kusum kundaria

Tragedy Inspirational

4  

kusum kundaria

Tragedy Inspirational

શંકા

શંકા

2 mins
1.3K


તુષાર આજેય ઓફિસે જવા નીકળ્યો. એણે ઉપર જોયું. આજે પણ એ એના ઝરૂખામાં ઊભી હતી. જેવો તુષાર નીકળ્યો કે તુરતજ એણે હસીને તુષાર સામે જોયું. અને તુષાર દેખાયો ત્યાં સુધી એ પોતાના ઘરના ઝરૂખેથી એને એકટીસે જોઈ રહી. તેનો રોજનો આ ક્રમ થઈ ગયો હતો. રોજ એ તુષારના નીકળવાના સમયે અચૂક ત્યાં ઊભી રહેતી.

તુષારને હવે અકળામણ થવા લાગી હતી. વળી એમ પણ થતું જો તેની પત્નિ આ જોઈ જશે તો શું વિચારશે ? તેના ઘરની બાજુમાં એકાદ મહિનાથી આ નવા પડોશી આવ્યા હતાં. આમતો એ લોકો સજ્જન લાગતા હતા. પેલી સ્ત્રીનો પતિ વહેલી સવારે રોજ નીકળી જતો. તુષારને ઓફિસે જવાનો સમય દસ વાગ્યાનો હતો. આ સ્ત્રી રોજ એના નીકળવાના સમયે ત્યાં ઊભી રહેતી.અને તુષાર એની સામે જુએ તો સ્માઈલ પણ આપતી. તુષારને પહેલાં તો કંઈ અજુગતું ના લાગતું.પણ રોજના આ ક્રમથી એને હવે શંકા થવા લાગી. ઘણીવાર તો એના ચારિત્ર્ય વિશે પણ ખરાબ વિચાર આવી જતો. પણ ફરી એમ થતું ના એવું તો ના હોય. આમ તો કોઈ રીતે તે એવી ખરાબ નથી લાગતી. પણ તો રોજ કોઈની સામે જોઇને આમ સ્મિત આપવું અને એ પણ બધા કામ પડતાં મૂકીને આમ ઊભું રહેવું શું છે આ બધું ?

તુષારને થયું હવે તો મોકો મળે તો એકવાર પૂછી જ લઉં કે શું છે આ બધું ? આમ વિચારી એ કોઈ મોકાની શોધમાં જ હતો. જન્માષ્ટમીનો તહેવાર પણ નજીક આવી રહ્યો હતો. રજાના દિવસે એક વખત તે ઘરે એકલો જ હતો. તેની પત્નિ બહાર ગઈ હતી. પેલી સ્ત્રી આજેય ત્યાં ઊભી હતી. તુષારના મનમાં ગુસ્સો ભર્યો હતો.તે સડસડાટ પગથિયાં ચડી ઉપર ગયો. અને ગુસ્સાથી બોલ્યો શું છે આ બધું ? આ શરીફ લોકોનો મહોલ્લો છે. રોજ આ રીતે મારી સામે ટીકીને જોવાનું અને મારા ઓફિસના સમયે આમ રોજ ઊભું રહેવાનું. તમને શોભા નથી આપતું. હવેથી.. ત્યાં તો પેલી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને રડતાં રડતાં બોલી. મારો નાનો ભાઈ અદલ તમારા જેવો જ હતો. થોડા મહિના પહેલા અકસ્માતમાં ગુજરી ગયો. અમે અહીં રહેવા આવ્યાં અને તમને પહેલી વાર જોયા ત્યારે મને થયું જાણે મારો ભાઈ મારી નજર સામે જ છે. એટલે હું મારા ભાઈને જોવા મારા ઝરૂખામાં ઊભી રહેતી. મે મારા પતિને પણ વાત કરી હતી. એમ બોલી એ રડવા લાગી. તુષાર થોડી વાર માટે અવાચક થઈ ગયો. ઓહ..મે આ શું વિચારી લીધું. તેણે પેલી સ્ત્રીની માફી માંગી અને કહ્યું. આજથી તું મારી બહેન છે. હમણાં જ રક્ષાબંધનનો તહેવાર આવે છે. બહેન તું તારા આ નાસમજ ભાઈને માફ કરીને રાખડી બાંધીશને ? તારું નામ તો કહે. પેલી સ્ત્રી હસીને બોલી મારું નામ સપનાં છે ભાઈ. તુષાર તેના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું આજથી હું તારો ભાઈ છું. મારે પણ બહેન નથી. મને પણ બહેનનો પ્રેમ મળશે. સપનાં હસીને મારો ભાઈ કહીને તુષારને ભેટી હસી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy