સવારનું જ્ઞાન
સવારનું જ્ઞાન


આપણા દુઃખનો સમયગાળો વધવાનું કારણ આપણો વાસ્તવિકતાનો સ્વીકાર મોડો છે એવું હું માનું છું. જેટલો વાસ્તવિકતાનો સ્વીકાર વહેલો એટલો દુઃખનો સમયગાળો ટૂંકો. માણસનો પહેલેથીજ એવો સ્વભાવ રહ્યો છે કે પરિસ્થિતિનો જલ્દી સ્વીકાર ના કરવો. સુખને હસતા મોઢે સ્વીકારનારા આપણે દુઃખને તો વિચારી ધ્રુજી ઉઠીએ છીએ. પણ ક્યારેક આપણા દુઃખી હોવાનું કે થવાનું કારણ આપણે પોતેજ હોઈએ છીએ. એવું મનોવિજ્ઞાન માને છે. એટલે જીવનમાં જે મળે તેને સહજતાથી સ્વીકારી લેવું.