Nilesh Limbola

Others

3  

Nilesh Limbola

Others

વ્યક્તિવિશેષ ૪

વ્યક્તિવિશેષ ૪

3 mins
128


" આ દુનિયામાં કેવળ જીવવું એ કોઈ બહાદુરી નથી. એક દિવસ દરેકે મરવાનુજ છે. શરીર તો નશ્વર છે - એક દિવસ સમાપ્ત થવાનું જ છે. પરંતુ, માનવ શરીર કઈક મહાન - કઈક સારા કામ કરવા માટે છે. જેથી દેશનો, સમાજનો ઉદ્ધાર થાય, સત્યની સ્થાપના થાય, ગરીમાનું રક્ષણ થાય અને સૌનું કલ્યાણ થાય.

- ડો. બી.આર.આંબેડકર.

             આજે 14 એપ્રિલ 2020 દેશના પ્રથમ કાયદામંત્રી, બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા, જ્ઞાની અધ્યાપક, તટસ્થ પત્રકાર, પ્રકાંડ લેખક, અર્થશાસ્ત્રી, એડવોકેટ, તેજસ્વી વિદ્યાર્થી, અગ્રણી રાજનેતા, વિવિધ ધર્મોના અભ્યાસુ, ચિંતક, વિચારક , તત્વજ્ઞાની... વિગેરે ઘણા બધા વિશેષણોથી તેમને સન્માનિત કરી શકાય. એવા ભારતરત્ન ડો. ભીમરાવ રામજી આંબેડકર અર્થાત બાબાસાહેબ ની 129 ની જન્મજયંતી છે.મધ્યપ્રદેશમાં 14 એપ્રિલ 1891ના રોજ એક પછાત સમાજમાં જન્મેલા ડો.આંબેડકર આજે સમગ્ર વિશ્વ માટે એક ' પ્રેરણાપુરુષ ' તરીકે પ્રસ્થાપિત થયાં છે. આપણે જો બાબાસાહેબ ને સમજવા હોય તો પ્રથમ તો તેમને વાંચવા રહ્યા. જ્યાં સુધી એમને પૂર્ણપણે વાંચી નહીં લઈએ ત્યાં સુધી તેમની વિચારધારા ને આપણે સમજી નહિ શકીએ. કોઈપણ રાષ્ટ્ર ના ઘડતર માં આવા મહામાનવો નો ફાળો અમૂલ્ય હોય છે.અને તે દ્વારાજ એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે.

            જાતિવાદથી ખડબદતા સમયમાં ભણીગણીને સમાજમાટે કઈક કરી છૂટવાની ભાવના જન્મ લે તેવો કોઈ અવકાશ દેખાતો ના હોય ત્યારે દ્રઢ મનોબળ કેળવીને આ માણસે વિદેશ અભ્યાસ કરવા સુધીની હિંમત કેળવી લીધી હતી. એટલુંજ નહીં પરંતુ, જે દેશમાં પછાત સમાજ જીવવા ફાંફા મારતો હોય તે દેશનું બંધારણ રચીને તેને બેઠો કરીને ઉભો રાખીને દોડતો કરી દીધાનું કર્મ બાબાસાહેબે કર્યું છે એનો આખો પછાત સમાજ આજીવન ઋણી રેવાનો.તેઓએ આપેલા એક-એક વિચારોમાં એવી તાકાત છે કે એના પર મનોમંથન કરવા મજબૂર કરે. સમાજને શિક્ષણ ના અધિકાર અપાવવા માટે જે સંઘર્ષ કર્યો એના કરતાં દસ ગણો વધુ સંઘર્ષ તો પોતે શિક્ષણ મેળવવા માટે કર્યો. જો વાંચો નહીં કશું જાણો નહિ તો શું ખરું અને શું ખોટું એનો નિર્ણય કેમ કરી શકો?કોઈ વિષય એવો નથી કે તેમને એ વિષય પર અધ્યયન કર્યું નહીં હોય. તેમનો પુસ્તકો પ્રત્યેનો જે લગાવ છે અદ્વિતીય છે. સતત અપમાનો, તિરસ્કાર, આભડછેટ અને ગરીબાઈમાં પોતાના નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે ક્યારેય પીછેહઠ ના કરી. કારણકે, તેઓએ એ કામ હાથમાં લીધું હતું કે જે કામ કરવા માટે આગળ જવું અનિવાર્ય હતું. માણસ જો ધારે તો પોતાના જીવનકાળમાં ઘણુંબધું કરી શકે?

            તેમણે જો સંકુચિત માનસિકતા રાખી હોત તો બંધારણ ની રચના ના કરેત. તેઓને જો પિતાના સ્વાર્થ પુરતોજ અભ્યાસ કર્યો હોત તો બીજાના શિક્ષણ નો વિચાર ના કરેત. તેમનો વિચાર જો પોતાની આર્થિકસદ્ધરતા સુધરવા પૂરતો જ મર્યાદિત રાખ્યો હોત તો મજૂર વર્ગ માટે કોઈ કાર્ય ન કરેત. પોતાના દેશ અને સમાજની સમસ્યાઓ ને જે માણસ પોતાની સમસ્યાઓ માની ને જીવવા લાગે અને તે દિશામાં કર્મ કરવા લાગે ત્યારે જ તે મહાન છે એ સાબિત થઈ જતું હોય છે. શિક્ષિત થવાની અર્થજ એવો થાય છે સર્વ બંધનો માંથી મુક્ત થવું. અને શિક્ષિત વ્યક્તિનો પ્રથમ ધર્મ એ છે કે એણે એના ભાઈભાંડુંઓને સાચી રાહ બતાવવી. તેમણે લખેલા એક પુસ્તક "પ્રોબ્લેમ ઓફ રુપીસ" ના પાયા પર રિઝર્વ બેન્ક ની સ્થાપના થઇ. આપણે માનસિકતા એવી છે કે જે જ્ઞાતિના મહાપુરુષ હોય તેને તે જ્ઞાતિમાં બંધ બેસાડી દઈએ છીએ પરંતુ. મહાપુરુષો ક્યારેય જ્ઞાતિના માળખામાં બેસી જવાના કામ નથી કરતા એ તો સમગ્ર રાષ્ટ્રહિત ના આગ્રહી હોય છે.

             શિક્ષણ માણસ માટે કેટલું મહત્વપૂર્ણ છે તે બાબાસાહેબ ના જીવનમાંથી ખાસ સમજવા જેવું છે. તેઓનું એક વાક્ય અહીં મુકવા યોગ્ય છે."જો સામાજિક પ્રગતિ કરવી હોય તો સ્ત્રીઓ નું અભ્યાસ કરવું પણ એટલું જ જરૂરી છે જેટલું પુરુષોનું " શિક્ષિત થયેલો માણસ બધાને રાહ બતાવી શકે છે. માણસની પ્રગતિ અને અધોગતિ નસીબ ના પ્રતાપે નહીં પણ પોતાના વૈચારિક અને વ્યાવહારિક કારણોસર પણ થતી હોય છે. બાબાસાહેબ ને સમજવા માટે તેમને વાંચવા અને વિચારવા ખૂબ જરૂરી છે. બાબાસાહેબ ને કોટી કોટી વંદન.


Rate this content
Log in