એક સાંજ
એક સાંજ
એક નાના એવા ગામમાં શકરી રહે. સુંદર શકરી ને ખબર નહીં પ્રેમ થઈ ગયો અને પ્રેમમાં પાગલ શકરી ખુલ્લા વાળ રાખીને ફર્યા કરે.
જુગલ પ્રેમીને પણ શકરીનાં ખુલ્લા વાળ ખૂબ ગમે અને એક દિવસ જુગલ કહે લાવ તારા વાળ ગુંથી દઉં. . . અને શકરીને બેસાડીને વાળમાં ધીમે ધીમે આંગળીઓ ફેરવવા લાગ્યો. . . શકરી ને જુગલની આંગળી ફરતો હાથ ખૂબ સારો લાગવા લાગ્યો. પણ સમાજ જેનું નામ. . .
જુગલને આમ શકરીનાં માથામાં હાથ ફેરવતો જોઈ કોઈ કહે માથામાં જૂ થઈ છે કે શું ?
તો કોઈ કહે સફેદ વાળ વેણે છે ?
તો કોઈ કહે ખોડો કાઢે છે ?
બધાની વાતો જુગલ સાંભળતો નથી અને બધાને એક જ જવાબ આપે છે. પ્રેમનો પ્રેમથી મિલાપ કરાવું છું. અને બધા હસીને ચાલ્યા જાય છે પણ શકરી જ એક એવી છે જે કંઈ પણ બોલતી નથી. અને પોતાના માથામાં હાથ ફેરવી રહેલો જુગલ પ્રેમ ભરી વાતો પણ કરે છે.
અચાનક શકરી બોલી, જુગલ તને ખબર છે અમારે ગામમાં પહેલા શ્રાવણ માસમાં સાતમ ને દિવસે એવી પ્રથા હતી કે નવી પરણેલી વહુ જો ઘરમાં આવી હોય તો સવારે વહેલા ઠંડા પાણીથી નાહીને કામ પરવારીને સાસુના માથામાં હાથ ફેરવતી અને તેલ ધસીને નાખી આપતી અને પછી સાસુ પણ એ દિવસે વહુના માથામાં પ્રેમથી ઘસીને તેલ ચોળી આપતી.
આમ જ પણ આજે એક છોકરો એક છોકરીનું માથું જોઈ આપે તો લોકોને નવાઈ તો લાગે જ ને.
જુગલ કહે છે કેમ ભાઈ બહેનમાં પ્રેમ હોય છે. અને બહેન નાની હોય તો ભાઈ બહેન માટે જીવ પણ આપી દે છે. તો માથું જોઈ આપે અને ઓળી આપે તો ખોટું શું છે.
દરેકના મગજમાં જુદા જુદા ભાવ જન્મે છે. પણ પ્રેમ તો ક્યારેય પરાયો હોતો નથી. દરેક વખતે દુનિયાને જવાબ નાં આપી શકાય. પ્રેમ કર્યો શ્રી કૃષ્ણ એ અને પ્રેમ કર્યો મીરા એ એમને તો કેટલી કષ્ટી પડી હતી તોયે પોતાના પ્રેમ પરનો અતૂટ વિશ્વાસ જ એમને અમર બનાવી ગયો.
કહેવાય છે દુનિયાના મોંઢે ગરણું ના બંધાય.
પણ આ સ્વાર્થી દુનિયા એક છોકરો અને એક છોકરી જો અજાણ્યા હોય તો કેટલાયે સંબંધોમાં વાત ને પલટાવી નાખે છે.
ચાલ આપણે શું ?
હું તારા ખુલ્લા વાળને સરખા કરી દઉં.
