STORYMIRROR

Aniruddhsinh Zala

Horror Tragedy Action

3  

Aniruddhsinh Zala

Horror Tragedy Action

વસુંધરાનું સૌદર્ય ને વીરતાના વ્હેણ -૧૨

વસુંધરાનું સૌદર્ય ને વીરતાના વ્હેણ -૧૨

4 mins
194

મલેચ્છ સરદારને તો મોત સામે હોય તેમ રણવીર લાગતો હતો તેણે બીજા સૈનિકોને ગર્ભિત ઈશારા કર્યા.

બે સૈનિકો રણવીરને લલકારવા લાગ્યાં, "એય બચ્ચા... તાકત હે તો મેરે સાથ લડકે દિખા તેરી નાની યાદ કર દુંગા."

રણવીર તેનાં તરફ દોડ્યો પેલો પાછૉ ભાગ્યો, ને બરાડતો હતો કે, " આ તેરી વીરતાકો આજ નિકાલ દુંગા.."

રણવીરને ખુબ જ ક્રોધ આવતાં કહે, "કાયર.. ભાગે છે કેમ. તમારી મા તમને પાછળથી વાર કરતાં જ શીખવે છે. તને જવા તો નહી જ દવ સમજ્યો આ લે.. કહી કુંવરે કેડમાંથી કટારી કાઢી પેલા દાઢીવાળાને મારી જે તેનાં કવેણ કાઢતાં મુખની આરપાર નીકળી ગયી. તરત જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.

અચાનક આજ તકનો લાભ લઈ દુશ્મનોએ જાળ કુંવર પર નાંખી. રણવીર એક ઘાયલ સાવજ પાંજરામાં પુરાય તેમ ત્રાડ નાંખવા લાગ્યો,

"હે બાયલાઓ તમારી બાયડીઓ પણ તમારાં પર થુંકશે. આમ એક વીરને છેતરીને જાળમાં ફસાવવો એ તમારી નામર્દાનગી દેખાડે છે."

 મલેચ્છ સરદાર ભયંકર અટ્ટહાસ્ય કરવાં લાગ્યો. હવૅ તેને પોતાનો વિજય થયો ઍમ લાગતું હતું..

 આ તરફ ચાંદ આવી પહોંચી ઘાયલ મજબૂતસિંહે બધી યુદ્ધની કુંવરના પરાક્રમની વિગત જણાવી અને કુંવરને વેરાઈ માતાનાં મંદિરે છેતરીને લઈ ગત હોવાનું જણાવ્યું. ચાંદ ધનુષ્ય ચડાવી તે તરફ આગળ વધી

 પેલી તરફ રાજમહેલમાં જાગ્રત સેનાપતિ રાત્રી ચર્ચા કરવા નીકળતાં કુંવરનો ઘોડો ન જોતાં તરત જ ગઢનાં દરવાજે પહોંચતા તમામ વિગત મળી. ને સેનાપતિની ચિંતા વધી. મહાવીરસિંહ તરત જ સેનાની એક નાની ટુકડી લઈ નીકળ્યાં, ને વિહાલા પાસે બધી વિગત મેળવી તે દિશામાં કુંવરની રક્ષા માટે પવનવેગે ઘોડો દોડવા લાગ્યાં.

વેરાન રણમાં નજદીક પહોંચતા જ યુદ્ધના અવાજો દૂરથી સંભળાતાં યુદ્ધના જાણકાર સેનાપતિ ખુબ જ વ્યથીત બની શમશેર કાઢી તે દિશામાં કુંવરની મદદે દોડ્યાં.

 આ તરફ સાવજની જેમ કુંવર જાળમાં ત્રાડ નાખતા હતાં પણ બંધન મજબૂત હતું એટલે છૂટવું મુશ્કેલ હતું.

સરદાર કહે, "તારો બાપ પણ મરતાં પહેલાં આમ જ બરાડા પડતો હતો. એક વીરની જેમ જ શાહિદ થયેલો હતો."

 કુંવરને નવાઈ લાગી આ પિતાજીની શહીદીનું રહસ્ય જાણતો હતો. તેથી કુંવર શાંત બની ગયાં તેનાં મોઢે સાંભળવા માટે.

 પેલો સરદાર કહે,"જોયું બાપની વાત આવતાં જ ઠરી ગયો ને..! ઉતરી ગયી વીરતા તારી.? સાંભળ તારાં પરાક્રમી પિતા કેવી રીતે મર્યા હતાં તે.... !

કુંવર પિતાને યાદ કરતાં જ ખુબ દુ:ખ સાથે વ્યાકુળ બની સરદારની વાત સાંભળવા વ્યાકુળ હતો.

તો બીજી તરફ ચાંદ કુંવર છુપાતા કુંવર જ્યાં બન્ધનમા હતાં ત્યાં દૂરથી જોઈ રહી હતી. સાથે તેનાં ધનુષ પર ચડાવેલાં બે બાણ લોહી ચાખવાં તૈયાર હતાં.

પેલો મલેચ્છ સરદાર કહે, "કુંવર એક વાત તને જણાવી દવ સોમનાથ લૂંટવા જતાં આવેલ વિદેશથી આવેલ અમારાં આકાઓનાં લશ્કરને એકલો તારી જેમ જ મોટાં સૈન્ય સામે લડનાર તારો પિતા રાજા આદિત્યસિંહ મરુભૂમિ માં દીવાલની જેમ આડે ઊભો હતો ને સૈન્યને આગળ વધવા દેતો ન હતો. 

બાદશાહ પણ તેની બહાદુરીથી તેની સાથે સન્ધિ કરી આગળ વધવા માગતો હતો. તે સમય બગાડવા માગતો ન હતો. તે સમયે પાટણના સોલંકી રાજાએ મોકલેલ એક દૂત આવ્યો હતો. તેને સોલન્કી રાજના મહા મંડલેશ્વર એવા તારાં પિતાજીની વીરતાના ભરપેટ વખાણ કરી કહેલું કે,

" સોલંકી રાજના કાયમી સહાયક રાજા વીર હલપાળ મકવાણાના વંશજ ને અમારાં મન્ડલેશ્વર એવા મહાવીર આદિત્યસિંહ..!

 તમારાં જેવા વીરોની જરૂર સોમનાથ રક્ષા માટે છે રાજાને જમણે આપની વીર મર્દોની સેનાની જરૂર છે. તેથી અવેશમાં આવી તમારાં કિંમતી પ્રાણની રક્ષા કરી આપ તરત અહીં પધારો આ રાજનો આદેશ છે."

 આમ તારાં પિતા યુદ્ધભૂમિ છોડી પાટણનાં રાજાની મદદ માટે સોમનાથ તરફ લશ્કર સાથે જવા નીકળ્યાં તો બાદશાહ પણ ખુશ થયો કે,

" હાશ નિરાંત થઈ આ બહાદુર મરુભૂમિન યોદ્ધાઓ સામે લડવું ખુબ મુશ્કેલ ને સમયનો વ્યય કરવા જેવું કાર્ય હતું. તે લશ્કરને તેમની સાથે નહી લડવાનો આદેશ આપી આગળ વધ્યો.

 કુંવર તો પિતાને મારવાની વાત સાંભળતા જ ક્રોધથી લાલપીળા હતાં. તે બોલ્યાં,

" તો પછી મારાં પિતાજી શહીદ કેવી રીતે થયા એ જણાવ. તેમને મારનારને હું નહી મારુ ત્યાં સુધી હું અન્ન પણ ધૂળ નાખીને ખાઈશ તેવી પ્રતિજ્ઞા કરું છું "

 મલેચ્છ સરદાર જોરથી હસ્યો

 આ તરફ છુપાઈને આવતી ચાંદ કુંવર તો વનવાસી તાલીમ મુજબ છુપાઈ હુમલો કરવામાં માહિર હતી. તેને કુંવરની હાલત જોઈ ખુબ જ દુખ થયું અને તે બંધનમાં હોવા છતાં કરેલા પ્રતિજ્ઞા સાંભળી વઘુ ચિંતા તેને થવા લાગી. તે મોકાની રાહ જોતી પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી હતી.

પેલો દુશ્મન સરદાર ગુસ્સામાં બોલ્યો, "હા કાફીર સુન.. ! મેરા નામ હુસૈનખા હૈ. તારાં પિતા સોમનાથ જવા નીકળ્યાં ત્યારે મેં બાદશાહને સમજાવીને એક સૈન્ય ટુકડી લઈ રેતીનાં ઢગલા પાછળ છુપાઈ સૈન્ય ઉપર રેતી નાંખી દિશાહીન બનાવી તૂટી પડ્યાં. તારાં પિતા તો બંધ આંખે પણ લડતો હતો તેને અમારાં પચાસ યોદ્ધાને મારી નાખ્યા ત્યારે જેમ તને ફસાવ્યો તે જ રીતે તારાં પિતાને ફસાવેલો. અને જાળમાં પણ તે કોઈને નજીક ફરકવા દેતો ન હતો.

જાળમાં ફસાયેલ કુંવર પોતાનાં પિતાની સોમનાથ રક્ષા માત્ર આખરી લડાઈની શૌર્યગાથા સાંભળી ગર્વ અનુભવી રહ્યાં હતાં.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror