kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

ક્રોધ

ક્રોધ

2 mins
939


સરલા ગુસ્સામાં પગ પછાડતી ઘરની બહાર નીકળી ગઇ. ઘરમાં રોજનો ઝઘડો અને શાળામાં આચાર્યનું કચકચ. તેનું મન આજે બંડ પોકારી ઊઠ્યું. આ તે કંઇ જીંદગી છે ? ગમે તેટલું કરો પણ કદરના બે શબ્દને બદલે વાંક જ દેખાય.


સરલાનો પતિ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે અને સરલા શિક્ષિકા તરીકે બાજુના ગામડે અપડાઉન કરે. ત્રણ વર્ષની નાની દીકરીને ડે કેરમાં મૂકીને બંને જાય. દીકરી પણ મમ્મી-પપ્પાનો સાથ ઝંખે. પણ બંનેમાંથી કોઇ પુરતો ટાઇમ આપી શકે નહિ. અને વળી પતિ-પત્ની વચ્ચે ચકમક ઝર્યા કરે. નાની બાળકીના મન પર પણ અસર થાય.


સરલાને બાળકીની સતત ચિંતા રહે. વળી પોતે પૂરો સમય આપી શકતી નથી તેનો ડંખ પણ ખરો. તે સ્ટાફમાં બહેનોને પણ મનની વાત કરે. તેને બહેનો સમજાવતા તમારા આવા વર્તનથી બાળકીનું નિર્દોષ બાળપણ છીનવાઇ જશે. આપણે બાળકોના ભવિષ્ય માટે જ નોકરી કરીએ છીએ. જો એને જ ખુશ ન રાખી શકીએ તો આ નોકરી પણ શું કામની ?


સરલાને આ વાત ગળે ઉતરી ગઇ. તેણે ખૂબ વિચાર્યું અને નક્કી કર્યું હવે હું હંમેશા ખુશ રહીશ અને નાની નાની વાતમાં ઝઘડવાનું સાવ બંધ. સરલાએ પોતાના સ્વભાવને સાવ બદલી નાખ્યો. તે હવે ખુશ રહેવા લાગી. પતિ સાથે પણ શાંતિથી રહેવા લાગી. થોડા દિવસમાં જ ઘરનું વાતાવરણ એકદમ ખુશીથી છલકાવા લાગ્યું. બાળકી પણ હવે ખુશખુશાલ રહેવા લાગી. અને તેનો પતિ પણ તેને કામમાં મદદ કરવા લાગ્યો. સરલાને થયું બસ ક્રોધ પર કાબુ રાખતા આવડી જાય તો હર સમસ્યાને આસાનીથી ઉકેલી શકાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational