Nilesh Limbola

Children Stories

3  

Nilesh Limbola

Children Stories

હોળી

હોળી

2 mins
290


હોળી : "તું રંગાઈ જાને રંગમાં......" કે પછી......" રંગ દે તું મોહે ગેરુઆ ?? "

         હોળી એના આગમન નો સંદેશો કેસૂડા દ્વારા મોકલે છે. તહેવાર અને એમાંય રંગોનો તહેવાર એટલે હોળી. આ તહેવાર માં કોઈ મીઠાઈનું ભોજન નથી હોતું તોય પણ જે સામગ્રી સાથે આ તહેવાર ઉજવવાનો છે એમાં મમરા, ધાણી અને નાળિયેર છે અને એમાં મીઠાસ ઉમેરતા ખજૂર પતાશા અને સાકર છે. સ્વાદ વગરની સામગ્રીમાં મીઠાસ ભળે છે અને તહેવાર મીઠો બની જાય છે તો રંગો ઉમેરાતા રંગીન બની જતો આ તહેવાર છે. 

         દરેક રંગો આમતો એનો એક સ્વભાવ ધરાવે છે. રંગોને આપણે આપણા જીવનમાં વણી લેવાના છે. ત્યારે આપણા જીવનની ખરી સાર્થકતા સિદ્ધ થઈ કહેવાય. તહેવાર સંદેશ લઈને આવે છે પછી એ કોઈપણ હોય. ગુસ્સો, પ્રેમ, લાગણી, સહાનુભૂતિ, ઉદાસી વગેરે જે માણસના હૃદયમાં મનોભાવો ઉદભવે છે એ પણ રંગોજ છે જીવનના. એને કોના પર કયારે અને કેટલા ઉડાડવા એની સમજણ કેળવવી એ આપણા પર નિર્ભર છે. અને એ દ્વારાજ આપણાં જીવનને કેટલું રંગીન બનાવવું એ આપણે સમજવું રહ્યું. કોઈકને રંગી નાખવાની જે મજા છે એટલીજ મજા રંગાઈ જવામાં આવવી જોઈએ. 

        ચહેરા પર પ્રસન્નતા અને હૃદયમાં પ્રેમનો રંગ હોય તો સામેનો માણસ કેટલો આનંદ થતો હશે? નમી જવામાં, ભેટી જવામાં અને ખુલી ને હસી લેવામાં કે પોક મૂકીને રડી લેવામાં આપણે કેવી અનુભૂતિ થતી હશે? આ બધું કયારેક કરી લેવું કારણકે આપણે આપણા જીવનને એનાથી વંચિત રાખવું એ તો આપણે આપણા પર કરેલો અન્યાય છે. જયારે આપણે આપણા પોતાના જીવનની સાથે ન્યાય નથી કરી શકતા તો બીજાને ન્યાય ક્યાંથી કરી શકવાના ? બીજાની પાસે આપણે આપણી મરજી મુજબનું વર્તન કરે એવી અપેક્ષા રાખીએ તો આપણે પણ એની મરજી મુજબનું વર્તન એની સાથે કરવું રહ્યું. આપણાં કપડાં પણ રંગબેરંગી છે, આપણાં ખોરાકમાં પણ રંગોની વિવિધતા છે, આપણી ચીજવસ્તુઓ પણ રંગીન છે, કુદરતી સંસાધનો પણ રંગોથી ભરપૂર છે, રંગો વગરની દુનિયા આપણે કલ્પી શકતા નથી. તો આપણાં જીવનને આપણે સંવેદના, ભાઈચારા, પ્રેમ, સહાનુભૂતિ, લાગણી, આનંદ વિગેરે જેવા મનોભાવના રંગો વગરની બનાવી ને કેમ જીવીએ છીએ?

         આ પ્રશ્નોના ઉત્તર જો બીજાને પૂછવા એના કરતાં પોતાની જાતને પૂછવા બહેતર છે. કારણકે, જીવનનો બીજો અર્થજ સંઘર્ષ છે. પ્રેમમાં નિષ્ફળતા ઉદાસી નોતરે છે તો કુટુંબજીવનના પ્રશ્નો થકવી દે છે. જીત ખુશી લાવે છે અને હાર અફસોસ. કોઈને કોઈ પરિસ્થિતિમાં માણસને એમાં નાસીપાસ થયા વગર મક્કમતા દાખવી લેવી જરૂરી છે.


Rate this content
Log in