કમાઉ દીકરો
કમાઉ દીકરો
'લાગણીશીલ રહીએ, આ જમાનામાં તો લોકો આપણને મૂર્ખા અથવા ગાંડામાં ખપાવી દેશે. અહીંયા કોઈ લાગણીનો વેપારમાંડ્યો છે ?' આવું સુમિત એના પપ્પાને બોલી રહ્યો હતો.
વાત જાણે એમ હતી કે, હર્ષદરાય એક સામન્ય કંપનીમાંનોકરી કરતાં હતા. એમનો સ્વભાવ જ લાગણીશીલ હતો. કોઈપણ સહ કર્મચારીને કોઈ તકલીફ હોય તો સૌથી પહેલા એ આગળ આવતા.અને પોતાના ધરમાં જેમ તેમ ગાડું ગબડે જતું હતું.
હર્ષદરાયને પિતાની મિલકત સારી એવી ભાગે આવી હતી તેથી સંસારમાં કોઈ બીજી મુશ્કેલી ન હતી.પણ જ્યારે પોતાનું જ સંતાન બળવો પોકારી ઉઠે એટલે હર્ષદરાય નું મન ઉદાસ હતું. દીકરો તો પરદેશમાં હતો અને પોતાની નોકરી પણ હવે પૂરી થયા ભેગી હતી .દીકરાએ ધણી વખત રૂપિયા મોકલ્યા હોવાથી હવે બોલવાની પાંખો આવી ગઈ હતી.
એક વખત દીકરો અચાનક પોતાને દેશ ( ભારત ) આવી મમ્મી અને પપ્પાને સરપ્રાઇઝ આપ્યું. અને થોડા દિવસ પછી પોતે મોકલેલા રૂપિયાનું શું કર્યું એમ પૂછતાં, જોકે એને કહ્યું કે 'મારે પાછા જોઈતા નથી. પણ તમારી ના હોવા છતાં પણ મે મોકલ્યા હતા.'
ત્યારે હર્ષદરાય એટલું જ બોલ્યા કે એમાંથી થોડા રૂપિયા સારા ઠેકાણે આપ્યા છે. સુમિત કહે હું કઈ સમજ્યો નહી.
એ મે સેવાંતીના છોકરા માટે દવા માટે આપ્યા છે. આવું સાંભળીને સુમિતનું મગજ છટકી ગયું. અને પોતાના બાપને ન બોલવાના શબ્દો કહ્યા.ત્યારે હર્ષદરાય એલું જ બોલ્યા કે 'તારે જ્યારે પરદેશ જવા માટે જે ફી ભરવાની હતી એ સેવંતી એ જ ભરી હતી અને તે જે મોકલાવેલા રૂપિયા એ જ મે એમને પાછા આપ્યા છે એમાં થોડા વધારીને એમના છોકરાના દવા માટે.
અને ત્યાંજ સેવંતી એ દરવાજે ટકોરા પડ્યા. અને હર્ષદરાયનાં પગે પડીને કહ્યું, 'તમે સમયસર જો મદદ ના કરી હોત તો આજે મારો છોકરો..'
એમ કરીને આકાશમાં નજર નાખે છે. અને સુમિત સેવંતીલાલ અને હર્ષદરાય બેઉની માફી માંગે છે.
