Nayanaben Shah

Drama

4  

Nayanaben Shah

Drama

વર્ષારાણી

વર્ષારાણી

2 mins
229


ધોધમાર વરસાદ ચાલુ હતો. હું વરસાદમાં પલળવા નીકળી હતી. પરંતુ સોસાયટીની સામી બાજુ ઝુંપડપટ્ટીનો વિસ્તાર હતો. ત્યાં પૂરના પાણી આવવાની તૈયારી હતી. મને દયા આવી, મેં કહ્યું,"તમે મારે ત્યાં ચલો"

પરંતુ એક નાની બાળકીનો સતત રડવાનો અવાજ આવતો હતો. મેં પૂછ્યું તો કહે,"એને રડવા દો ને મરે તો હું છૂટું. એ રડીરડીને મરી પણ જતી નથી" મારાથી ના રહેવાયું મેં કહ્યું,

"આટલી નાની બાળકી પ્રત્યે આટલી નફરત !"

"હા, એ અભાગણી તો જનમ પહેલાં એના બાપને ભરખી ગઈ. "

"તો એમાં એનો શું દોષ ? તારો પતિ ઝેરી લઠ્ઠો પીવાથી મરી ગયો હતો. "

"જુઓ બુન,મારે ચાર ચાર બેટા છે. જેનાથી મારૂ દળદળ ફીટશે. આ અભાગણીને કારણે હું નવું ઘર માંડી નથી શકતી. કોઈ એને રાખવા તૈયાર નથી."

એ દરમ્યાન એ સતત રડતી રહી . મા. . . મા.

બોલતી રહેતી હતી. મેં એને ઉંચકી કે તરત મને વળગી ને મા. . મા. . બોલતી રહી. મને એના પ્રત્યે વાત્સલ્ય ઉભરાયું. કોણ જાણે એના સ્પર્શમાં અને એના બોલવામાં શું જાદુ હતો એ મારા ખાલી ખોળાને જ આભારી હતું. એ લોકો બે દિવસ રહ્યા ત્યાં સુધી એ બાળકી મારી પાસે જ રહી.

બે દિવસ બાદ પાણી ઓસરતાં એ બધા જતા રહ્યા.

પરંતુ એ બાળકીની યાદ આવતી રહી. એના વિરહમાં મને ખાવાપીવાનું ગમતું નહીં. એનો વિયોગ મારા માટે અસહ્ય હતો. મેં એની ઝુંપડીમાં જોયું તો એ ખાલી હતી. મારી આંખમાંથી આંસુ સરી પડ્યા. કેટલાય ખરાબ વિચારો આવવા લાગ્યા.

પરંતુ પંદર દિવસ બાદ ફરી એ ઝુંપડી ભરાઈ ગઈ. એ બોલી,"બુન,ગામડે અનાજ લેવા ગઈ હતી. "એ દરમ્યાન મારી આંખો એ બાળકીને જ શોધતી હતી. ત્યાં જ મારી સાડીનો છેડો કોઈકે ખેંચ્યો. મેં જોયું કે એ નાની બાળકી જ હતી. એની આંખો પ્રેમ શોધી રહી હતી. મેં એને તેડી લીધી અને ચુંબનોથી નવડાવી દીધી. અમારુ મિલન આસપાસના લોકો જોતાં હતાં હું તો સ્થળ કાળનું ભાન ભૂલી ગઈ હતી. હું બોલી," વરસાદને કારણે મને મળી છે. એ તો મારી વર્ષારાણી છે. હવે તું નવું ઘર માંડજે. આ વર્ષારાણી કાયમ મારી પાસે રહેશે. લાગતું હતું કે અમારૂ આ મિલન પ્રભુ જોઈને જાણે સ્નેહવર્ષા વરસાવતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama