STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Action Thriller

4  

Aniruddhsinh Zala

Tragedy Action Thriller

વસુંધરાનું સૌંદર્ય ને વીરતાનાં વહેણ - 13

વસુંધરાનું સૌંદર્ય ને વીરતાનાં વહેણ - 13

3 mins
359

પિંજરામાં પુરાયેલ સાવજ જેવા યુવરાજને ધ્યાનથી સાંભળતો જોઈ હૂસેનખાં હસતા હસતા બોલ્યો, "અબ તું ભી તેરે પિતા કે પાસ ઉપર જાનેવાલા હે ઇસલિયે તેરે પિતાકી પુરી કહાની બતા દેતા હું. પર તું તેરે પિતા જૈસા હી હિંમતવાલા નિકલા."

કહેતાંક હુસૈનખા ફરી હસવા લાગ્યો પણ કુંવર શાંત હતાં. તે વિચારતા હતાં કે મારા પિતાની હત્યા કેમ કરી કોણે કરી એ વાત આના સિવાય કોઈ જાણતું નથી. એટલે રાજમાતાએ આપેલ શિખામણ મુજબ દુશ્મનને પણ પહેલા ધ્યાનથી સાંભળી સઘળું રાજ જાણી પછી જ તેનો વધ કરવાનો વિચાર કરી ચૂપ થઈ બેસી રહ્યાં.

આ જોઈ હુસૈનખા ખુશ થઈ ગયો તેને લાગ્યું કે આના પિતાને તો તે મોત સુધી ડરાવી નહોતો શક્યો પણ અને ડરાવીને મારા પગમાં રગદોળી અને તેનું મસ્તક કાપી હું લઈ જઈશ. '

હુસૈનખા યુવરાજ તરફ જોઈ તેના પિતા મહારાજની હત્યાની વાત આગળ વધારતા બોલ્યો,

  "બીજા દશ મારાં સૈનિકને તેણે મારી નાખ્યાં ને અદ્ભૂત પરાક્રમથી જાળ તોડી ફરી મારાં સૈન્યનો વિનાશ કરતો હતો તે  કબજે ન થતાં તીરોથી તેનાં પર વાર કરી તેની પીઠમાં ભાલો મારી એકસાથે ચાલીસ સૈનિકો તેનાં પર તૂટી પડ્યાં તે ઘાયલ છતાંય લડતો રહ્યો અદ્ભૂત પરાક્રમથી બીજા વીસ મારાં સૈનિકોને માર્યા હવૅ તેનાં હથિયાર છૂટી જતાં તે હાથથી લડતો હતો. ત્યારે તારાં પિતાને મેં પાછળથી તલવાર પીઠમાં મારી. પણ તેણે મારી ગરદન દબાવતા તમામ સૈનિકો તેનાં પર તૂટી પડ્યાં અનેક વાર તેની પર થતાં તે જય મા ભવાની કહી રણભૂમિમાં પડ્યો. પછી મેં તલવારથી તેનું માથું ઉતારી લીધું."

પછી અમે સહુ ભાગી ગયાં. તમારાં સૈન્યને પણ પછી ખબર પડી ધૂળ ઊડતી બંધ થતાં તેમને આદિત્યસિંહ નુ કપાયેલ માથું જોયું. તે લઈને મહેલમાં ગયાં.

 કુંવર આક્રોશમાં આવી ત્રાડ નાંખી, 

"હુસૈનખાં..... મોટી ભૂલ કરી છે તે મારાં શૂરવીર પિતાજી સાથે દગો કરી અને તેનાથી પણ મોટી ભૂલ તે આ સ્વર્ગસ્થ મહારાજ આદિત્યસિંહના પુત્ર વીરસિંહને આ હત્યાની વાત જણાવીને કરી છે. મારી પ્રતિજ્ઞા હવૅ તો જરૂર પુરી કરીશ તને મારીને.. કાયર સરદાર..! હવે હું જોઉં છું કે તને આ ધરતી પર કોણ બચાવવાં માટે આવે છે. વીર મખવાન વંશના કુંવરની પ્રતિજ્ઞાને આડે આવનાર તમામનાં માથા શ્રીફળની જેમ વધેરાઈ જાશે."

સરદાર બોલ્યો ..

 " ચૂપ હોજા કાફીર...! કહી હુસૈનખાંને ભાલો કુંવરની છાતી પાસે જરાક મારતાં ક્હ્યું,

"તું જાણે છે તારાં બાપની મારાં સાથે દુશમની પેઢીઓથી હતી સુન. લે.. !"

"તારી પેઢીમાં થયેલ હળપાળ મકવાણાનાં દીકરા બાપુજીએ નામનાં રાજાએ જયારે અમે ઉંઝા શહેર કબજે કરી ઉમિયા દેવીનું મંદિર તોડેલ ત્યારે તે સિંધની તમારી સહાયક દેવી હોવાથી કૂર્મ પ્રજાની વિનંતી સાંભળી તે સોલંકીનાં મન્ડલેશ્વર તારાં પિતાએ હુમલો અમારાં પર હુમલો કરી મારાં પરદાદા મહોબતખાંને મારી નાખ્યાં હતાં ને ફરી ભવ્ય મંદીર બનાવ્યું.. ઔર સુન....

કહી સરદારે ભાલો કુંવરની છાતીમાં ગુસ્સાથી દબાવતાં રણવીરની છાતીમાંથી રક્ત વહેવા લાગ્યું. હુસૈનખાં બોલ્યો, 

" દુસરી બાર.. જયારે બાદશાહ ભારત પર ચડાઈ કરી ત્યારે મારાં દાદાને શંખેશ્વર જૈન તીર્થ લૂંટીને આપેલ હતું. તે પણ તારાં દાદા દુર્જનશલજીએ જૈનોની મદદ કરવા અમારાં પર હુમલો કરી અમારાં સૈન્યની કત્લેઆમ લોહી વહાવી શંખેશ્વર તીર્થ ફરી બનાવેલું. "

  પછી ખુબ ગુસ્સામાં ભાલો છોડી તલવાર હાથમાં લઈ બોલ્યો,

"અબ સમજા તું .?. પેઢીઓનું વેર લેવાનો આજ મોકો મલ્યો મને.

આજ તું નહી બચેગા કાફીર..!

કુંવર તે બોલે તે પહેલાં જ જાળમાંથી સ્ફૂર્તિ ને ગજબનું સાહસ બતાવી પેલા હુસૈનખાંને પગેથી લાત મારતાં તે દૂર જઈ નીચે પડ્યો. અને ભયંકર ત્રાડ સાથે તે તોડવા કોશિશ કરી થોડા સફ્ળ પણ થયાં જાળ તોડવામાં પણ દુશ્મનોએ તેમને ઘેરી લીધાં.

  પેલો હૂસિનખાં તલવાર લઈ મારવા જાય તે પહેલાં જ ચાંદ કુંવર સૈનિકના રૂપે બે બાણ છોડે છે. એક હુસૈનખાંની આંગળી કાપી ને તલવાર નીચે પાડી બીજું કુંવરની જાળ થોડી તોડી નાંખી.  

  અણધાર્યા હુમલો કરનાર તરફ દુશ્મનો નજર ફેરવે છે તે પહેલાં બીજા બે બાણ બે સૈનિકોની છાતી ચીરી નાખે છે. સાથે જ ચાંદની છોડેલ કટાર રણવીરના હાથમાં પહોંચે છે. તે દોરી ઝાટકેથી કાપીને રણવીર ચિત્તાની ઝડપે બહાર આવી એક સૈનિકને કટાર મારી તેની તલવાર ઝૂંટવે છે અને ત્રાડ પડે છે,

 "હુસૈનખાં આજ મારી પ્રતિજ્ઞા પુરી કરવાનો મોકો હુ નહી જવા દઉં કાયર સામે આવ.... !"

  ફરી ઘમાસાણ યુદ્ધ જામે છે હાથમાં ભાલો લઈ ચાંદ સિંહણની જેમ લડતી હોય છે. પણ રણવીર અનેક મલેચ્છો વચ્ચે ઘેરાયેલ હતો. તેનાં પર પાછળથી એક જણ તલવારથી હુમલો કરવાં જતો જોઈ ચાંદ કુંવર સૈનિકોનો ઘેરો તોડી છલાંગ મારી રણવીરની પરનો વાર પોતે ઝીલવા હાથ આડો કર્યો પણ યુદ્ધનિષ્ણાત રણવીરે અ તલવારને સ્ફૂર્તિથી રોકવા છતાંય તે જબરજસ્ત ઘા હોવાથી રણવીરની તલવાર સાથે અથડાઈ ચાંદના કાંડાની નીચે હાથ પર લસરકો કરી ગઈ. ચાંદકુંવર ઓહ..

  કરી હાથેથી તલવાર પડી નીચે બેસી ગઈ.

કમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy