વ્યક્તિવિશેષ ૧
વ્યક્તિવિશેષ ૧
નરસિંહ મહેતા : જૂનાગઢને કર્મભૂમિ બનાવી ભક્તિરસથી તરબોળ કરનાર કવિ.
જૂનાગઢ એ આપણા ' આદિકવી' તરીકે ઓળખાતા ભક્તકવિ નરસિંહ મહેતાની ની કર્મભૂમિ છે. નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એક અમીટ છાપ છોડી છે. 'જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ' કહીને ઈશ્વર ને જગાડનાર આ કવિના ભક્તિકર્મથી જૂનાગઢ સમૃદ્ધ થયું છે તો તેમના કવિકર્મથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. પ્રભાતિયાં હોય કે ભજન, લોકગીતો હોય કે ગરબા દરેક ને ભક્તિરસમાં ઢાળીને ઈશ્વર ને સાક્ષાત થનાર ના કવિના ચોરામાં ગરબી રમાય છે તો તેમના નામનો ગુજરાતી સાહિત્ય નો સર્વોચ્ચ એવોર્ડ અપાય છે અને હમણાંથી જૂનાગઢ ને તેમના નામની યુનિવર્સિટી પણ મળી. આટઆટલો સમય વીતી જવા છતાં પણ હજુ એ ચિરંજીવ છે. એટલેજ તો મનોજ ખંઢેરિયા ને લખવું પડ્યું હશે કે ........
" તળેટી એ જતા એવું લાગ્યા કરે છે.
હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે."
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઇ.સ. પૂર્વે આશરે 1414 માં શ્રી કૃષ્ણ દાસ મહેતાને ત્યાં થયો. તેમના પત્ની નું નામ માણેક બાઈ હતું . પુત્ર શામળ દાસ અને પુત્રી કુંવર બાઈ એમ બે સંતાનો હતા. કોટુંબીક કારણોસર તેઓ જૂનાગઢ આવીને વસ્યા હતા. અને જૂનાગઢને કર્મભૂમિ બનાવી હતી. તેઓનું મૃત્યુ ઇ.સ. 1481 માં માંગરોળ મુકામે થયું હોવાનું માનવામાં આવે છે.
નરસિંહ મહેતાની આ માહિતી મેળવ્યા બાદ હવે તેમના સાહિત્ય સર્જનમાં ડોકિયું કરીયે..
જૂનાગઢ ને કર્મભૂમિ બનાવનાર આ ભક્તકવિ એ સાહિત્યિક ગૌરવ પ્રદાન કર્યું છે. અને ગુજરાતી ભક્તિ સાહિત્યમાં પોતાની અમીટ છાપ છોડી જનાર આ ભક્તકવિ ની રચનાઓ મોટેભાગે ઝૂલણા છંદમાં જોવા મળે છે.
ગાંધીજી ને પ્રિય એવું .....
" વૈષ્ણવ જ
નતો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે. "
જેવું માનવતાના સાચા લક્ષણો દર્શાવતું ભજન નરસિંહ મહેતાએ આ જગત ને આપેલી અણમોલ શીખ છે. માત્ર ભજનની બેજ પંક્તિઓ માં આટલી સહજતાથી લોકોને જીવનનો ખરો બોધ આપી ગયા છે. તો વળી ઈશ્વર ના અસ્તિત્વ અને સ્વરૂપ નું નિરૂપણ તેમની એક બીજી રચનામાં ખૂબ સુંદર કર્યું છે.
" અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાસે.
દેહ માં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદવ્યાસે."
નરસિંહ મહેતા એ કૃષ્ણ ની રાસલીલા ની ઝાંખી કરાવતા ગરબા પણ ખૂબ સુંદર રચ્યા છે. એક એક ગરબાના તાલે માણસનું મન અને તને હિલ્લોળે ચઢે છે. માનવ સ્વભાવને સારી પેઠે જાણનાર આ કવિના કેટલાક ગરબા ને અહીં મુકું..........
"નાગર નંદજી ના લાલ !
રાસ રમતા મારી નથડી ખોવાણી"
" અમે મૈયારા રે ....ગોકુળ ગામના ,
મારે મહીં વેચવાને જાવા મૈયારા રે.....ગોકુળ ગામના"
" વા વાયા ને વાદળ ઉમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર ...
મળવા આવો સુંદિરવર શામળિયા.."
હરિ મળ્યાનો હરખને હરખાઈ હરખાઈ ને આ રચનામાં કેવો વર્ણવ્યો છે એતો જૂઓ...
" આજની ઘડી તે રણીયામણી....
હા રે ! મારો વ્હાલો જી આવ્યાની વધામણી જી રે....
આજની ઘડી તે......."
અંતમાં એક એવું રચના કે જે મન મોહી લે.
" ઉંચી મેડી તે મારા સંતની રે...
મેં તો માલી ના જાણી રામ...
હો... રામ...."