પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન
ભારતનો પ્રજાસત્તાક દિન આવ્યો ફરી એક વખત,
શાળા અને કોલેજોમાં ઉજવાશે અને ઝંડો ફરકાવશે.
નાના ભૂલકાઓ પણ હાથમાં ઝંડો લઈને જશે નિશાળમાં,
આપણો દેશ શાંત અને સમૃદ્ધિથી હર્યો ભર્યો રહે.
ભારતીય તિરંગો લહેરાય આખા ભારત ભરમાં,
એની શાનમાં ઊંચે ઉડે તિરંગો.
ભારત દેશ છે ન્યારો મારો, બધા જ નેતા
આવે એ જ દિવસે નજરમાં, ભરે સલામી.
ગાંધીજીનું સ્વપ્ન, થયું સાકાર,
મુક્ત થયો દેશ અને થયો આઝાદ.
મારો દેશ છે મહાન, અને રહેશે,
યુગો યુગો સુધી રહેશે યાદ.
રોજ જન્મે એક બહાદુર,
આપે જાન દેશને કાજે.
