Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Nilesh Limbola

Inspirational Others

3  

Nilesh Limbola

Inspirational Others

સબંધો : જીવનનો અભિન્ન અંગ

સબંધો : જીવનનો અભિન્ન અંગ

3 mins
984


આ લેખની શરૂઆત કરતા પહેલા મારે શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક " માનવ સંબંધો"ની પૂર્વભૂમિકામાં લખેલી કેટલીક વાતો કરીને કરવી છે. તેઓ લખેછે "જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. ઈચ્છાએ કે અનિચ્છાએ સંબંધો તો બંધાતા જ હોય છે અને તૂટતા પણ હોય છે સંબંધોનું બાંધવું અને તૂટવું એ સુખ દુઃખનો મહત્વનો ઘટક છે." સંબંધોની વાત કરતા પહેલા મને આ વાક્ય અહીં મૂકવું વ્યાજબી લાગ્યું કારણ કે, કૈક મેળવ્યાની અને કૈક ગુમાવ્યાની અનુભૂતિ સંબંધો કરાવે છે. જન્મથી લઈને મૃત્યુ સુધીની સફરમાં માણસે જે જે ગુમાવ્યું અને જે જે મેળવ્યું તેનો અફસોસ અને ઉજવણી કોની સાથે કરે ? કોની આંગળી પકડી માણસ ચાલતા શીખ્યો ? કોના શબ્દો એ તેને જીવવાની હિંમત અને પ્રેરણા આપી ? કોના સહારે નાની મોટી સમસ્યાઓમાંથી બહાર આવ્યા ? એ કોણ છે કે જે તમારું મોઢું જોઈને તમારી મનોદશા જાણી લે છે ? તમારી લાગણીઓ, ઈચ્છાઓ, સપનાઓ, વ્યથાઓ, તમે જેની સાથે બેસીને વ્યક્ત કરો છો એ કોણ છે ? આ બધા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપવાના હોય તો તેનો જવાબ છે સંબંધો. હા એ તમારા માતા-પિતા, મિત્રો, ભાઈ-બહેન,પતિ કે પત્ની, સગા સંબંધીઓ, અને તમારા સ્વજનોજ હોવાના કે જે તમારા સુખ-દુઃખ ના સાથી છે, સહભાગી છે, સંબંધો જ માણસને સુખી કરે છે અને સંબંધોજ માણસને દુઃખી કરે છે. છતાં પણ આપણે તેનાથી મુક્ત થઇ શકતા નથી એ વાસ્તવિકતા છે. માટે ઝગડો થવો, અણબનાવ થવો, મનદુઃખ થવું,સ્વમાન ઘવાવું, અપરાધ ભાવના થવી વગેરે સ્વાભાવિક છે.

સમયની સાથે સંબંધો બદલાય છે, વર્તન બદલાય છે અને પછી જીવન. એક એક પગલું આગળ વધતા જઈએ તેમ તેમ જીવનની અવસ્થાઓ આવતી જાય છે. સંબંધો બદલાતા જાય સંબંધોની વ્યાખ્યા બદલાતી જાય. અભ્યાસકાળમાં, વ્યવસાયિક જીવનમાં, જાહેર જીવનમાં, અંગતજીવનને ભરપૂર કરનારા સંબંધો છે. લોકોની સાથે આપણે એક યા બીજી રીતે સંબંધોથી જોડાયેલા છે. જેમ મેઘધનુષમાં સાત રંગો હોય તો જ એની સુંદરતા છે તેમ સુખ દુઃખ, અફસોસ, પ્રેમ, વ્યથા, લાગણીઓ, નિષ્ફળતા, સફળતા, પ્રસંગો વગેરે જો જીવનમાં હોય તોજ જીવનની ભવ્યતા વધે. આ બધા જીવન ના રંગો છે.

સંબંધો એ પોરો ખાવા માટેનો એક વિસામો છે. સંબંધો એક એવી દુનિયા છે કે જ્યાં 'હળવાશ'નો જન્મ થાય છે. સંબંધો એ માણસને પ્રફુલ્લિત રહેવાનો પ્રાણવાયુ છે. સંબંધો બાંધવા જેટલા સહેલા છે એટલાજ તેને નિભાવવા અઘરા. આ એક એવું મુકામ છે જ્યાં માણસને થોડો સમય ટકવું ગમે, વસવું ગમે, શ્વાસવું ગમે , જીવવું ગમે. થાકીને ઘેર આવતાંવેંત જે થાળીમાં પીરસાય છે તે સંબંધને આભારી છે. સંબંધો નવી દુનિયાના દ્વાર ખોલે છે. નવો અભિગમ, નવો વિચાર, નવી જિંદગી અર્પે છે. જે નવીનતાના વિસ્મયને આપણી સમક્ષ રજુ કરે તે સંબંધો છે.

સમગ્ર જીવસૃષ્ટિ આદિકાળથી વર્તમાન સુધી કોઈના સહારે ટકી શકી હોય તો તે સંબંધો થકી. સંબંધો વિશે લખવું, વિચારવું,વાતો કરવી એકદમ સહેલી લાગે. પરંતુ, સંબંધોમાં જીવવું એ એ ખુબજ અઘરું. જેની સાથે આપણે આજીવન અનુસંધાન છે તેને આપણે પૂરતું પોષણ આપતા નથી. આપણી દોટ પૈસા પાછળ, ઈચ્છાઓ સંતોસવા પાછળ, અન્યથી અલગ દેખાવ પાછળ, સર્વશ્રેષ્ઠ બનવાના પ્રયત્ન પાછળ જેટલી તીવ્રતાથી હોય છે એટલી તીવ્રતાથી સ્વજનોની લાગણી ને ઠેસ પહોંચાડવામાં જાણે મહારથ હાંસિલ છે. કોના માટે કમાવાનું ?કોના માટે કશુક મેળવવાનુ ? કોના માટે જીવવાનુ ? જીવન માં જો કદાચ એકાદ વખત જો થોડો સમય સહન કરી લેવાથી જીવનભર સુખની પ્રાપ્તિની તક ઉભી થતી હોય તો પોતાની જાતને દુઃખી થવા દેવામાં મજા છે. આપણે ક્યારેય કોઈ પરિસ્થિતિમાંથી ભાગી છૂટીવા મથીયે તોય છૂટવું અશક્ય છે. માટે તેનો સ્વીકાર કરીને જીવવાનું વ્હાલું કરવું. આજ જીવનની ખરી ઉપલબ્ધી છે. મારા મતે આજ ખરું જીવન છે . જીવી જાણવા કરતા જાણીને જીવવું સારું છે. સંબંધોને સમજો તેને સાચવો તેને સીંચો પોષણ આપો તમે સ્વયં અંકુરિત થતા રહેશો.


Rate this content
Log in

More gujarati story from Nilesh Limbola

Similar gujarati story from Inspirational