સમાનતા
સમાનતા
એક દિવસ એક વાંદરાનું ટોળું એક ગામમાં આવી ચડ્યું. ગામના સરપંચ નિશાળમાં નાના બાળકોને લઈને બેઠા હતા. બધા વાંદરામાંથી એક નાના વાંદરાની પૂંછડીમાંથી લોહી નીકળતું હોવાથી ખુબ ચીચીયારી પાડતું હતું. અને બીજા મોટાં વાંદરાઓ પણ એને જોઈને બૂમાબૂમ કરી નાંખી હતી.
આ બાજુ નાના બાળકો રમતાં રમંતા એક બાજુ ઊભા રહી ગયા. અને સંરપંચે બાળકોને ક્લાસમાં બેસાડી લોહીવાળા વાંદરા માટે પાટાપીંડીંની સગવડ કરાવી. અને બાળકો ઉત્સાહમાં આવી વાંદરાના બચ્ચાં સાથે રમવા લાગ્યા. બાળકોને ખુબ મજા આવી. અને પછી તો રોજનો નિયમ થઈ ગયો દરેક બાળકો સરપંચના કહેવા પ્રમાણે વાંદરાના બચ્ચા માટે ખાવાનું લઈ આવતાં. અને બચ્ચું પણ બાળકો સાથે હળીભળી ગયું.
બોધ : જો પ્રેમની સમાનતા જળવાઈ રહે તો અબોધ પ્રાણી પણ બાળકોને નુકસાન કરતાં નથી. અને સરપંચની ચપળતાથી એક વાંદરાના બચ્ચાંનો જીવ બચી ગયો.
