વતન
વતન
વતનનું ધર એકદમ મોટું હોય છે અને ત્યાંના ખેતરની હરિયાળી જોઈ મન ખૂબ હરખાઈ જતું અને ચારેકોર લીલા ખેતર ઊભા હોય અને મસ્ત ઠંડો પવન વાતો હોય એમ ખેતરના એક આંબા ન ઝાડ નીચે ખાટલો ઢાળી સૂવાની મઝા જ કઈક અલગ હતી. ગામડામાં એક સુંદર મોટું ધર પણ હતું જઈ આનંદ કરતા અમે. બા કહે આ તો છે બા ની બાપુજી..એને કદી વેચાય નહિ, પણ હવે જમાનો આવ્યો એવો કે ગામડે કોઈને રહેવું ગમતું નથી અથવા ગામડાની બહાર મોટી શાળામાં ભણવા જવાનું હોય અને પછી મોટા શહેરમાં રહીને નોકરી કરવાની હોય. એટલે હવે તો ગામડે જવાનું જ બંધ થઈ ગયું. બસ વેકેશનમાં જ જવાનું હોય, પણ પપ્પાને ક્યાં વેકેશન હોય તેથી બા અને દાદાનાં રામ શરણ થયા બાદ હવે એ ઘરને વેચવા કાઢ્યું. ત્યારે રહી રહીને યાદ આવતું કે બા ની બાપુજ કદી વેચાય નહિ.
