આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
સંગીતા બેન એક નાની સ્કૂલમાં એક સામાન્ય નોકરી કરતા હતા. એમને નોકરીની ખૂબ જરૂર હતી, કારણ એમનો પતિ એક અકસ્માતમાં હાથ અને એક પગ ગુમાવી ચૂક્યા હતા.
સંગીતાબેન સવારે વહેલા ઊઠીને ઘરનું બધું કામ પતાવીને નોકરી પર જતા તો પણ પૂરું પડતું ન હતું. તેથી હિંમત હાર્યા વગર એકલા હાથે ઝઝૂમતાં રહ્યા અને એક દિવસ કોઈ સંગાથે
પતિનાં પગ અને હાથનું ઓપરેશન કરાવી ને લાંબી મુસાફરી પાર પાડી.
લોકોના ધણા મહેણાં-ટોણા સાંભળીને પણ ન સાંભળ્યા જેવું કર્યું. પણ પતિનો સાથ અને સહકાર મળી રહેવાથી દુનિયાને પહોંચી વળાય છે. આજે સંગીતાબેન અને એમના પતિ સરસ સરકારી નિશાળમાં ભણાવવાનું કામ કરે છે અને જેને પણ મદદની જરૂર હોય એમની વિનામૂલ્યે મદદ કરી સેવાનું કામ કરે છે અને એમની શાળાના બાળકો પણ સંગીતાબેનના ભણાવવાથી અને રમાડવાથી ખુબ ખુશ ખુશ છે.
આજે પણ નિશાળના વર્ગના બાળકો પણ સંગીતાબેન ને સારો એવો સહકાર આપી રહ્યા હતા. આત્મવિશ્વાસ હોય તો બધા કામ મુશ્કેલ હોય તો પણ આસાન થઈ જાય છે.
