STORYMIRROR

Aniruddhsinh Zala

Horror Action Crime

3  

Aniruddhsinh Zala

Horror Action Crime

વસુંધરાનું સૌંદર્ય ને વીરતાનાં વહેણ - 23

વસુંધરાનું સૌંદર્ય ને વીરતાનાં વહેણ - 23

4 mins
189

મનમાં કુંવર સામે જોઈ ફરી વિચાર કર્યો કે કુંવર આ વાત નહીં માને પણ કઠોર બની વાત સાચી જાણ્યા પછી માનશે.

પછી સેનાપતિ બોલ્યા, "ચાલો મહેલમાં સુરાગ મળી ગયો છે દુશ્મનનો."

સહુ ગયા મહેલમાં ને સેનાપતિ આજ મજબૂત ઈરાદાથી ડગ ભરતા હતા. કેમ કે તે જે પગલાં લેવા જઈ રહ્યાં હતા તેમાં કુંવર સાથે ઘર્ષણ થવાનો સંકેત હતો.

સેનાપતિ વનવાસી યુવતીના ઓરડે જઈ ખખડાવ્યું. આ તરફ ચાંદને તો ખબર જ હતી કે આવુ બનશે જ. તેણે મનમાં હસીને દરવાજો ખોલ્યો. અને સેનાપતિ સાથે પાછળ રણવીરને જોઈ કહે, "અરે રણવીર કેમ આજ કોઈ સુવા દેતા નહીં મને બપોર પછી તો હું મહેલ છોડી વતનની વાટે રવાના થઈશ.

આ ચાંદની વાત રણવીર માટે ખુબ જ પીડાદાયક હતી. જાણે ચાંદ તેના હૃદયમાં પોકારતી હતી કે રણવીર મને રોકી લે...અને રણવીરે પણ તેને રોકવાનો વિચાર પણ કરતો હતો.તે બેય એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા. બીજાનું ભાન ભૂલીને.પણ અચાનક સત્તાવાહી આદેશ સેનાપતિનો બેયને કાને પડયો.

 "સૈનિકો આ વનવાસી રાજકુમારીને રાજવિરુધ્ધ કાવતરુ રચવા બદલ કેદ કરી લો...આજ દોષિત હશે. ને પૂછપરછમાં સત્ય જરુર બતાવશે "

વનવાસી ચંદકુવરીને કેદ કરવાનો હુકમ થતાં જ કુંવર વનવીર રોષમાં આવી બોલ્યાં, "મહાવીર કાકા આ શું બોલી રહ્યાં છો આપ ? જાણો છો એ ચાંદકુંવરી રાજના મહેમાન છે. અને મહેમાન સાથે એવું વર્તન કેટલું યોગ્ય ?"

 સેનાપતિ કુંવર સામે જોઈ કહે,

"કુંવર રાજનિતી અને રાજધર્મ હું તમારાં સ્વર્ગસ્થ મહાન પિતાજી પાસેથી શીખેલો છું. મહેમાન પણ જો રાજ વિરુધ્ધ ષડ્યંત્ર રચતા જોવા મલે તો એ મહેમાન તરીકેની પોતાની ફરજ ચૂકી ગયાં માની તેમને કેદ કરવાં હિતાવહ છે. "

વચમાં ચાંદ બોલી, "કુંવર એટલે જ અમે એ મહેલમાંથી વિદાય લેવાનું ગઈ રાત્રે જ કહેલું પણ આપ માન્યા નહીં. હવે જૂવો આપની જિદનું આ પરિણામ મારે ભોગવવું પડશે.

" ના ના. એવું હું નહીં થવા દઉં..!" કુંવર બોલ્યાં અને પછી ચાંદકુંવર ને સેનાપતિની વચ્ચે આવી રાજમાતાનાં હુકમનો અનાદર કરવાનું સાહસ કરનાર રણવીરને જોઈ સેનાપતિએ રાજમાતાને બોલાવવા ઇશારાથી એક સૈનિક મોકલી દીધો. કેમ કે એક રાજમાતાનું જ એ પળે કુંવર માન રાખે તેમ હતાં.

કુંવર બોલ્યાં, " સેનાપતિજી પહેલાં મને આ મહેમાન વિરુદ્ધ ક્યાં પુરાવા છે અને ક્યાં શકના આધારે આપ તેમને કેદ કરો છો તે જણાવો. તે સિવાય કોઈ સ્પર્શ નહી કરી શકે ચાંદને. "

 " કુંવર.. !" સેનાપતિ જરા કડક થતાં બોલ્યાં,..

 "કુંવર રાજમાતાની આજ્ઞાથી આ તપાસ ચાલી રહી છે. તેમાં વિઘ્નરૂપ કોઈ બની શકે નહીં."

કુંવર બોલ્યા, "હા સેનાપતિજી આપનો હુકમ પણ મારાં માટે કાયમ શિરોમાન્ય હોય છે. પણ આજ એક નિર્દોષ મહેમાનને બચાવવા તે પણ મારી ફરજ છે. કોઈ ને અન્યાય ન થાય તે."

 સેનાપતિ વધુ કડક થતાં કહે,.

  " આરોપીને બચાવવો એ રાજમાતાની આજ્ઞાનો અનાદર કરવાં બરાબર છે. કુંવર આ દોરડું જુઓ મહેલના જરૂરી સામાન માટેના ઓરડામાંથી જ લેવાયું છે. અને ખુદ રાજમાતાએ કમાડ ખખડાવ્યા ત્યારે પણ એ ચાંદકુંવરી હાજર ન હતાં. અને તેમની બારીની સાવ નજીક ઝરૂખો આવેલ છે ઉપયોગ કર્યા બાદ તેમને એ દોરડું ઝરૂખેથી ફેંકી દીધું હોવાનું જણાય છે. કુંવર વિચારો એક ચકલું પણ પ્રવેશ ન કરી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાંય મહેલની અંદર અને સિવાય બીજુ કોણ પ્રવેશી શકે ? બીજું પ્રમાણ આપું તો જે સૈનિક બાબરસિંહને બાંધવાની કળા છે તે વનવાસી પદ્ધતિ છે. આપણામાંથી કોઈને આવડે એ રીતે બાંધતા ?

પણ સેનાપતિ જી... વચ્ચે જ રોકતા સેનાપતિ કહે,

   "કુંવર મને રાજની આજ્ઞાનું પાલન કરવાં દો આ નિર્દોષ હશે તો છૂટી જ જવાની છે. પણ તપાસ તો કરવી જ રહી. સૈનિકો જોઈ શું રહ્યાં છો ? કેદખાનામાં લઈ જાવ આ કેડી ને "

  ત્યાં તો કુંવર ચિત્તાની ઝડપે ચાંદને પકડવા જતાં સૈનિકોને ખસેડી અને પોતે ચાંદની આગળ ઢાલ બની છાતી કાઢી એક હાથ તલવાર પર મુકતાં કહે,

"હજી સ્પષ્ટ સાબિત નહીં થયો આ મહેમાનનો ગુનો તેથી ન્યાય મુજબ તેમને ગિરફ્તાર કરી શકાય નહી. હું ખોટું તો નહી જ થવા દઉં.."

સેનાપતિ મહાવીરસિંહનું સ્વમાન ઘવાતું હોય તેમ કહે,

  "કુંવર મારી તપાસ પદ્ધતિમાં તમને ભરોસો ન હોય તો તમારો રાજ્યાભિષેક થતાં જ હું સેનાપતિ પદ છોડી દઈશ. પણ હાલ તો રાજમાતાનો હુકમનું પાલન કરીને જ રહીશ.

 કુંવર કહે,. " ના ના સેનાપતિજી આપ આદરણીય છો. અવિશ્વાસનો સવાલ જ નહીં પણ આપ અન્યાય કરી રહ્યાં છો તે રોકવા માંગુ છુ. હું.તો એક રાજના કુંવર તરીકે મારી ફરજ બજાવું છુ " એટલે પકડવા નહી જ દઉં"

સેનાપતિ ગુસ્સે થતાં કહે,

"રાજની આજ્ઞા બજાવતા મહાવીરસિંહને સાક્ષત કાળ પણ રોકી ન શકે કુંવર..!

તમે એક યુદ્ધમાં પરાક્રમ બતાવા એટલા બધા મહાન ન બની જાવ કે બીજા વીરોની કદર ન કરો. મહારાજ આદિત્યસિંહ સાથે હજારોની ફોજ વચ્ચે મોટ હાથમાં લઈ અમે ઝઝૂમ્યા છીએ. હરેક વાર મહારાજ પરનો વચમાં આવી ઝીલ્યો છે. મહાવીરસિંહ નામથી જ દુશ્મનો થથરે છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror