STORYMIRROR

Swati Dalal

Tragedy Others

3  

Swati Dalal

Tragedy Others

વ્યથા

વ્યથા

1 min
263

આશકા, ઓફિસમાંથી આવેલો ફોન મૂકીને વિચારમાં પડી ગઈ... ઝળહળતું ભવિષ્ય અને કારકિર્દી તેની રાહ જોઈ રહ્યા હતા.

આઠ મહિના સુધી મેટરનીટી લીવ પર રહ્યાં બાદ 'નેહુ' ત્રણ મહિનાની થતાં જ આશકાને ઓફિસ યાદ આવવા માંડી હતી. નેહુની દેખભાળ માટે આખા દિવસની બાઈ રાખીને, તેને બધું સમજાવી ને આજે આશકા ઓફિસ જવા અને ફરીથી એક નવી શરૂઆત કરવા તૈયાર થઈ.

     ઓફિસ બેગ ખભે લટકાવીને, ઘરના ઉંબરાની બહાર પગ મૂકતા જ, નેહુના રડવાનો અવાજ સંભળાયો. એક પગ ઘરમાં અને બીજો ઉંબરાની બહાર રાખીને આશકા સ્થિર થઈ ગઈ .......એક તરફ કારકિર્દી અને બીજી તરફ માતૃત્વ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy