STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

કડવા લીમડાની છાંય

કડવા લીમડાની છાંય

1 min
201

કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય,

બાંધવ હોય અલબેલડા, તોય પોતાની બાંય.

વરસાદની મોસમ આવી રહી હતી અને ખેતરમાં ઊભો પાક પણ લણવાનો હતો. મોટાભાઈએ બાપા પાસે બેઠક લીધી અને કડવા લીમડાની નીચે ખાટલો હતો ત્યાં નાના બાળકો રમી રહ્યા હતા. બાપાએ કહ્યું આ વરસાદ તો આ વરહે વધુ કાઈ આવે એવું લાગતું નથી પણ હવેળા આ બાજરો અને ઘઉં લેવાઈ જાય તો ઠીક રેયે.

મોટાભાઈએ હાકારો ધરતા બોલ્યા, મે મજૂર માટે તપાસ કરી છે અને તમે ક્યો એ દિ મજૂરોને બોલાવી દઉં. ત્યાં જ લીમડાનો મોર જાણે ઝરતો હોય એમ ઠંડો પવનનો વાયરો વાયો.

બાપા તો જાણે ખુશ થઈ ગયા અને બોલ્યા આ લીમડો કડવો પણ એનો છાંયો શીતળ જેવી લાગે અને એથી જ તો આ વાયરો પણ કેવો મધુર લાગે અને એની શાખાઓ પણ એકબીજાને લગોલગ એકબીજાનો આધાર હોય એમ સાથે જ રહીને ઊભી છે.

મોટાભાઈ બોલ્યા હા, બાપા લીમડા જેવો ગુણ બીજા એકેય માં નઈ હોય હોં.

અને મોટાભાઈ એ પણ કહ્યું, આ જોવો લીમડાનો મોર પણ કેવો દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. ચૈતર મહિનો આવે અને જે તૈણ દા 'ડા લીમડાનો મોર જે વાટી ને પીવે એને જિંદગીભર તાવ નો આવે. બાપાએ કહ્યું વાત તો હાવ હાચી કીધી હો ...

લીમડો એટલે એક ઉત્તમ ઔષધી પણ ખબેર નાં રાખો તો મારું હારું છૂટી જાય હો ....

અને ત્યાં બેઠેલા બધા જ હસવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract