વણકહ્યો પ્રેમ
વણકહ્યો પ્રેમ


દિશા હીલવાળા ચંપલ પહરીને, સાડી સરખી કરતાં-કરતાં અરીસા સામે જઈને ઊભી રહી. ઘરની બહાર નીકળતાં પહેલાં ફરી એક વખત પોતે બરાબર તૈયાર થઈ છે કે નહિ તે જોવા જેવી અરીસા સામે જઈને ઊભી રહી કે તરત જ જાણે ભૂતકાળની યાદો તેને ઘેરી વળી.
"બદામ જેવી આંખો, પારેવડા જેવાં રાતા હોઠ, હવામાં લહેરાતી તારા વાળની લટમાં ખોવાઈ જઉં." આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે નિશાંત શાયરાના અંદાજમાં બોલ્યો'તો ત્યારે દિશા નિશાંતમય બની ગઈ'તી.
બસ, પછી આ તો લગભગ એમનો નિત્યક્રમ બની ગયો હતો. નિશાંત શાયરી કરતો ને દિશા નિશાંતની એક-એક શાયરી પર જાત-જાતનાં અભિનય કરતી. ક્યારેક દરિયા કિનારે બેઠાં-બેઠાં બન્ને જણ એકબીજામાં એવા ખોવાઈ જતાં કે સમયનું ભાન પણ ના રહેતું. અચાનક તંદ્રાવસ્થામાંથી જાગીને ઘડિયાળ જોતાં, મોડું થઈ ગયાનો અહસાસ થતાં બન્ને જણ પોત-પોતાનાં ઘર ભણી દોટ મૂકતાં.
***
ઘણાં દિવસ સુધી નિશાંત દેખાયો નહિ, દિશા ફોન કરતી તો ફોન સ્વીચ ઓફ આવતો. એક દિવસ નિશાંતે ફોન પર કહ્યું, "સોરી દિશા, હું તને મારી જીવનસાથી તરીકે સ્વીકારી નહિ શકું.'
"મળીને વાત કરીએ ? આપણો આટલાં વર્ષોનો પ્રેમ.. અને તું અચાનક.."દિશા થોથવાતાં સ્વરે બોલી.
"મને તો કંઈ વાધો નથી પણ..મારી મમ્મીને તારી ઘઉંવર્ણી ચામડી.." વાક્ય અધૂરું છોડીને સામે છેડેથી ફોન મૂકાઈ ગયો.
"આમ.. ફોન પર.." દિશા બબડી.. ખૂબ રડ્યા પછી કં
ઈક વિચારીને ઊભી થઈ. મક્કમ મને આગળ વધવાનો નિર્ણય કરીને ઝડપથી આંખનાં આંસુને લૂછી નાંખ્યા. જાણે તેનાં આંસુને ધમકાવી ના રહી હોય કે, "ખબરદાર, જો એક પણ આંસુ આ આંખની બહાર ટપક્યું છે તો. એ બહુ કિંમતી છે. એને કોઈ ખાસ દિવસ માટે સાચવી રાખ. કોની પાછળ તું આ આંસુડા વહાવે છે ? જેને પ્રેમ શું એ જ ખબર નથી એવાની પાછળ ? આમ કંઈ આવા લોકોની પાછળ અણમોલ મોતીને વેડફી ના નંખાય ?" એ જ ઘડીએ આંસુ પી ગઈ. "ચાલ, ઊઠ, તારી મંજિલ તરફ દોટ મૂક અને પ્રગતિનાં શિખરો સર કર. જે થવાનું હતું તે થઈ ગયું."
બસ, ત્યાર પછી દિશાએ પાછું વળીને જોયું નથી. તે અભિનય ક્ષેત્રે એક પછી એક શિખરો સર કરી રહી હતી. આજે તે બેસ્ટ એક્ટર માટે નોમીનેટ થઈ હતી.
"દિશા..જલ્દી કર બેટા..મોડું થાય છે." પપ્પાનો અવાજ સાંભળીને ચોંકી.
"એ આવી પપ્પા" કહેતાંક ને પર્સ ઉઠાવી ભાગી.
***
"એવૌર્ડ આપવા માટે હું આમોત્રિત કરું છું. મિસ્ટર એન.એમ દેસાઈ. ધ એવોર્ડ ગોઝ ટુ મીસ દિશા"
"જેના રાઈટીંગથી દિશાને દિશા મળી તેનાં હાથે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ ?" સ્વગત બબડી. સ્ટેજ પરથી એનાઉન્સ થતાં જ દિશા જાણે એક ધબકારો ચૂકી ગઈ.
સ્ટેજ પર જતાં જ જાણીતા ચહેરાને વ્હીલચેરમાં જોઈને અચરજ પામી. એનાં મોઢામાંથી એક તીણી ચીસ નીકળી.." નિઈઈઈઈઈ.." તેની નજીક સરકી. એ શખ્સની અંદર ધબકતાં દિલને સમજવાનાં પ્રયાસ સાથે આંખોમાં આંખો પરોવી..