rekha shukla

Horror Tragedy Crime

4.0  

rekha shukla

Horror Tragedy Crime

વોરકથા

વોરકથા

23 mins
315


નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી 'એમા' આજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતાં. કૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી.

મોમ આવી ને વઢી ગઈ કે,' કામ ડાઉન, રેલિંગ પર ચડી તો પડી જઈશ ' નાનો ભાઈ ૬ વર્ષનો આવી ને કહી ગયો,' પ્લીઝ બી કેરફૂલ ' ચાર્લી ને ટોની બંને મોટા ભાઈઓ પણ ફાધર

સાથે અંદર આવ્યા અને એમા થી મોટી આયેશા બાલ્કનીમાં આવી એમા નો હાથ પકડી ને લઈ ગઈ. એમા ફાધર ને વળગી પડી ફાધરે ખૂબ વ્હાલ કર્યું ને બોલ્યાઃ ' હેપ્પી બર્થ-ડે માય સ્વીટહાર્ટ,

યુ આર માય સન શાઈન ! એપલ ઓફ માય આઈ એન્ડ મામાઝ એન્જલ ! ' ફાધરને વળગીને એમા ખુશ રહી હતી. ત્યાં બાલ્કનીની બહાર થી લોકોનો અવાજ સંભળાયો ને

પછી મિલિટ્રી સોલ્જર્સ નો અવાજ આવ્યો..ટોળામાં ગણગણાટ થયો ત્યાં તો કોઈને ગોળીબાર થી વિંધ્યો. બાલ્કનીમાંથી એમા ને પરિવારના બધા સદસ્યોએ જોયું પાછા રૂમમાં આવી ગયા.

ત્યાં એનાઉન્સમેંટ સાંભળી 'સરંડર યોર સેલ્ફ, ઇવેક્યુટ એન્ડ લીવ નાઉ' ફાધરે મૂકેલી કેક સામે એમા જોતી રહી પણ આયેશાએ બોલાવી લીધી. મોમ ને ફાધરે બધાને જરૂરી સામાન પેક

કરવાનું કહ્યું. અને બધા રસ્તા ઉપર એક્ઠાં થયાં. એ વખતે કંબોડિયા વોર માં ફસાયેલું હતું. આ બાજુ જ્યાં સુધી અમેરિકન સોલ્જર્સ હતાં ત્યાં સુધી બધાને વાંધો ના આવ્યો પણ વિયેટનામ

સોલ્જર્સ વિચિત્ર હતાં. આ વિયેટનામ વોર માં કંબોડિયા દેશના૨૫ ટકા માણસો મૄત્યુ પામ્યા અને તે પણ કૄરતાની ચરમસીમા વટાવીને.

હા, જેની પાસે વાહનો હતાં તેમના વાહન પણ જપ્ત કરી લેવાયા ને પગપાળા ચાલતા લઈ ગયા કલાકો ના કલાકો સુધી. ત્રણ દિવસે એમા બોલી: 'ફાધર મારે ઘરે જવું છે હવે નથી ચલાતું'

ફાધરે તેના હાથમાંથી વજન લઈ લીધું, માથે હાથ ફેરવી વ્હાલ કરી કહ્યું ' યુ આર માય ડીયર વી હેવ નો ચોઇસ કમ લેટ મી કેરી યુ ' કહી તેડી લીધી. બધાના હાથમાં સામાનનું વજન

હતું ફાધર પોતાનુ કોને આપે ? એમા સાથે સામાન પણ ઉપાડી ચાલવા માંડ્યું. કોઈને ક્યાં ખબર હતી હજુ તો ઘણું ચાલવાનું ને સહન કરવું પડવાનું છે ! જરૂરિયાતની વસ્તુઓ પણ વચ્ચે વચ્ચે જપ્ત કરી લેતા ને મારવાની ધમકી આપતા સોલ્જર્સ જાનવરના ધણથી પણ ખરાબ રીતે વર્તન કરીને માણસોને ઢસડી જતા, અશક્ત ઘરડાં ને ન ચાલી શકનાર ને જુદા કરી મારી નાંખતા. દયા નો છાંટો નહોતો. એમા ને એની મોમે બર્થ-ડે ગીફ્ટમાં લાલ રંગનું ફ્રોક આપેલ તે સાથે તેના સ્લીપર્સ પણ જપ્ત કરી લેવાયા.. ન રડી શકતી દરેક વિવશ આંખો નમ હતી પણ મૌન હતી. ત્યાર પછી વધુ ભણેલા ને પૈસા વાળા ને અલગ કરવામાં આવ્યા જે લોકો પોતાની આઇડેન્ટી છૂપાવી ના શક્યા તેમને પકડી ને સજા યે મૌત ફરમાન કરાયા. રાઈસ ફાર્મ માં કલાકો ના કલાકો ફરજીયાત કામ કરાવતા કોઈ અપવાદ નહીં. માથે વરસાદ પગ સતત પાણીમાં ને ખાવા ચમચો ભાત મળતો. એક સરખી લાઈનમાં કોદાળી થી ખોદાવતા નાની એમા માંડ માંડ પાવડો ઉપાડી જમીન ખોદતી હતી. અરેરે.. આ સાત વર્ષની આયુમાં તેની આંખો શું શું જોઈ રહી હતી ને મૌન રહેતી હતી !!

પછી યંગ જુવાનોને લઈ અલગ કરાયા કે જેમાં એમા ના બંને ભાઈઓ ચાર્લી ને ટોની ને લઈ જવામાં આવ્યા. મૂક ચીસો ને આક્રંદ આંખો કંઇ ના કરી શકી. મા પોતાના બાળકોને ખેંચી જતા

જોઈ રહી...રડતી રહી ને સાનમાં સમજાવતી હતી કે,' ડોન્ટ ગેટ ઇન ટુ એની ટ્રબલ, ડુ હાર્ડ વર્ક એન્ડ ડુ એઝ ધે સે ટુ સરવાઈવ ' હે ભગવાન કેટલું કઠણ છે આવું જોવાનું ને કરવાનું એનો

અંદાજો લગાવી નથી શકાતો. એક વહેલી સવારે ધણા પુરૂષોને લઈ ગયા કે જે કદી પાછા ના દેખાયા. પાવડાથી માથામાં મારી મોટા એક ખાડામાં બધા ને ફેંકી દેવામાં આવતા..અધમૂવા

હોય તો પણ..!!! જેનો ડર હતો તે થઈને જ રહ્યું ફાધરની આઇડેન્ટી પકડાતા તેને ઘરપકડ કરી લઈ જવામાં આવ્યા...ફાટી આંખે મા ભેટી ને રડતી રહી. સોલ્જર્સ ના પેટ પર બાંધેલી કોદાળી

ને હાથમાં રાઈફલ જોઈને એમા ને પણ અંજામ ની જાણ થઈ ગઈ. ફાધરે ભેટીને વિદાય લેતા કહ્યુ,' બેટા લવ યુ, બી વીથ મોમ એન્ડ બી ગુડ 'ભૂખમરો ને રોગચાળો વધવા લાગ્યો માણસો ને ખોરાક-પાણી વગર હાડકાં પાંસળા દેખાય તેમાં જીવતાં મરેલાં બણબણતાં કણસતાં અધમૂવા ની સારવાર કરવા સ્ત્રીઓ રખાઈ .

એમા ની મોમ આ બધુ જોઈને સમજી ગઈ કે મૄત્યુ જ અંજામ છે પણ આટલું બધું ફ્રેશ વેજીટેબલ ને રાઈસ ઉગાડવા છતાં ચાર દાણા રાઈસ નો સૂપ આપવામાં આવે છે ને સોલ્જર્સ પૂરું જમે

છે. બે માઈલ બીજી છાવણીમાં પોતાની એમા અને આયેશા ને ઓરફન તરીકે દાખલ કરવી તેનો વિચાર કરે છે. સૌથી નાનો ૬ વર્ષનો ભૂખના માર્યો રડતો હતો તો ખેતરમાંથી એક કાકડી

લઈ ને પાછા ફરતા સોલ્જર્સે ભાઈને મારી મારીને લોહી લૂંહાણ કરેલો ને ઝૂંટવી લીધેલ કાકડી..આ બધું હવે સહન થતું ન્હોતું તેથી મોમ ના કહેવાથી બંને બહેનો જંગલ વટાવી ઓરફન

તરીકે બીજી છાવણીમાં દાખલ થઈ ને કામ કરવા લાગી. બધા ને એક સરખા કાળા રંગના રંગેલા કપડા જ પહેરવાના. ડર ના માર્યા દરેકે દરેક કહ્યા પ્રમાણે કરતા રહ્યા. મધ્યાહ્ને બે મોટા

ચમચા ભાત મળ્યો એમા ને આયેશા ખુશ ખુશ ઝડપથી ખાઈ ગયા. એક વાર કોકરોચ - વંદા પણ શેકીને ખાધેલા ને રાઈસ ફાર્મમાં પાણીમાં સાપ આવ્યો તેને પકડી ને મારી ને ખાધો...

ભૂખની કેવી ચરમસીમા હશે કે આવું ખાવા પણ તત્પર થયેલા...!! નાની વયે કેટલી અસ્ંભવ લાગતી પરિસ્થિતીમાંથી એમા પસાર થઈ રહી હતી એનું વર્ણન અતિશય કપરું છે...તો એમા ની

મનઃસ્થિતી કેવી હશે કે જેને આવા કપરા સમયમાંથી પસાર થવું પડે છે ને બધુ એક્લા હાથે પોતાનો બચાવ કરવા કેટકેટલું સહન કરવું પડે છે. (આમ સોલ્જર્સ તાણી ગયા ને મારા પિતા ને મારી નાંખવામાં આવ્યા ,અહીં નામ ચેંજ કરી ને વાત લખું છું પણ વાત છે ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર ની સત્યઘટના )વિચારીને કંપારી છૂટે જલિયાવાલા બાગ, આજ રીતે આફ્રિકા માં પણ ગવર્મેંટ ચેંજ થઈ ત્યારે માસીકર કીલીંગ લક્ઝુરિયસ હોટલ રાન્ડા માં આશરો આપીને કેવું બને છે તે જ અસંભવતાની પરાકાષ્ટા.વોરમાં કેટકેટલું થઈ જાય છે એનો અંદાજ કરવો અશક્ય છે. વોર ની અંતમાં અંતે બંને ભાઈઓ ને બંને બહેનો ની મુલાકાત થાય છે પેહલી ને છેલ્લી વાર ચારેય હસ્તા જોવા મળે છે. પણ ક્રુરતાની હોરર ચરમસીમા માંથી કેટલી સમજ વાપરી સરવાઇવ થાય છે એનાથી ' અસંભવ' વાત કઈ હોઇ શકે ?

આ બાજુ સમાચાર મુંબઈ શહેર ઉપર ભયંકરતાથી પડ્યા. અને છતાંય એની પૂરી ભયંકરતા પૂરેપૂરી રીતે સમજતાં તો દિવસો ગયા. પહેલાં તો થયું કે કાંઈક છે, પરંતુ શું છે એ કોઈ કહી શકતું ન હતું. એ વાત તો સાચી હતી કે સુરતથી ગાડી આવી ન હતી. ગાડી કોઈ દિવસ મોડી જ થતી ન હતી. ને ગાડી આવ્યા ઉપર કેટલાય માણસો વખતનો અંદાજ પણ કાઢતાં. એ ગાડી આવી જ નહોતી ! માણસને પેઢીએ જવાનો વખત થયો તોય આવી ન હતી ! માણસ પેઢીએથી પાછા ફર્યાં તોય આવી ન હતી. ને એક દિવસ સૂરજ ન ઊગે તો માણસને કેટલું અચરજ થાય એટલું અચરજ આ ગાડી ન આવ્યાથી સહુને થયું.

કંપની સરકારના લૂંટારું દિવસો ગયા હતાં ને અંગ્રેજ સરકારરાણી સરકારનું કાયદા- રાજ થયું હતું ને હજી તાજું થયું હતું. રાણી સરકારના રાજ્યની નિયમિતતા અને કાયદા પરસ્તીના

પ્રત્યક્ષ સ્વરૂપસમી આ એટલી જ તાજેતરમાં શરૂ થયેલી ગાડીની સમય પરસ્તી હતી. જેમ રાણી સરકારના રાજ ઉપર સૂર્ય કદી આથમતો ન હતો. તેમજ આ ગાડીના રાજમાં સૂર્ય એકાદ મિનિટ પણ આઘોપાછો થઈ શક્તો ન હ્તો. સૂરજ આથમે સુરતથી ગાડી ઊપડે ને સૂરજ ઊગે ત્યાં તો મુંબઈ પહોંચે. જો સૂરજ ઊગી ગયો હોય ને તોય ગાડી ન આવી હોય તો તમારે નિશ્ચયે સમજવું કે સુરજ ભગવાનને આજે ઘડિયાળે દગો દીધો છે ને એ મહારાજ જરા વહેલા ઊગી ગયા છે. ને કેટલાકનો તો મત એવો હતો કે સૂરજ ભગવાને બીજી માથાકૂટ મૂકી દઈને, કૂકડાઓ અને કાગડાઓ ઉપર ભરોસે રહેવાને બદલે ગાડી ઉપર જ ભરોસે રહેવું જોઈએ. કેમકે આ તો રાણી સરકારની ગાડી ! એ ભૂલ કરે જ નહિ ! ત્યારે આમ કેમ થયું ? ગાડી કેમ ન આવી ? એ આખો દિવસ જાણે કોઈ મહાન બનાવની ચર્ચા કરતા હોય એમ મુંબઈના શેઠિયાઓથી માંડીને ઘાટી ને મજૂર આ વિચિત્રતાની જ વાતો કરવા લાગ્યા. શેઠિયાઓ વાણોતરો સાથે, આ તર્કોની આપલેમાં કેટલાંય કજિયાઓ થયા, કેટલાય અબોલા થયા. શેરબજાર પાસે, ભૂલેશ્વર પાસે, ગ્રાંટરોડ સ્ટેશન પાસે ને શંકરશેઠની વાડી પાસે સાઉટફીટર સાહેબને પોલીસના પહેરા ગોઠવવા પડેલા.

સાઉટર-ઓગણીસમી સદીના અંતભાગના વર્ષોમાં મુંબઈના મશહૂર પોલીસ કમિશનર સાઉટરના પિતા થાય. એ સાહેબે મુંબઈમાં રાણી સરકારના રાજના દબદબાને છાજે ને કાયદાને જાળવે એ કાજે મુંબઈમાં પોલીસ દળની વ્યવસ્થા કરી હતી. આવી પધ્ધતિસરની પોલીસની વાત લોકો માટે અગનગાડી જેટલી જ નવી હતી. પીળી પાઘડીવાળા ખભે ડાંગ ચડાવીને ને કેડે ફંદો ભરાવીને સારા શહેરમાં ચોરે ચૌટે ચકલે ગલ્લીએ ફર્યા જ કરતા હતાં.---કેટલાય ઘોડા ઉપર ને કેટલાય પગે. ક્યાંક જરાક છમકલું થાય, હલચલ થાય કે તરત જ સીટી વાગી છે ને પીળી

પાઘડીવાળાઓની જમાત એકઠી થઈ ગઈ જ છે. દિવસ હો કે રાત ! રાણી સરકારના રાજમાં સૂરજ જેમ આથમતો ન હતો તેમ પોલીસ પણ ઊંઘતી જ ન હતી. આથી કરીને નાટક ચેટક

જોવા માટે સ્ત્રીવર્ગને સહેલાઈથી લઈ જઈ શકતો, રાતવરત સલામતીથી હરવા ફરવા જવાતું. કેટલાક તકરારી ગણાતા લત્તાઓમાં તો પોલીસ પડાવ નાંખીને રહેતી. એટલે સહુને રાણી

સરકારનું રાજ ઘરઉંબરે જ આવી ગયું દેખાતું. દાદાઓનો, ગુંડાઓનો તો સાઉટર કાળ હતો કાળ. આખો દિવસ ને રાત એ શહેરમાં ઘોડા ઉપર ફરતો જ હોય. દિવસમાં એ એકાદ વાર તો

ક્યાંય ને ક્યાંક મળ્યા વગર રહે જ નહિ. એવો હતો એ સાઉટર અને એવી હતી એની પોલીસ-પીળી પાઘડી.

મુંબઈના ધીકતા લત્તા -દેશી ઢબની ધીકતી જંજાળવાળા લત્તા એક ભૂલેશ્વર, બીજું શેર બજાર,

ત્રીજી શંકર શેઠની વાડી.

(* આજ જ્યાં ગ્રાંટરોડ સ્ટેશનની સામે નાનાચોક છે ત્યાં પહેલા શંકર શેઠની વાડી હતી. કહેવાતી વાડી પણ હકીકતમાં એ કાપડ બજાર હતી. )

ને આ સ્થળે પોલીસના પહેરા ગોઠવાયા. શું હતું ? બળવાની પાછળની યાદ તો ભયંકર હતી. તોપ અને ફાંસીથી નીતરતી હતી. રાણી સરકારના ઢંઢેરા છતાં,

કહેવાતી માફી છતાં નર્યા નીતર્યા ભયરાજની જ યાદ હતી. પરંતુ પાછલી યાદમાં તો મિઠાશ હતી. ને ઘણા માણસો એ કાળની નજરે જોયેલી વાતો ઘરને ખૂણે કરતાં પણ હતાંં. શું એવું કાંઈ બન્યું હતું ? જૂના કાળમાં સતીઓ સૂરજને બાંધી રાખતી. એમ આ કાળમાંયે શું કોઈએ સૂરજના અવતાર સમી ગાડીને બાંધી રાખી કે શું ? બીજે દિવસે પણ ગાડી ન આવી.

તે દિવસે શેર બજરમાં ભયંકર ઉથલપાથલ થઈ. કેટલાય રાય રંક થઈ ગયા. કેટલાય રંક રાય થઈ ગયા. ત્રીજે દિવસે ગાડી આવી. પણ ઓ બાપ રે કેવી એ ગાડી ! વનવગડામાં ઝાડ ઉપર વાંદરાઓ બાઝ્યાં હોય એવી ગાડી. એના ડબ્બેડબ્બા ચિકાર-ચિકાર-ચિકાર. માણસ બારણે લટકતાં હતાંં. ગવર્નરના મહેલ જેવું પવિત્ર અને અસ્પર્શ્ય ગણાતું એનું એંજિન--એના ઉપર પણ માણસો !

કીડિયારું ઉભરાય એમ છડિયાં ગ્રાંટ રોડના સ્ટેશન ઉપર ઉભરાયાં. ધક્કામુક્કી ને ગિરદીમાં બે માણસના જાન ગયા. ટાંકીનું પાણી જ્યારે સાંકડા નળમાંથી બહાર નીકળે ત્યારે જોસબંધ

ધોધની જેમ નીકળે. સ્ટેશનના સાંકડા પ્રવેશદ્વારોમાંથી માણસોને એવો ઊછળતો ધોધ બહાર નીકળ્યો. ને કલાકમાં તો સારાય મુંબઈ શહેરમાં સમાચાર ફરિ વળ્યા કે સુરતને પાદર વહેતી

તાપી નદીમાં આજ પહેલાં આવી ન હતી તેવી ભયંકર રેલ આવી છે. ને અરધું સુરત શહેર એ રેલમાં તણાઈ નહિ ગયું હોય તો હવે તણાઈ જશે. જે માણસો આવ્યા હતાં તેઓ તો પોતાનું

સર્વસ્વ ગુમાવીને માંડ આવ્યા હતાં. સ્ટેશનમાં ય પાણી આવી ગયાં હતાંં, ને ગામમાંથી તો સ્ટેશન ઉપર જવાય એવું ય નહોતું. ને આવા ખુવાર થયેલા માનવીનાં ટોળાંનાં ટોળાં હજી

સુરતના સ્ટેશન ઉપર પડ્યાં છે. ત્યાં તો ભારખાનાના ઉઘાડા ડબ્બાઓવાળી બીજી પણ ગાડી આવી ને ઠલવાઈ.

તરત જ શહેરના દાનવીરો જાગ્યા. આવેલાને આવકાર આપવા માણસોની તજવીજો થઈ. ધીમે ધીમે એ ઘોર આપત્તિની નાની મોટી વિગતો પણ બહાર આવવા માંડી. આસપાસ ક્યાંય

વરસાદના સમાચાર ન હતાં. દિવસ સ્વચ્છ હતો ને આકાશમાં આરસનાં પગથિયાં ગોઠવ્યાં હોય એવા સફેદ વાદળો સિવાય બીજું હતું નહિ. હવામાં યે ક્યાંય વરસાદની ગંધ પણ ન હતી.

પવનમાં જરા સરખો ય ભેજ પણ નહોતો. અમાસનો દિવસ હતો. મોટા જુવાળની ભરતી નદીની ફાંગમાં થઈને સુરત સુધી આવી હતી.

ને બરાબર એજ સમયે-- બરાબર જે કલાકોમાં દરિયો નદીનાં પાણીને સંધરવાને તૈયાર ન હતો-- બરાબર એજ સમયે કોણ જાણે કેટલે દૂરના કેવા ભારે વરસાદનું ઘોડાપૂર આવ્યું . કો

હયદળ દુશ્મનના મુકાબલાને ઝભ્ભે કરવાએન સપાટ ધરતી ઉપર મરવા કે મારવાની સંહારક દોટ મૂકતું હોય એમ નદીની સપાટી ઉપર ધરણી ધ્રુજાવનારા ડાબલાઓ ગજવતું ઘોડાપૂર આવ્યું.

કહે છે કે એના ઘૂઘવાટા સારા શહેરમાં મેઘની ગર્જના જેવા સંભળાયા હતાં. ઘર ઘર જેવડા ઊંચા ઘોડા માથે સફેદ ભમરીઓ ઘુમાવતા ધસ્યા જ આવ્યા. એકની પાછળ એક - એકની પાછળ એક-- એક ની પાછળ એક -અક્રાંડ તાંડવનું હયદળ એક ઘટ્ટ દીવાલની જેમ ધસ્યું જ આવ્યું. મોટા જુવાળના ઘોડા સાથે અથડાયું. સમંદરના ઘોડા ને નદીના ઘોડા અથડાયા. આભનું

પેટાળ ચીરી નાખે એવા કડાકાઓ થયા. સાગરના ઘોડાઓએ મચક ન આપી, માર્ગ ન આપ્યો ને જેમ લડાઇની કડાંભીડ થોડીક ચાલે, ભયાનક કડાકાઓ થાય અને વિજેતાની અભંગ ટક્કર સામે પરાજિત હયદળ મેદાનમાંથી નાસીને તમામ શિસ્ત ભૂલીને ચોપાસ વેરાઈ જાય તેમ સમદરના ઘોડાની ટક્કર સામે લાચાર

બનેલા નદીના ઘોડા કાંઠા ઉપરના અનેક નાના મોટા માર્ગે ચોપાસ ફેલાઈ ગયા. ને જ્યાં ફેલાયા ત્યાં પોતાના મહાપરાજયનો મહારોષ ઠાલવવા લાગ્યા.

સુરત શહેરના લોકોને શું થાય છે એની સૂઝ પડે એ પહેલાં તો નદીનાં પાણી શહેરમાં ઘુસી ગયાં ને ઊભી વાટે દોડવા માંડ્યાં. નીચાણના ભાગો ઉપર પાણી રેલાયાં, ને ઊંચા ને ઊંચા ચડવા જ લાગ્યાં. એક તરફ મોટા જુવાળનાં પાણી નદીનો દરિયાપંથ રોકીને પડ્યાં હતાં ને બીજી બાજુ નદીમાં પાણી તો ઝપાટાબંધ ચડતું જ રહ્યું. ને જગતનાં ભયંકર દ્રશ્યોમાંય એક પરમ ભયંકર દ્રશ્ય જોનારાઓએ જોયું. આટલું પ્રચંડ પૂર, આટલા ભયંકર ઘોડાઓ--છતાં નદીનું વહેણ અવળું થયું. પૂરે ચડેલી નદી અમાસના જુવાળના હેલાળે ચડેલો સાગર જ્યારે થપાટ મારે છે ત્યારે સેંકડો વર્ષોનાં એકાદ ભયંકર ઘડીએ એકાદ નદીમાં પાણી અવળાં વહે છે. નદી જાણે દરિયાથી વહેતી આવીને પાછી જાય છે, ત્યારે પગલે પગલે તસુએ તસુએ એ તાંડવ કરે છે.

સુરત આગળથી તો જાણે નદીનાં પાણી આગળ વધતાં થંભી ગયાં. પાણી નો ધોધ બધો શહેરમાં જ ઠલવાયો. પાણીનાં પૂર શહેરમાં પથરાયાં. ઘૂમરીઓ વળવા માંડ્યાં. મકાનો જાણે કાગળનાં બન્યાં હોય એમ નીચે બેસવા માંડ્યાં. મહાસાગરમાં ઓલ તણાતો હોય એમ આટકાટ, ઝાડપાન, પશુઓ, માણસો ગોથાં ખાવા લાગ્યાં. માણસ માત્રની જાણે મતિ મૂંઝાઈ ગઈ. આ તો સાગરે માઝા મૂકી. ભાગી છુટાય એટલાં માણસો જીવ લઈને ઉપરવાસે ભાગ્યાં. સેંકડો મકાનો તણાયાં. સેંકડો માણસો તણાયાં. હજારો બરબાદ બન્યાં. ને તમામ બરબાદી ઉપર નદીઓના ઘોડાઓ વકરેલો ગેંડો જેમ ખળું ખૂંદે એમ ખૂંદવા લાગ્યા.

જ્યાં સહુ પોતાની સલામતીની ચિન્તામાં પડ્યા હોય ને જ્યાં નદીનાં પાણી ભયંકર ચોકસાઈથી શહેરના મધ્યભાગથીયે આગળ ને આગળ જ ધપતાં હોય, ત્યાં કોણ કોની ફિકર કરવા રોકાય ?

માનવીની બીક જેમ ચેપી છે તેમ માનવીની બહાદરી પણ ચેપી છે. સામે ખડા થયેલા ભયથી ભાગતાં બધાં જ માણસો કાયર નથી હોતાં. સ્મશાનમાં પગ ન મૂકનારાં બધાં જ માણસો કાંઈ

ભૂતથી ડરનારાં નથી હોતાં. કેટલાય માનવીઓ નાસે છે - માત્ર એટલા માટે કે ઊભાં રહીને શું કરવું એની એમને ગમ નથી પડતી. એવાં માણસોને રોકનાર ને કામે લગાડનાર એક જણ

નીકળ્યો. નદીને સામે કાંઠે એક હડમાનનું મંદિર હતું. મંદિર તો શુ સ્થાનક હતું. પાસે ઝૂંપડું હતુંં ને તેમાં એક બાવા રહેતો હતો. પડછંદ દેહનો ને ઘડીભર તો આભને ય થોભ દે એવા સ્નાયુ

ઓ વાળો. મૂળભારથી એનું નામ. સામાન્ય સંયોગોમાં એને ગામની ખેવના ન હતી ને ગામને એની પરોજણ ન હતી.

અસામાન્ય સંયોગમાં એ બાવો નદીનાં પાણીમાં પડ્યો. તણાતાં લાકડાં એણે પકડ્યાં, તણાતાં માણસો એણે આંતર્યાં. એમને લાકડાં પકડાવ્યાં. એમને તીરકસ દોરતો ગયો. ને એમ એ જીવ

બચાવતો ગયો. એનું જોઈને કંઈક તરવૈયાઓ ઘૂમરી ખાતા પાણીમામ પડ્યા. કોઈને જરા વધારે અક્કલ સૂઝી. એમણે તરાપા બાંધ્યા ને વાંસડા લીધા. જોતજોતામાં નદીનો પટ આવા

સાહસિકોથી ભરાયો. દૂરથી જોનારા રંગ દેતા જાય. અંદર પડેલાઓ એકબીજાને પડકારતા જાય. એમ ને એમ તેઓ એ બાવા મૂળભારથી પાસે આવ્યા, ને એનાં ચીંધ્યાં કામ કરવા માંડ્યા.

ને પૂરનાં પાણી ચડતાં જ જતાં હતાંં. જુવાળના ખારાં પાણી હજી મીઠાં પાણીને ચમક આપતાં નહોતાં - બલકે સામી ઠેલ જ મારતાં હતાંં. ને પાણી ગોળ ગોળ ઘૂમતાં હતાંં. આટકાટ, ભંગાર,

મરેલાંઓનાં શબો એટલામાં ને એટલામાં ઘૂમતાં હતાંં. તરવૈયામાં જખમી થનારા તારાઓની સંખ્યા વધતી ચાલી. ને ભંગાર- વેરવિખેર ભંગાર ધીમે ધીમે એકઠો થતો ઘટ્ટ થતો તરતા

બેટ જેવો બનતો હતો.

એકાએક દૂરથી જોનારાઓના કંઠમાંથી એક કાળી ચીસ ઊઠી, પાણીના ઘૂઘવાટને પણ વીંધીને તીરની જેમ આગળ ચાલી, ' સંભાળો...સંભાળો....મહારાજ......મહારાજ ...!'

નદીપટ ઉપરના તરવૈયાઓએ ચીસથી ચમકીને જોયું અને નર્યાં નીતરતી હેબતથી એમની છાતીનાં પાટિયાં જ સાવ બેસી ગયાં. જાતભાતના ભંગારનો એક ધીંગો રીંગો અત્યાર સુધી નાનકડા હિમાલયના ગાંભીર્યથી નદીના પટ ઉપર આમથી તેમ હીંચક્તો હતો. એનામાં જાણે શયતાની પ્રપંચ જાગ્યો હોય, શયતાની જીવ પુરાયો હોય એમ એકાએક ઝનૂને ચડેલી સૂસવાટથી

ખૂની, તરસ્યા વેગથી એ ભયાનક સાગર સવારીએ ઊપડી ચૂક્યો--- ને બે બાઈઓને લાકડા મોભને વળગાડી બાવો મૂળભારથી કાંઠા તરફ દોરતા હતાં એના ઉપર જઈને એ

ભંગારની સૂસવાટને પ્રચંડ થપાટ મારી. ગોફણમાંથી ગોળો છૂટે એમ લાકડાનો મોભ નદીનાં પાણીની સપાટી ઉપરથી અધ્ધર હવામાં પવનમાં તણખલું ઉડે એમ ઊડ્યો. એમાં એક છેડા

એ વળગેલી બે બાઈઓને અધ્ધર હવામાં ઘુમાવીને દૂર દૂર ફેંકી દીધી. બીજે છેડે મોભનો દોર આપતા બાવા મૂળભારથીની છાતીમાં મોભનો છેડો જાણે ઘુસી ગયો ને અધ્ધર ઊડેલા

મોભના છેડા સાથે જડાઈ ગયેલા બાવાની છાતીમાંથી લોહીના લાલ ફૂવારા ઊડ્યા ને એના છાંટા આસપાસ વેરાયા. બન્યું એમ. મોટા જુવાળનાં પાણી તો કાનૂન પ્રમાણે સભર થઈ ગયાં, પછી વળવા માંડ્યાં. જુવાળનાં પાણીમાંથી સાગરની ઠેલ હઠી ગઈ કે બકરાની ગરદનમાં કસાઈનો છૂરો જેમ ઘૂસે એમ પૂરના વેગથી ગાડાતૂર બનેલાં નદીનાં પાણીએ સાગરના પાણીને ચીરીને એમાં પોતાના ભયાનક વેગનો કેડો પાડ્યો. પૂરના બહોળા પટમાં પથરાયેલાં પાણી એક સાંકડી ગલીમાંથી જાણે સિંહની ફાળ ભરતાં ને સિંહની ગર્જના કરતાં દરિયામાં ઠલવાઈ રહ્યા. પૂરનાં પાણીએ ભયાનક વેગ પકડ્યો ને જયાં એણે દરિયાના પાણીમાંથી પોતાને માટે સાંકડો પટ ચીરી નાખ્યો હતો ત્યાં તો એ એટલા જોસથી વહેતા હતાં કે એમાંથી ઊડતા છાંટાઅએ ને ઘૂમરીઓ હજારો ફૂવારાઓ એક હારમાં ગોઠવ્યા હોય એમ દશ દશ બાર બાર ફૂટ ઊંચે ચડવા લાગ્યા. ને ભંગાર, આટકાટ વગેરેએ એ સાંકડી નાળમાં તો આંખો ભમી જાય એટલો વેગ પકડ્યો હતો. શહેર તરફના ભાગના તરવૈયાઓ તો માંડ માંડ પાછા આવ્યા, પરંતુ એ ભયંકર નાળને સામે છેડે જે મંદભાગી તરવૈયાઓ રહી ગયા હતાં તેમાંથી તો કોઈ બચ્યું નહિ. પૂર જાણે પોતાનો રોષ દાખવી લીધો, ને પોતાની શયતાની તાકાતનો છેલ્લો પરચો બતાવ્યો. માણસથી લાતથી જેમ હવામાં પગદડો ઊડે એમ ભંગારની થપાટથી હવામાં અધ્ધર ઊડેલો એ મોભ, મોભને એક છેડા સાથે જાણે પોતાના લોહીથી પોતાની છાતી જડી દેતો હોય એવો બાવો. હવામાં ચોપાસ ઊડેલો એના લોહીના છંટકાવ... બીજી પડે બાવો મોભમાંથી છૂટીને લગભગ પંદરેક ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો. મોભ આગળ પાણીમાં પડ્યો. એક ટપ્પો ખાઈને આગળ પડ્યો એને પોતાનું ભયંકર કામ પૂરું કરીને જાણે પોતાને વતન જતો હોય એમ સાંકડી નાળમાં પેસી ગયો.

ભયંકરમાં ભયંકર વાતોને પણ આખરે છેડો હોય જ છે તેમ મોટા જુવાળની બીજી ભરતી ચડે એ પહેલાં પૂરનાં પાણી વધારે ને વધારે પહોળી થતી સાંકડી નાળ વાટે દરિયામાં ઠલવાતાં જ

ગયાં. ઉપરવાસથી ઘોડાઓની કૂચ કદમ બંધ થઈ હતી. ઓથાર શમ્યો હોય એમ તાપીની રેલ એના છ ક્લાકના સર્વ સંહારરૂપે જ નામશેષ રહી. એ આખીય ભયંકર રાત નાસભાગ કરેલાં માનવીઓએ પોતે પોતાનાં વિખૂટાં પડી ગયેલાં ખોવાઈ ગયેલાં સંબધીઓની ભાળ લેવામાં કાઢી. ખદબદતા કાદવનાં કાંપમા સેકડો આગિયાઓ કૂદાકૂદ કરતાં હોય એમ નાનામોટા દીવાઓ જળસંહારના મેદાનમાં આમથી તેમ ફરી રહ્યા હતાં. ક્યાંય ન પત્તો લાગતાં રૂદન ઊઠતાં ઠેરઠેર ચડતાં પૂરની થપાટોથી ઓવાળ ઘસડાઈ ઘસડાઈને ચિત્રવિચિત્ર જગ્યાએ ઘસડાયાં હતાંં. એમાં કેટલાંક તો ફાટી ગયાં હતાંં. કેટલાક ઢગલો થઈ ગયાં હતાંં, કેટલાકનાં છાપરાઓ તણાઈ ગયાં હતાંં. કેટલાંક આસપાસ બધે ઓવાળ વીંટળાઈ જવાથી ઉગરી ગયાં હતાંં. ' જેને દૈવ મારે છે એને કોઈ બચાવી શકતું નથી.' 'જેનાં રામ રખવાળાં કરે છે તેને માઝા મૂકતો મહાસાગર પણ કાંઈ કરી શકતો નથી ' એ હજારો વર્ષની લોકોની અંધશ્રધ્ધાના થોકબંધ પુરાવાઓ મળી આવતા હતાં.

પ્રલય પછીની જાણે કાલરાત્રી આવી હોય એવી એ અખૂટ અને કાળજુ ચીરી નાખે એવી અમાસની રાત આખરે પૂરી થઈ. લોકોનો ફડફડાટ હતો કે નદીમાંથી પૂરનાં પાણી જો ત્રણ ચાર કલાકમાં

સાગરમાં ઠલવાઈ જાય નહિ, તો પાછો રાતનો જુવાળ ચડતાં ફરીને પાણી ગામમાં ચડશે. એ ફફડાટ પણ શમ્યો. એક મુગલાઈ કુમાવિસદ્વારની પ્રેમપાત્રી ગણિકાના નામ ઉપરથી સ્થપાયેલું

એન વિકાસ પામેલું આ શહેર એ ગુણિકાના અંતિમ હાલ જાણે ભોગવી રહ્યું. કાળના અચાનક અને ભયંકર સપાટાથી કો જુવાન ગણિકાનો દેહ જેમ છિન્નભિન્ન થઈ જાય એમ સુરત શહેર

વિફરેલી મહાનદી ને માઝા મૂકેલા સાગર વચ્ચેના દ્વંદ્વમાં છિન્નભિન્ન થઈ ગયું.

ચોપાસ ઓવાળના ગંજના ગંજ ખડકાયા હતાં. ચોપાસ ઢોરઢાંખર, ને માણસના પિંખાયેલા છુંદાયેલા પિંડ જેવા બનેલા દેહો પથરાયા હતાં. ઉપર આકાશમાં ક્યારની એ ગીધોની સિસોટીઓ

બજવા માંડી હતી. કાગડાઓનું કાળું વાદળ તોળાઇ રહ્યું હતું, ને પાગલપણનું ઝનૂન ઊતરતાં વધારે ઓશિયાળી અને વધારે હારણ બની હોય એમ તાપીનો પાતળો પ્રવાહ ભારે પરિશ્રમ

પછીના થાકથી થાકેલો દેખાતો વહેતો હતો.

મકાનોના છાપરાઓ ઉપર કયાંક માનવદેહો પડ્યા હતાં. મહાનદીએ મહાપરિશ્વમ કરીને ગવરીશંકરનો સંસાર થાક જાણે એનાં માથા ઉપરથી ઉતારી લઈને પોતાના ખોળામાં લઈ લીધો

હતો. ગવરાનો તમામ ઉપજીવી અને સંસારથી દાઝેલો પરિવાર મહાનદી ઉપાડી ગઈ હતી. ઘરમાં પાણી ભરાવા માંડ્યું ને જીવ બચાવવા ગવરો, એની સ્ત્રી, એની દીકરી અને વિધવાઃ-અવિધવા વહુઅરૂઓ ઉપલે માળ ચડી ગયાં. એ સમયની બૂમાબૂમ અને હાંફળા દોડાદોડ દરમિયાન ગવરાએ એમનાં દર્શન કરી લીધાં. એમના અવાજો સાંભળી લીધા. એમના ઉત્પાતો જોઈ લીધા, ત્યાર પછી ગૂંગળાવી નાંખે એવી સફેદ ને મેઘધનુષના રંગોથી ભરેલી ને એને જાણે ભીંસી નાંખવા માગતી હોય એવી ચાદર જાણે એની આસપાસ વીટળાઈ વળી.ત્યાર પછીન જાણે એ દૂર્બળ દેહોની ફરીને ઝાંખી કરી,ન તો એમના અવાજો દૂરથી કે નજીકથી સાંભળ્યા ! જળ ઉપર સવારી કરીને ગવરાના સંબંધો ને એ સાંસારિક સંબંધમાંથી નિષ્પન્ન થયેલી ઉપાધિઓ અને આધિઓ જાણે ભવસાગરને પેલે પાર ચાલ્યાં ગયાં. પોતાના સ્વજનોની નિષ્ફળ શોધ કરતા ગવરાએ એક મકાનના છાપરા ઉપર એક તોતિંગ ઝાડ ઉપર ભીષ્મની જાણે બીજી બાણશૈયા હોય એમ બાવા મૂળભારથીને પડેલા જોયા. પોતાની નિઃસીમ તાકાત અને નિર્ભર છાતીનું અરમાન ધરતા એ માનવીની છાતીમાં મોટો ખાડો પડ્યો હતો. લોહી ધોવાઈ ધોવાઈને આખી ય એ કદાવર કાયા સંગેમરમર જેવી સફેદ બનિ ગઈ હતી.એ હામવંતો માનવી જાણે મોતને એટલી જ હામથી ભેટ્યો હોય એમ એની આંખો ઉઘાડી હતી ને જ્યાં એનો આત્મા સંચર્યા હતો એ આભ સામે જોઈને મહાકાલને કહેતી કે, ' મારી તાકાતના અરમાનમાં મેં જિંદગી દરમિયાન તમામ ભૌતિક સમૃધ્ધિ ગુમાવી હતી ! એજ અરમાનમાં આજ મારી આધિભૌતિક સમૃધ્ધિ પણ ગુમાવું છું અને જેમ જીવતાં મને અફસોસ થયો નથી તેમ મરતાં પણ કોઈ અફસોસ થતો નથી. '

ગવરીશંકરના અંતરમાં અત્યારે વિચિત્ર મનોમંથન ચાલતું હતું. તનથી ગરીબ, મનથી ગરીબ, ધનથી ગરીબ એવા માનવીના ગોચર અગોચર ચિત્તવ્યાપારમાં બહુ ઊંડું અવગાહન કરવું

જોઈતું નથી. ગવરીશંકરના સંસારથી હારેલા, સમાજથી થાકેલા, ને સંતાપથી ત્રાસેલા ચિતાના ઉંડાણમાં જાતજાભાતની ઘૂમરીઓ વળતી હતી. એનો તમામ બોજ લૂંટાઈ ગયો હતો ---કે

હળવો કરવામાં આવ્યો હતો ? સમસ્ત સ્ત્રીવર્ગની જળસમાધિ અને..... જવા દો એ બધી વાતો. ગવરો પોતે જ જ્યાં પોતાના ચિત્તની અતળ ગુફાઓમાં નજર કરવા માગતો નથી ત્યાં

આપણે શા કાજે હેરણાં હરવા જવું ?

ગવરો મૂળભારથીને દીઠે ઓળખતો હતો. લાંબી વાતો તો એ જાણતો ન હતો. પરંતુ નદીપારના હડમાનના બાવાજી તરીકે એણે એને અને ગૌતમને જોયા હતાં. બાવો સારો માણસ ચે એવી

લોકવાયકા એણે સાંભળી હતી. ને બાવો બહાદર માણસ હતો એ એણે અનેકોની સાથે નજરે જોયું હતું. એણે બૂમ પાડી. એની બૂમમાં ડૂબતાં માણસોને બચાવવાને ઘોડાપૂરના તોફાને

ચડેલી નદીમાં ઝંપલાવનાર માનવીનાં આવાં કપરાં મોત સામે ફરિયાદ હતી. એ બૂમ સાંભળીને થોડાં માણસો એકઠાં થયાં. બાવાજીના આવા અકાળ અવસાન ઉપર એમણે સહુએ ઘણો

ખેદ વરસાવ્યો. ક્યાંકથી કોઈકથી સીડી લાવ્યું ને ચારેક માણસો છાપરાં ઉપર ચડીને ગવરા પાસે આવ્યાં. એમણે બાવાજીને જોયા ને એમને કંઠમાંથી અરેરાટી છૂટી ગઈ. ક્યાંકથી ખાટલો

આવ્યો. જેમ તેમ કરીને ઉપર ચડાવ્યો. એના ઉપર ચાર જણાએ બાવાજીની લાશ ઝાડની ડાળીઓમાંથી આસ્તેથી સેરવીને નાંખી. ધીમે ધીમે ખાટલો સીડી વાટે નીચે ઉતરવા લાગ્યો.

બાવાજીની કેડમાં કાંઈક ભરાયેલું. ઝાડની ડાળીઓ સાથે ખેંચાઈ, કાંઈક ફાટી ઢીલું થઈ એ છૂટું પડીને ઝાડનાં પાંદડાઓની વચમાં પડ્યું હતું. ગવરાએ એ ઉપાડી લીધું. ખૂબ લુગડાંના ગાભામાં એ વીંટળાયેલું હતું. ગવરાએ દબાવી જોયું. આખું ભીનુંભીનું હતું, છતાં પોથીના પાનાં જેવું હતું. ગવરાને લાગ્યું કે એ બાવાજીની શાસ્તરની પોથી હશે. એ લઈને ધીમે ધીમે નીચે ઉતર્યો. ત્યાં તો આસપાસ ફરી વળ્યા કે બાવા મૂળભારથીનું શબ મળી ગયું છે. નજીક અને દૂરથી બાળકો અને સ્ત્રીઓ, બુઢ્ઢાંઓ અને જુવાનો દોડતાં આવ્યાં. નદીમાં ઝંપલાવીને ડૂબતાં તણાતાં માનવીઓને ઉગારવાંનો એણે લીધેલો અથાગ પરિશ્રમ તો ક્યારનોય જાણીતો થઈ ગયો હતો. એની સાહસિકતાની અને તાકાતની, એની હિંમતની ને એની કર્તવ્યપરાયણતાની

વાતો તો ક્યારનીય કર્ણોપકર્ણ વહેતી થઈ હતી. કેટલાંય ઘરોમાં તો એની હામનાં જીવતાં પ્રતીકો મોજૂદ હતાંં. આવો પરોપકારી માણસ, આવો હામધર માણસ ભારેમાં ભારે વસમા મોતને ભેટ્યો એ વાત જાણે સાંભળી એને દુઃખ કરનારી લાગી.

શ્મશાન જેવું એ દિવસે તો આ હતભાગી શહેરમાં રહ્યું ન હતું. માથે ગીધડાંના ટોળાં ઊડતાં હતાંં. સમળી અને કાગડાઓના વાદળોથી સારા શહેર ઉપર જાણે સૂરજ ઢંકાઈ ગયો હતો. જ્યાં

લાશ મળે ત્યાં તરત ઓળખીતાંઓ, સગાંઓ અને અગ્નિસંસ્કાર કરી દેતા હતાં. ને આમ અગ્નિમાં જલતી લાશો ઉપર પણ ગીધો ચોટ નાખતાં હતાંં . એટલે વાંસડાઓ ને ઝાડોની ડાળીઓ

કાપી કાપીને એ મૂરદાંચોરોને મારી મારીને ભગાવવાં પડતાં હતાંં. ચિતાઓ સળગતી ને બુઝાઈ જતી ને ફરી સળગાવવી પડતી. એક સકખી પ્રગટેલી ચિતામાં આસપાસના શબોના

અગ્નિસંસ્કારો પણ કરવામાં આવતા. કોઈની દોરવણી જેવું હતું નહિ. દિગ્મઢ થયેલું સરકારી તંત્ર મૂર્છામાંથી જાગ્યું જ ન હતું. ને સરકારી અમલદારો ને નોકરો પોતપોતાની વૈયક્તિક

વિપત્તિઓમાંથી ઊંચુ માથું કરી શકે એમ ન હતું. લોકોએ આપમેળે સ્વયંભૂ સહકાર અને સંસ્કારથી આ કાર્ય પતાવવા માંડ્યું હતું. લાશો રઝળે એ ધર્મદ્રષ્ટિએ ખરાબ કહેવાય પરંતુ એ જો

સડે તો શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એ સમજવામાં ઝાઝા વૈદકગ્નાનની જરૂર પણ ન હતી.

બાવા મૂળભારથીના શબને પણ ત્યાં જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ભારથી બાવાને અગ્નિદાહ દેવાય કે ભૂમિદાહ દેવાય એની ચર્ચામાં ઊતરવાનો ત્યાં કોઈને અવસર ન હતો. પડી

ગયેલાં ઘરોનાં મોભ ને પીઢિયાં, બારણાં અને બારીઓ ફરતાં સુક્કા ઘાસના તાપથી એની લીલવણી ઉકળતી જાય, ખદબદતી નીતરતી જાય, આગ પકડે, મૂકી દ્યે. બુઝાય, વળી પ્રગટે

એમ કરતાં કરતાં ભીનાં લાકડાઓ આખરે બંગડી જેવાં બળે....

ને એમ બાવો મૂળભારથી પોતાના કાંડાબળના અરમાનની છેલ્લી સુગંધ સાથે સરગાપુરી સંચર્યો. મુલક કાઠિયાવાડનો. તાલુકો સરવૈયાવાડ. એ તાલુકામાં એક ઠકરાત સેજલપુર .

સેજલપુરનો ગરાસિયો પહાડ જેવા અડગ મૂળુમાણેક સાથે કાંડાબળ ભિડવવા ગયો એમાં ગામ ગરાસ ખોઈને બાવો થયો. માઝા મૂકેલા મહાસાગર ને ગાંડી બનેલી નદી સાથે કાંડાબળ

ભિડાવવા ગયો અને જીવ ખોઈ બેઠો. પરંતુ એના છેલ્લા અસ્થિમાંથી નીકળતા છેલ્લા લીલા ઘૂમ સુધી એનું કાંડાબળનું અરમાન અભંગ રહ્યું. આ એમ બાવા મૂળભારથી સ્વર્ગે સંચર્યો.

બાવાનું સ્થાનક અને એનું કાચું ઝૂંપડુ તો તણાઈ ગયાં હતાંં. ને જ્યાં એના સ્વયંભૂ હડમાન પોતાના સિંદૂરિયા ભભકાથી વિરાજતા હતાં ત્યાં તો મોથોડા ઊંડા ખાડાઓ ખોદાયા હતાં. બાવા

પાસે કોઈ મિલકત હોય કે ન હોય, હોય તો એ બચી શકી ન હોય એમ સામુદાયિક અભિપ્રાય હતો. ને ઘણાં માણસો જ્યાં પોતપોતાની મિલકતના વલોપાતમાં પડ્યાં હોય ત્યાં પારકાની ઉપાધિ વહોરવાને કોઈ તૈયાર ન હોય.

એટલે ગવરાને બાવાજીનું ફીંડલું મળ્યું એમાં કોઈ ને રસ ન દેખાયો. ફીંડલું આમે પોથી જેવું હતું ને ચપટી રાખ જેવું હતું. ને રાખ પણ ચિતામાંથી તારવેલા અસ્થિનાં ફૂલ જેવી હતી. જે

થોડાએ ગવરા પાસેથી એ ફીંડલું જોયું એઓને તો એ બધું કોઈ તાંત્રિકના સાજ જેવું દેખાયું. ગવરો એ પોતાને ઘેર લાવ્યો. કાગળો ભીના થયા હતાં. એને સૂકવવા ખાતર એમ ને એમ

રાખી મૂક્યા. ગવરો હવે એક રીતે નવરો હતો. ઘરમાં હાથે રાંધવાનું એને હતું. પ્રભુરામ પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠા હતાં. પેઢીમાં એ હજી મુનીમ હતાં. પણ એમનાં મકાન નવેસરથી

ન બંધાય ત્યાં સુધી પેઢીમાં જ રહેવાનું હતું એમને. ને એમના ઘરમાં જે કાંઈ એમની કમાઈની, એમની મોટાઈની, એમના અભિમાનની રિધ્ધિસિધ્ધિ હતી એ તમામ તો સાગરની વાટે

ચાલી નીકળી હતી. પ્રભુરામ એકાકી થઈ ગયા હતાં, ખાખી થઈ ગયા હતાં, બેધ્યાન થઈ ગયા હતાં. હવે ગવરો એક માત્ર એનો આધાર હતો, પણ ગવરા માટે પેઢીના કામ સિવાય

એનું અંગત કામ કાંઇ ન હતું. ગવરો પ્રભુરામને પોતાને ઘેર લઈ આવ્યો હતો. ઇશ્વરની એ કરુણા હતી. પાણીના તરંગનો એ પ્રત્યક્ષ પરચો હતો. તોતીંગ હવેલીઓ તણાઈ ગઈ હતી,

ત્યારે ગવરાનું અરધ લાકડાનું ઈંટાળિયું છોતરાં જેવું મકાન પાણીના મારની વચમાં ઊભું રહ્યું હતું. એમાં પાણી ભરાયું હતું બેયે બેય માળમાં . ને ગવરાને ગવરાનો સરસામાન ફેરવવાને

મજૂરો આવ્યા એમ બારીબારણા વાટે પાછું નીકળી ગયું હતું. સજ્જન માણસો મળવા આવ્યા હોય અને પાછા ચાલ્યા જાય એમ કશી ગુંડાગીરી પાણીએ મકાનની દીવાલો ઉપર આચરી

ન હતી. કલાકોના કલાકો સુધી બેધ્યાન પ્રભુરામ ને બેતમા ગવરો સામસામા એકબીજાનાં મોં જોઈને મૂંગા બેઠા રહેતા હતાં. દિવસો ગયા ને સુરત શહેરના જખમો સુકાયા. માસ ગયા

ને જખમ રૂઝાવા માંડ્યા. પરંતુ પ્રભુરામ અને ગવરો બેમાંથી એકેય ચિત્તને છાઈ વળેલી મુર્છા વળી જ નહિ. શું હતું ને શું થઈ ગયું એની વિચાર ગૂઢતામાંથી એ બહાર આવ્યા જ નહિ--

કોઈ ઘનઘોર જંગલમાં માનવી ભૂલા પડ્યા હોય એમ.

એકદા પ્રભુરામ ઘરમાં આંટા મારતા હતાં એમણે છાજલી ઉપર વેરવિખેર પાનાં જોયાં.

' ગવરા, આ શું ?'

' બાવાજીનું એક માત્ર સંભારણું રહી ગયું છે. ' ગવરો ઊઠ્યો પાનાં ભેગાં કરવા માંડ્યા, ' બાવાજીની લાશ મને મળી ત્યારે આ મળ્યું. ઘેર લાવ્યો ભીનું હતું તે સૂકવવા મૂક્યું પછી ભૂલી ગયો !'

' ક્યા બાવાજી ?'

' મૂળભારથીજી. નદીની રેલમાં માણસોને બચાતાં એક મોભ એમને છાતીમાં વાગ્યો ને મરી ગયા એ. '

' મૂળભારથી-- મૂળ ભારથી !' પ્રભુરામ બડબડ્યા. નદીની રેલની બાબત સિવાય પણ એનું

નામ પોતે ક્યાંક સાંભળ્યું છે એમ પ્રભુરામને લાગ્યું ને એની અર્ધકુંઠિત યાદશકિત એના હૈયામાં

એ નામની પિછાન શોધવા જાણે ધૂમવા લાગી.

' મૂળભારથી.....મૂળભારથી...મૂળભારથી !' પ્રભુરામ માથું ખંજવાળવા લાગ્યો, ' મૂ ળ ભા ર થી ? '

માણસનું સર્વસ્વ જ્યારે જાય છે ત્યારે હંમેશા અભિમાની માનવી કરતાં નરમ માણસની સ્થિતિ ઓછી વિષમ હોય છે. સ્થિતિસંપન્ન માનવી કરતાં ગરીબની સ્થિતિ ઓછી શૂળ કરનારી હોય છે

. એ બિચારાઓ પાસે ખોવાનું જ શું હોય છે ? ગરવાએ જોયું કે પ્રભુરામ મૂળભારથીનું નામ એના પૂર્વાપર સંબંધમાં યાદ કરવા મથે છે. પાનાં ભેગાં કરીને, ગોઠવીને બાંધવાની દોરી

જેવું કાંઈક શોધતો ગવરો બોલ્યો, ' મૂળભારથીજી નદીપાના હડમાનના બાવાજી હતાં. આશાબેનને ધેર આવતા જતા હતાં. ગૌતમભાઈને ને એને...' એકાએક ગવરો હેબતાઈ ને થંભી ગયો

. આશા ને ગૌતમનાં નામો એ પ્રભુરામ પાસે બોલ્યો ! એ ધૄષ્ટતા બદલ પ્રભુરામ શું કરશે એને ?

' આશા....' પ્રભુરામ બબડ્યા. ' આશા..... ' ક્ષણભર પ્રભુરામ દીવાલ સામે તાકી રહ્યા. એની આંખો જાણે દીવાલને વીંધી નાંખશે. બીજી પળે એમની આંખોમાંની આંસુની ધારા નીકળી.

એમની છાતીમાં પ્રાણને ગૂંગળાવે એવાં ધ્રુસકા ઊઠ્યા. ગવરો તો મૂઢ જેવો આ દ્રશ્ય જોઈ રહ્યો. ભઠ્ઠીમાં પકવેલી માટી જેવો નક્કર અને બરડ એવો પ્રભુરામ વરસાદમાં ભીંજાઈ ને જાણે પોચો બની ગયો હતો.

' ગવરા ! ભાઈ ! તું તો આશા જોડે હળતો ભળતો રહેતો હતો ને ?'

' જી...જી...' ગવરાને સૂઝ્યું નહિ કે શો ઉત્તર દેવો.

' તને ખબર નથી આશા ક્યાં છે? ગવરા મારા ભાઈ ! મારું કોઈ રહ્યું નથી. ભાઈ ને ભાભી દેવ જેવાં હતાંં તે હું હાથે કરીને ખોઈ બેઠો. બૈરી હતી તે ખોઈ બેઠો. ગવરા, હું એકલો પડી ગયો.

સાવ એકલો પડી ગયો. ભાઈ ! મને આશાને શોધી દે ને . કે એય આ રેલમાં....' ગવરાનું હૈયું દ્રવી ઊઠ્યું. આ એક બાબતમાં તો એ આ અભિમાન ગળેલા માણસને આશ્વાસન આપી શકે

એમ હતો. ' જી. આશાબહેન આંહી હતાંં જ નહિ. એ તો ક્યારનાંયે મુંબઈ ગયાં છે. '

' હે ભગવાન ! હજી શું મારા ઉપર તારી દયા છે ? ' પ્રભુરામથી બોલાઈ જવાયું. ' ગવરા, તું ગમે તેમ કર. પણ મારી છોડીને મારી પાસે લઈ આવ. તું મુંબઈ જા. કહેજે આશાને, તારો બાપ

તારા પગમાં પાઘડી ઉતારીને તારી માફી માગે છે. તું મારી દીકરી છો ને દીકરી થઈને બાપની ખબર રાખવા આવ. તાર વરને મારો દીકરો કરી રાખીશ. ગવરા, તું જઈશને ? '

' જરૂર જઈશ, જરૂર જઈશ.' ગવરાએ પોતે પાનાં બાંધતો હતો એ દોરીને એવો તો આંચકો માર્યો કે દોરી તૂટી ગઈ ને પાનાં ફરીને ગોઠવવા પડ્યાં. પ્રભુરામે પાનાં હાથમાં લીધાં. ને એને

ચમક આવી ગઈ. એની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. 'ગવરા ! ' એમનો અવાજ એકદમ રૂંધાઈ ગયો, ' આ જો તો ખરો !'

ગવરાએ પ્રભુરામનું આપેલું પાનું હાથમાં લીધું, વાંચ્યું,

" નીલદર્પણ"

{ ભારતના મજૂરોની ગોરા બગીચાવાળાઓને હાથે થતી દુર્દશા, એમના ઉપર ગુજરતા અન્યાય અને જુલમ વગેરેનો ચિતાર આ નાટકમાં આપવામાં આવ્યો છે. }, લેખક, કવિ ગૌતમ

પ્રભુરામે પાના એકઠાં કરવા માંડ્યા. કાળજીથી ગોઠવવા માંડ્યા. એમનો હાથ ધ્રુજતો હતો. એમના હોઠ કંપતા હતાં. એમની આંખો વીલાતી હતી. ને ગવરો અર્ધું સજરતો, અર્ધું ન સમજતો,

મનમાં કરૂણા અનુભવતો, ચિત્તમાં પ્રસન્નતા અનુભવતો અનિમેષ નજરે જોઈ રહ્યો.

સભાગ્ય સરકારી ખોફમાંથી બચવાને માટે ગૌતમે બાવા મૂળભારથીને સોંપેલું. ને બાવા મૂળભારથીએ સલામતી અર્થે પોતાના હડમાન નીચે બે હાથ ખાડો ખોદીને દાટેલું નાટક, મા તાપીએ ખોદી કાઢ્યું હતું. ને ઘણું તણાઈ ગયું, તોય આ નાનકડું ફીંડલું ઘૂમરીએ ચડાઅવીને એના રખવાળના દેહની સાથે સલામત મૂક્યું હતું. સેકડો માણસોનાં જીવન દાટીને સૂર્યપુત્રી તાપીએ પોતાના એક સંતાનનું દટાયેલું જીવન બહાર આણ્યું હતું !


Rate this content
Log in

Similar gujarati story from Horror