Khushbu Shah

Fantasy

5.0  

Khushbu Shah

Fantasy

વર્ષ 2050- માણસ કેટલો આગળ વધ્યો

વર્ષ 2050- માણસ કેટલો આગળ વધ્યો

4 mins
754


"ખડાક ખડાક"

   અવાજ આવતા જ યાનમાં બેઠેલ યામિનીની આંખો પહોળી થઇ આજુબાજુનું દ્રશ્ય જોવા માટે. તેણે જોયું તો આજુબાજુ માત્ર ખડકો અને છુટા છવાયા ઝાડ-પાંદડા જ હતાં. યામિની અને તેની સાથે રહેલ સમય કઈ ગુસપુસ કરવા લાગ્યા અને નક્કી થયા મુજબ યામિનીએ યાન બહાર પહેલો કદમ મૂક્યો.

"સમય, અહીં તો કઈ જ નથી. યાનની સિસ્ટમ શું બતાવે છે. આ કયું સ્થાન છે?"

 "યામિની સ્થાન તો મુંબઈ પાસેનું જ કોઈ છે."સમય પણ યાનમાંથી બહાર આવી ગયો.

  બન્ને અવકાશયાત્રી જેવા કપડાં પહેર્યા હતા અને સાથે ઓક્સિજન સીલીન્ડર પણ હતું.

"યામિની તને શું લાગે છે આપણે સમયયાત્રા કરી શક્યા છે કે કોઈ બીજા જ ગ્રહ પર છીએ ?"

"સમય આપણે આ જ જગ્યાએ ટેક ઓફ કર્યું ત્યારે એક કેલ્ક્યુલેટર દાટ્યું હતું ને આ જગ્યાએ 100 ફૂટ નીચે, તો ડ્રિલર વડે જમીન ખોદીને જોઈ લઈએ."

"હા યામિની એમાં તો વર્ષ પણ ગણાય જ હશે, કારણ કે આ વર્ષો ગણી શકે તેવું જ કેલ્ક્યુલેટર હતું ને?"

"હા, ચાલો તો કામે લાગી જાઈએ પણ હું આ ઓક્સિજન માસ્ક કાઢું છું."

    યામિનીએ ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યો અને સમય જમીન ખોદી રહ્યો હતો આશરે 20 મિનિટ થઇ હતી ત્યાં તો યામિનીને ઉબકા આવવા લાગ્યા અને તેને શ્વાસ રૂંધાવા લાગ્યો , તેને ઓક્સિજનની કમી લાગી રહી હતી .

"યામિની લે તારો ઓક્સિજન માસ્ક પહેરી લે, એટલું તો ચોક્કસ છે કે અહીંની હવામાં ઓક્સિજન ઓછો છે." સમયે યામિનીને ઓક્સિજન માસ્ક પહેરાવી દીધો .

  આશરે 70 ફૂટના ઊંડાણ પર જ તેને એ કેલ્કયુલેટર મળી ગયું.

"યામિની જો આ તો મળી ગયું મતલબ કે આપણે પૃથ્વી પર અને મુંબઈ પાસે જ છે." સમય ખુશ થતા થતા બોલ્યો.

"હા સમય તેમાં જો આ કયું વર્ષ ચાલે છે કારણ કે અહીં ઓક્સિજનની કમી છે અને વિસ્તાર પણ ખૂબ જ પછાત છે ક્યાંક આપણે સમયમાં આગળ આવવાની જગ્યાએ પાછળ તો નથી આવી ગયા ને ?" યામિની એકધારું બોલી રહી હતી પરંતુ પછી સમયની ફાટી આંખો જોઈ બોલતા અટકી.

"શું થયું સમય તું કેમ એવો બાઘો બની ગયો છે ?"

"યામિની આ કેલ્કયુલેટરમાં વર્ષ 2080 બતાવે છે.મતલબ આપણી ગણતરી સાચી છે આપણે સમયમાં આગળ જ આવ્યા છે પણ તું એ તો જો આમચી મુંબઈની હાલત કેવી થઇ ગઈ છે,શું ભારત પર કોઈ એટેક થયો હશે,આપણા આ ટાઈમ મશીનની ખોજનું શું થયું હશે?" 

  થોડી વાર તો યામિની પણ સમયને બાઘાની જેમ જોઈ રહી,પછી બોલી

" સમય એક કામ કર તો જીઓલોમીટર લઇ આવ યાનમાંથી, એનાથી આખી પૃથ્વીની હાલની ભૌગોલિક પરિસ્થિતિ અને માનવવસ્તી વિશે ખબર પડી જશે કારણ કે અહીં કોઈ માણસો પણ હજી દેખાયા નથી."

 સમય ક્ષણનો ય વિલંબ કર્યા વગર તે મશીન લઇ આવ્યો,પરંતુ મશીન પર આવેલા પરિણામે તો તેમને વધારે આશ્ચર્યમાં મૂકી દીધા.

મશીન પર પૃથ્વીની ભૌગોલિક પરિસ્થિતિ તો એ જ હતી પણ વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ખાલી 8% હતું , આટલા ઓક્સિજનમાં માણસ અને કદાવર જાનવરોનું રહેવું અશક્ય હતું પરંતુ મશીન તેઓની આજુબાજુ જ માણસોના જૂથ હોવાનું બતાવી રહ્યુ હતું.

બન્નેએ ચારેબાજુ જોયું પણ કોઈ દેખાયું નહિ પણ અચાનક એ લોકોના યાનમાં આગ લાગી અને એ બળીને રાખ થઇ ગયું અને એ લોકોને પગ પર કોઈ મચ્છર કરડતા હોઈ એવો અહેસાસ થયો.

  યામિની અને સમયે નીચે પગ તરફ જોયું તો આશરે 10 ઇંચના 10 માણસો દેખાયા, જેઓ પાગલની જેમ બન્નેને પગ પર મારી રહ્યા હતા અને લગભગ તેઓએ જ યાન સળગાવ્યું હતું,યાનમાં બળતણ ખૂબ જ વધારે હતું અને યાન ખુલ્લું હતું એટલે જલ્દી સળગી ગયું.

 યામિની અને સમયના આશ્ચર્યનો પર ન રહ્યો એ માણસોને જરા મારતા તેઓ ભાગી ગયા, બંને થોડું આગળ ચાલ્યા તો એક જગ્યાએ કોઈ મોટો ઉલ્કાપિંડ પડયો હોઈ તેવા નિશાન હતા અને થોડો આગળ મોર્ટરના ખાલી શેલ હતા, ઇબુ અવલોકન કરતા ખ્યાલ આવ્યું કે એના પર 2025મુ વર્ષ લખ્યું હતું બાકી આખી પૃથ્વી આવી જ વેરાન હતી. લોકો માત્ર નાના પ્રાણી જેવા હતા.

  પૃથ્વીની આ અવદશા જોઈ તેઓ ખૂબ જ દુઃખ પામ્યા, બે કારણ તેઓ સમક્ષ હતા: પૃથ્વીની આ દશા માટે એક તો ઉલ્કાપિંડ અને બીજું ભીષણ યુદ્ધ.

"યામિની ચાલ અપને 2019 થી 2050 વચ્ચેના કોઈ સમયમાં જઈ પૃથ્વીની આ અવદશાનું કારણ જાણી લઈએ."

"કેવી રીતે સમય આપણું યાન તો ફૂંકાઈ ગયું અને નવું યાન આ વાતાવરણ કેવી રીતે બનાવીયે. આપણે અહીં ફસાઈ ગયા સમય પણ કાશ માનવજાત સમજી જાય અને વિશ્વયુદ્વ ન કરે, ક્યારે પણ તો ખાલી એક આ ઉલ્કાપિંડનો જ ખતરો રહેશે ભવિષ્યમાં. કાશ આપણે પાંચ જઈ લોકોને ચેતવી શકત." યામિની નિશ્વાસ નાખતા બોલી જાણે એ પોતાની મોત સ્વીકારી ચુકી હતી .


Rate this content
Log in

Similar gujarati story from Fantasy