ કહો તો ખબર પડે અમારી ભૂલ થઇ હોય તો માફ કરો, .. ડેવિડે જોયું કે નેન્સી પરાણે તેના આંસુઓ ને ખાળી રહી છે ને મુંજાય છે, એટલે વાત ને ટાળતા કહ્યું જલ્દી ઓર્ડર આપો મેમસાહેબ, આજે તમારી પસંદ નું જમશું ...જમ્યા પછી રૂટિન ગ્રોસરી ખરીદ કર્યા પછી ઘેર જતા રસ્તામાં ડેવિડ બોલ્યો, હે નેન્સી, ચાલ આજે મારાં એક મિત્ર રોબર્ટ ને ત્યાં જઈયે, આ સંભારતાં જ નેન્સી ડેવિસ ને શું પ્રતિભાવ આપું તે વિચારતી હતી .... અને જોયું તો તેઓની કાર એક હાઉસ પાસે રોકાઈ, વ્યાકુળ નેન્સી સ્વસ્થ થાય ત્યાં તો ડેવિડે હાંક મારી ને ગાર્ડન કામ કરતી વ્યક્તિ ને બોલાવ્યો તો તે ઉત્સાહ થી દોડી આવ્યો,    ડેવિડે કહ્યું રોબર્ટ મીટ માય વાઇફે શી ઇસ નેન્સી, અરે ડેવિડ  કઈ ભૂલો પડયો આ બાજુ ?, નવાઈ ના લગન કર્યા છે, તો આ ગરીબ ને ભૂલી ગયો હતો કે શું?, નેન્સી ઉપર નજર પડતા તે છોભીલો પડી ગયો અને અવાજ માં મીઠાસ લાવી આવકાર આપ્યો .

ડેવિસ, યુ આર લકી, એન્ડ નાન્સી યુ આર લૂકિંગ  ગોર્ગીયાસઃ રોબેર્ટ અંક મિચકારતા કહ્યું, શું લઈશ બોલ ?,, ના રોબર્ટ અમો લંચ પતાવી ને આવ્યા છીએ, સમ અધર ટાઈમ, ..ટુડે વી વીલ ટેક ઓન્લી ટી . રોબેર્ટ બુ મ પાડી... ઓ મારિયા મારો મિત્ર અને તેના વાઈફ આપણે ઘેર આવ્યા છે, તેઓ ચા પીશે, અને હા, હું પણ તેઓ ને કંપની આપીશ .રોબર્ટ પહ ડેવિડ ની માફક સિગરેટ નો શોખીન લાગ્યો બંને સિગારેટ પેટાવી વાતે વળગ્યા, ઉદાસ નેન્સી ની આંખમાં ક્ષણિક ચમકારો ને પાછી રિઝર્વ થઇ ગઈ.

 સોફામાં એકલી પડેલી નેન્સી એ રૂમ માં આમ તેમ જોતા સામે દીવાલ ઉપર રોબર્ટ ની સાથે તેની બહેનપણી મારિયા નો પોટ્રેઈટ જોતા પામી ગઈ, આ તો તેની સાથે વોલમાર્ટ માં કામ કરતી મારિયાનું ઘર છે, તેની મુંજવણ હવે પરાકાષ્ઠા એ હતી મનોમન ડેવિડ થી તે નારાજ  થતી હતી,  ત્યાં મારિયા એ ચા ની ટ્રે સાથે રૂમ માં પ્રવેશ કર્યો, હવે ચોંકવાનો વારો મારિયા નો હતો, અરે નેન્સી તું, હાઉં નાઇસ તો સી યુ ટુ માય હાઉસ ?, કહેતા ચા નો કપ ડેવિડ ને આપતા નેન્સી તરફ આંખ ફરકાવતા બોલી, રોબર્ટ આ તમારો મિત્ર ડેવિડ .. તેને તો હું પહેલા હું મળી ચૂકી છું કહેતા શુક્રવાર ની પાર્ટી ના ગીત ના વખાણ ના ફૂલ વેર્યા .

ચા પીધા પછી, રોબર્ટ અમે નીકળીએ, ફરી થી આવશું કહેતા ડેવિડે નેન્સી ને એક બોક્સ આપ્યું અને, તે મારિયા ને આપવા.ઈશારો કર્યો. નેન્સી એ હાથ માં રહેલા બોક્સ ના ઢાંકણ ને હડસેલતા જોયું .. તેનું હૃદય થડકારો ચુકી.. તરત જ હર્ષ થી ફરી ધબકવા માંડ્યું, , હા તેમાં મારિયા નો નૅકલેસ હતો.નેન્સીએ મારિયાને બોક્સ આપી આભાર માની ને ઘેર આવવા નિમંત્રણ પઠવ્યું .

નેન્સી હવે હળવી હતી છેલ્લા લગભગ છત્રીસ કલાક થી મારિયાના ખોવાયેલ નૅકલેસ અંગે ઉદભવેલા તાણ થી મુક્ત હતી, મારિયા ના ઘેર થી પરત ફરતા તેના સવાલો ચાલુ થઇ ગયા, ડેવિડ તને મારિયાનો નેકલેસ ક્યાં થી જડ્યો, ડેવિડે વાતને ટૂંકી રાખતા કહ્યું, નેન્સી શું માને છે, તારા ડેવિડ ને,  "તું મારા જીવન યાત્રા ની સાથી છે, અને " જીવન સાથી પોતાની છે,  કે પોતાની ગણવી, એમાં સમય વિતાવવા ની જરૂર ન હતી, "તારું દુઃખ મારુ, અને મારુ, સુખ તે તારું" તેવા શપથ મેં આપણા લગ્ન વખતે ખાલી લેવા ખાતર નહોતા લીધા .

છાના ડુસકાઓ શાના વહાવે.. રંગીન ક્ષણો આપણી ?, અમે તો, વ્યથા "તમારી" ને, અમારી છે જાણી"  

તને મુંજવણ માં જોતા મેં બધા ફોટા જોયા અને ખબર પડી કે મેમસાહેબ ની મુંજવણ નું કારણ નેકલેસ છે . ઘેર આવ્યા ત્યારે સેલ્ફી પાડી તેમાં તે તારા ગાળા નહતો, બસ પછી તો બંદા બેસે ખરા..... "જેની, ને ત્યાં છેક છેલ્લા ફોટા સુધી નેકલેસ તારા ગળા માં હતો અને ઘેર આવ્યા ત્યારે તે નહતો તો તે ક્યાં હોય શકે? તો તે આપણી ગાડી માં હોય કે, ક્યાં તે આપણા વોકવે કે આપણા ઘરમાં જ હોય, હું ફરી વર્યો બધે અને, તે તારા લાઇટ બ્લૂ કલર ના કોલર ફર માં ભરાયેલ હતો .અને તારા મોબાઈલ ની અડ્રેસ્સ બુક જોતા મારિયા તો મારા મિત્ર રોબર્ટ ની વાઈફ નિકળી . 

થોડી મસ્તી કરવા હેતુ અને નેન્સી તે મને તારાથી અલગ ગણી ને તારી મુજવણથી દૂર રાખી એકલી દુઃખી થતી હતી, એટલે આ ડેવિડે વિચાર્યું કે ભલે બે ત્રણ કલાક વધુ દુઃખી થાય .... સાચું કહું નેન્સી તને ઉદાસ જોઈ ને ડેવીડ બેહાલ થાય છે, એવું થતું હશે?  . ડેવિડ યુ આર ગ્રેટ, .બોલ નેન્સી કર્યો ને અમે વ્યથા નો વેપાર, આઈ વીલ નેવર ટેક એની બડી સ્ટફ નાઉ, ઇટ્સ ઓકે હની, ડેવિડ નેન્સી વાળ માં આંગળી ફેરવતાં બોલ્યો નેન્સી તને મલ્ટી-પ્લેક્સ માં મૂવી જોવું ગમશે?....


Rate this content
Log in

Similar gujarati story from Drama