Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

kusum kundaria

Romance Crime

3  

kusum kundaria

Romance Crime

વરસાદી સાંજ

વરસાદી સાંજ

3 mins
652


રેશ્મા આજે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળને જોઇ રહી હતી. તેને વરસાદ ખૂબજ ગમતો. વરસાદી વાતાવરણમાં તેના રોમરોમમાં આનંદ વ્યાપી જતો, પણ આજે ગોરંભાયેલું આકાશ તેના દર્દને વધારી રહ્યું હતું. તે ભૂતકાળની યાદોમાં સરી ગઈ.


પાંચેક વર્ષ પહેલાં તે એક આવીજ વરસાદી સાંજે દરિયા કિનારે રફીકને મળી હતી. બંને એકજ ગામમાં રહેતા હતા. પણ રેશ્મા પાંચમા ધોરણથી તેના ફઇને ત્યાં શહેરમાં ભણતી હતી. તે વેકેશનમાં ઘરે આવતી. અને બહેનપણીઓ સાથે ફરવા જતી. એક દિવસ બધી બહેનપણીઓ પોરબંદર ચોપાટી પર ફરવા ગયા હતા. ત્યાજ તેણે રફીકને જોયો. એકવડીયો બાંધો ચબરાક નજર અને ચહેરા પર ફરકતું હાસ્ય અને તેની વાત કરવાની છટા પર રેશ્મા ફીદા થઈ ગઇ. આમ તો બંને એકજ ગામના અને એકજ નાતના હતા. રફિક અને તેના મિત્રો રેશ્મા અને તેની સખીઓ બધા હસી મજાક કરતા એકમેકનો પરિચય આપતા હતાં. રેશ્મા અને રફિક બંનેએ પોતાનો પરિચય આપ્યો.


પહેલી નજરમાં જ બંનેને જાણે પ્રેમ થઈ ગયો. ! બધાએ અરસ પરસ ફોન નંબર પણ લઈ લીધા. દરિયા કિનારે ખૂબ મજાક મસ્તી કરી અને વરસાદની પણ મજા માણી. વાતાવરણ પણ એકદમ રોમેન્ટિક હતું. રેશ્માના મનમાં રફિક વસી ગયો હતો. અને રફિક પણ રેશ્માના વિચારોમાં ડૂબી ગયો હતો. પછી તો બંને ફોન પર રોજ વાત કરતા અને જગ્યા નક્કી કરી વારવાર મળતા., બંનેની ઉંમર લગ્નલાયક હતી. આથી ઘરમાં વાતો પણ થવા લાગી. રેશ્માને કોલેજ છેલ્લું વર્ષ હતું આથી તે ફરી તેના ફઇના ઘરે ગઈ. બંનેએ એકબીજાને નિકાહ કરી જનમોજનમ સાથે રહેવાના કોલ પણ આપી દીધા હતા.


રેશ્માને છેલ્લું વર્ષ પૂર્ણ થયું. તે ઘરે આવવા માટે તલપાપડ હતી. થોડાં સમયથી રફીક સાથે કંઇ વાત પણ થઇ ન હતી. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. આથીજ તે ઝડપથી ઘરે આવી. તેની બહેનપણીઓને મળી. અને રફિક વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તારા ગયા પછી ગામમાં મોટો ઝઘડો થયો. જેમાં રફિકના પપ્પાનું ખૂન થઈ ગયું. અને સામે પણ બે જણને ગંભીર ઇજા થઇ. આથી પોલીસ ઘણાં લોકોને પકડી ગઇ છે. અને રફિક અને તેનો પરિવાર ગામ છોડીને જતાં રહ્યા છે. ક્યાં છે એ કોઇને ખબર નથી.

રેશ્માની આંખે અંધારા આવવા લાગ્યા, તેના સ્વપ્નનો મહેલ કડડભૂસ કરતો પડી ગયો. તે દુ:ખી હદયે ઘરે આવી, હવે તેના અબુ કોઇ કાળે રફિક સાથે નિકાહ કરવાની હા ન પાડે એ બરાબર જાણતી હતી. વળી રફિક ક્યાં છે એ પણ એ જાણતી ન હતી.

તેણે ખૂબ પ્રયત્ન કર્યો પણ રફિકના કોઇ વાવડ મળ્યાં નહિ, અંતે તેના મા-બાપની વાત માની તેણે બીજા છોકરા સાથે લગ્ન કરી લેવા પડ્યા.


રેશ્માએ લગ્ન તો કરી લીધાં પણ રફિકને ભૂલી શકતી ન હતી. હવે તેને વરસાદના છાંટા જાણે દઝાડતા હોય એવું લાગતું. દરિયા કિનારે જવાનું પણ ટાળતી. એક દિવસ તેનો પતિ આગ્રહ કરીને સાગર કિનારે લઈ ગયો. આજે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલાં હતાં. એના જીવનની જેમજ! તે તેના પતિ સાથે દરિયાના ઘૂઘવતાં નીરને તાકી રહી હતી. એ નીરમાં વરસાદી છાંટાથી વમળો ઉઠતાં હતાં એના મનની જેમજ.!


અચાનક તેની નજર દૂર બેઠેલાં એક યુવક પર પડી, દૂરથી પણ એ રફિકને ઓળખી ગઈ. તેનાથી બૂમ પડાઈ ગઈ રફિક.. પેલા યુવાને પણ ફરીને જોયું. તે પણ રેશ્માનો અવાજ સાંભળી ચોંકી ગયો હતો. તે રેશ્માની બાજુમાં આવ્યો. રેશ્માએ એકદમ તેના પતિનો પરિચય આપી દીધો. રફિક પણ મૌન રહ્યો, બંને એક ગામના છે એટલે ઓળખીએ છીએ. એમ કહ્યું અને થોડી આડા-અવળી વાત કરી છૂટા પડ્યા.


આકાશમાં જોરદાર વીજળી થઇ ક્યાંક કડાકાભેર પડવાનો અવાજ આવ્યો. રેશ્માનો પતિ બોલ્ય ,ચાલ જલદી ઘરે જઇએ ક્યાંક આ વીજળી આપણી ઉપર જ ત્રાટકે નહિ.!

રેશ્મા ચૂપચાપ ચૂન્નીથી આસું લૂછી ચાલવા લાગી. વરસાદ જોરજોરથી પડવા લાગ્યો.


Rate this content
Log in

More gujarati story from kusum kundaria

Similar gujarati story from Romance