Rahul Makwana

Tragedy Inspirational Thriller

3  

Rahul Makwana

Tragedy Inspirational Thriller

વ્યથા

વ્યથા

3 mins
363


સ્થળ : ઇન્ડિયન આર્મી રેજીમેન્ટ

સમય : રાતનાં 9 કલાક.

બધાં સૈનિકો જમીને પોત પોતાનાં કામમાં વ્યસ્ત બની ગયેલાં હતાં. બરાબર એ જ સમયે મેજર યજવેન્દ્ર સિંહ થોડા ગભરાયેલી હાલતમાં આવી પહોંચે છે. મેજરને આવતાં જોઈ બધાં સૈનિકો એકઠા થઈ "જય હિન્દ" બોલીને મેજરને સલામી કરે છે.

"જવાનો ! દુશમનોએ એકાએક આપણી સરહદ પર હુમલો બોલાવી દીધેલ છે."મેજર ગંભીર અવાજમાં બધાં સૈનિકોને જણાવતાં બોલે છે.

"જી ! સર અમે બધાં તૈયાર છીએ !" કેપ્ટન વિક્રાંત અગ્રવાલ જુસ્સા સાથે બોલે છે.

"અને હા તમારા આ ઓપરેશનને કેપ્ટન વિક્રાંત લીડ કરશે !"વિક્રાંતની સામે જોઈને બધાં સૈનિકોને જણાવતાં મેજર બોલે છે.

"યસ ! સર !" બધાં સૈનિકો સહમતી દર્શાવતા બોલે છે.

"જય હિન્દ" મેજર બધાં સૈનિકોમાં જુસ્સો ભરતા બોલે છે.

એક કલાક પછી

જોત જોતામાં તો બધાં જ સૈનિકો હથિયાર સાથે સજ્જ થઈ સરહદ તરફ એક અલગ જ જુસ્સા અને હિંમત સાથે આગળ ધપવાં માંડે છે.

સરહદ પર પહોંચ્યા બાદ આપણાં દેશનાં સૈનિકો અને દુશ્મન દેશનાં સૈનિકો વચ્ચે ઘમાસાણ યુદ્ધ ખેલાય છે. ચારેબાજુએથી આપણાં અને દુશ્મનદેશનાં સૈનિકો સામે ઘમાસાણ યુદ્ધ ખેલાય છે, ચારેબાજુએથી ગોળીઓ અને તોપગોળા અને બરુદગોળા ફૂટવાનો એકદમ તીવ્ર કાન ફાડી નાખે તેવા પ્રચંડ ધડાકાઓ સાંભળવા લાગ્યાં હતાં, ચારે બાજુએ ધુમાડા અને ધુળોની ડમરીઓ છવાઈ ગયેલ હતી. જ્યારે આ બાજુ આપણાં દેશમાં વીર સૈનિકો હિંમતભેર અને દેશપ્રેમનાં જુસ્સા સાથે પૂરેપૂરી હિંમતથી સામનો કરી રહ્યાં હતાં, જ્યારે આ બાજુ કેપ્ટન વિક્રાંતનાં માર્ગદર્શન હેઠળ આપણાં સૈનિકોએ દુશ્મન દેશનાં સૈનિકોની બધી જ ચોકીઓ ઉડાવી દીધી, તેમ છતાંય સામેની તરફથી હજુય ગોળીબાર થઈ રહ્યો હતો, આથી વિક્રાંત દુરબીનથી જોવે છે, જેથી તેને ખ્યાલ આવે છે કે દુશ્મનો બંકરમાં છૂપાઈને ગોળીબાર કરી રહ્યાં હતાં.

"છૂપાઈ છૂપાઈને શું હુમલો કરો છો ? હિંમત હોય તો સામી છાતીએ હુમલો કરો." આટલું બોલી વિક્રાંત ગ્રેન્ટમાંથી પિન કાઢીને દોટ મૂકે છે, અને પોતાની નજર સામે રહેલ બંકર પર ફેંકે છે, બરાબર એ જ વખતે દુશ્મન સૈનિકની એક ગોળી કે જેનાં પર વિક્રાંતનું મોત લખેલ હતું, તે વિક્રાંતનાં દેહને છેદીને આરપાર નીકળી ગઈ, એ સાથે જ તેણે બંકરમાં ફેંકેલ ગ્રેન્ટ બ્લાસ્ટ થાય છે, આ સાથે જ આપણો ફતેહ થાય છે.

  બરાબર એ જ સમયે સૈનિકો વિક્રાંતની નજીક આવી પહોંચે છે.

"જી ! મારું એક કામ કરશો ?" વિક્રાંત વિનંતી કરતાં બોલે છે.

"જી ! સર !" સોલ્જર અભિનવ સહમતી દર્શાવતા બોલે છે.

"ગઈકાલે રાતે હું મારી પત્નીએ મને મોકલાવેલ ચિઠ્ઠી વાંચી રહ્યો હતો, પરંતુ એ ચિઠ્ઠી હું પૂરેપૂરી વાંચી શક્યો નથી, અને હવે મને નથી લાગતું કે હું વધારે સમય જીવી શકીશ, તો મને ઝડપથી વાંચી સંભળાવીશ ?" અભિનવના હાથમાં ચીઠ્ઠી મુકતા વિક્રાંત બોલે છે.પછી અભિનવ ચિઠ્ઠી વાંચવાનું શરૂ કરે છે.

"વિક્રાંત ! હું આજે એટલી ખુશ છું કે તમને મારી ખુશી કેવી રીતે જણાવું એ મને ખ્યાલ જ નથી આવી રહ્યો ? મેં ઘણું બધું વિચાર્યું કે તમને આ ખુશ ખબર કેવી રીતે આપવી, ઘણું વિચાર્યા બાદ અંતે મને વિચાર આવ્યો કે આ ખુશ ખબર તમને પ્રેમપત્ર દ્વારા જ જણાવું… એ ખુશખબર એ છે કે આપણાં ઘરમાં તમારા જેવા જ એક નીડર, બહાદુર અને હિમતવાળા એક છોટે કેપ્ટન જન્મ લેવાનાં છે, તમે "પપ્પા" બનવાનાં છો…!"

"સર! સર !" અભિનવ અધવચ્ચે જ બૂમ પાડી ઊઠે છે.

  જાણે આ ચિઠ્ઠીમાં લખેલ ખુશીનાં સમાચાર સાંભળવા જ વિક્રાંતનો આત્મા તેનો દેહ ના છોડી રહ્યો હોય તેવું અભિનવ અનુભવી રહ્યો હતો, આ સમાચાર સાંભળતાની સાથે જ વિક્રાંત વીરગતિ પામે છે. વિક્રાંતની પત્ની ઘણીવાર તેને પ્રેમપત્ર લખતી હતી. જેને લીધે વિક્રાંતને સરહદ પર પોતાનો વિકટમાં વિકટ સમય પસાર કરવામાં સારો એવો જુસ્સો અને હિંમત મળી રહ્યાં હતાં. વિક્રાંતની પત્નીએ આ વખતે જે પ્રેમ પત્ર લખેલ હતો, તેમાં તેણે પોતાના પ્રેમની નિશાની રૂપ આવનાર સંતાન વિશે ખૂબ જ વ્હાલભર્યા શબ્દોમાં જણાવેલ હતું. જ્યારે વિક્રાંત માટે આ ખુશખબર ભલે ક્ષણિક હોય પરંતુ એક જ ક્ષણમાં જાણે વિક્રાંતે પોતાની જિંદગી જીવ્યાનો આનંદ માણી લીધો હોય તેટલો ઉમંગ અને ઉત્સાહ અંતિમ સમયે વિક્રાંતના ચહેરા પર છવાયેલ હતી, જે વિક્રાંતના દર્દ અને દુઃખોની લકીરોને ઢાંકી રહી હતી.

પ્રેમપત્રમાં એક ગજબની તાકાત રહેલ હોય છે, જે વિક્રાંતના કિસ્સામાં બનેલ હતું. એમા પણ પહેલાં અને છેલ્લા પ્રેમપત્રનું તો એક અલગ જ મહત્ત્વ રહેલું હોય છે, પ્રેમપત્ર એ બે પાત્રોને એક કરતું માધ્યમ કે બે હૃદયને એક તાંતણે જોડવાનું ઉત્તમ માધ્યમ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy