આંગળિયાત
આંગળિયાત
રસિલાને ધામધૂમથી પરણાવી રાધવભાઈ ખૂબ ખુશ હતા અને એમાં પણ લગ્ન પછી રસિલાને સારા પગલાંની ગણતા બધાએ હરખભેર વધાવી હતી. રસીલા અને એનો પરણેતર ખૂબ ખુશીથી જીવન જીવતા અને એમાં પહેલું સંતાનમાં દીકરો આવ્યો એટલે ખુશી ઘરમાં તો શું આખા મહોલ્લામાં સમાતી નહતી.
અને દીકરો હજી તો પાંચ વરસનો પણ થયો હતો ને એક અકસ્માતમાં રસિલાનો પતિ ભગવાન ઘરે ચાલી નીકળ્યો.
અને જવાનજોધ રસીલાનાં કપાળનું કંકુ ભૂંસાઈ ગયું ...અને એમાં પણ બાળકની જવાબદારી કોણ લે.
આમને આમ સમય વીતતો ચાલ્યો ...અને રસિલાના સાસુ અને સસરા એક દિવસ રાઘવ ભાઈના ધરે આવ્યા ...અને રસિલાના બીજી વખત પરણવાની વાત કરે છે.
અને કહે છે કે આ પહાડ જેવી જિંદગી અને એક બાળકની જિંદગી શેને પાર થાય ...
વેવાઇના મોઢે આવી સારી વાત સાંભળી રાધવભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને રસિલાની સંમતિથી મુરતિયો શોધવાનું ચાલુ કર્યું અને જે બાળક સાથે રસિલાને અપનાવે એવી વ્યક્તિ શોધવામાં બેઉ વેવાઈ કામે લાગી ગયા અને એક દિવસ એવો મુરતિયો મળી જતા લગ્નની ફરી એક વખત તૈયારી શરૂ થઈ ગઈ, પરંતુ આ વખતે કન્યાદાન રસિલાના સસરા એ કર્યું અને રસીલા આંગળિયાત દીકરા ને લઈ ચાલી નવા સાસરે.
સરિલા ખૂબ ખુશ છે આજે અને દીકરો પણ ક્યારેક નાના ને ત્યાં તો ક્યારેક દાદાને ત્યાં મળવા આવે છે અને આજે સસિલાનો પરિવાર ખુશ ખુશાલ જિંદગી જીવે છે.
