જે થાય તે સારા માટે
જે થાય તે સારા માટે


"હે ! ભગવાન આજે મને સમજાયું તું જે કરે છે તે સારા માટે જ કરે છે. હે ! ભગવાન, આજે હું બે હાથ જોડીને તારી સામે ઊભી છું. તારો આભાર માનું એટલો ઓછો છે. આજે હું.. હું..મારા આંસુને નથી રોકી શકતી."
જ્યારે-જ્યારે મારા લગ્નની વાત ચાલતી ત્યારે-ત્યારે મમ્મી કહેતી, "તું તારા મનનાં માણીગરને મેળવવા આમ, ક્યાં સુધી ફોરેન તરફ મીટ માંડતી રહીશ ? 27 વરસની થઈ ગઈ. ઉંમર વીતી જાય પછી સારા ઘરનાં છોકરાઓ નહિ મળે. દીકરી, આટલાં સારા-સંસ્કારી ઘરનાં છોકરાઓનાં માંગા આવે છે અને તું ફોરેન જવાની જિદ લઈને બેઠી છે..અમેરિકાનાં મોહમાં ક્યાં સુધી આમ કુંવારી બેસી રહીશ ? આપણાં દેશમાં શું નથી બેટા ? તું અમારી એક ની એક દીકરી છે. તું આ દેશ છોડીને જતી રહેશે પછી અમે શું કરીશું."
હું મમ્મીને કહેતી, "મમ્મી, મેં તને કેટલી વખત કહ્યું, હું પરણીશ તો અમેરીકન ગ્રીન હોલ્ડરને જ અને મમ્મી ચૂપ થઈ જતી."
એક દિવસ મમ્મીએ મને ખુશ ખબર આપ્યાં, "રેશ્મા દીકરી, હવે તારું સપનું પૂરું થશે." કાંતા માસીની બહેનપણી સરયુબેનનાં દીકરા નિખિલે તેની પસંદગીનો કળશ તારા પર ઢોળ્યો છે."
&nb
sp;* * * * *
"હેલો ! નિખિલ, તમે જલ્દી હોસ્પીટલ આવી જાઓ.
કેમ, શું થયું ?
"હું, મમ્મી અને પપ્પા આપણાં લગ્નની ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં ને રસ્તામાં એક્સિડન્ટ થતાં મમ્મી-પપ્પાની હાલત ખૂબ ગંભીર છે. મે.. મેં..મારો એક પગ..."
સામે છેડે ફોન કપાઈ ગયો અને સંબંધો પણ. હું ખૂબ રડી.
ત્યારે મારા પપ્પાએ મને કહ્યું, "બેટા, જે થયું તે સારા માટે જ થયું. સૌ સારાં વાનાં થશે. તું ચિંતા ના કરીશ."
"આજે કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધો ને એમાં નિખિલનાં પરિવારનો પણ ભોગ લેવાયો. ત્યારે મને થયું, ખરેખર, જે થયું તે સારા માટે થયું. અહીંયા જેટલી તકેદારી ક્યાંય લેવામાં નથી આવી રહી. આપણા પ્રધાનમંત્રીએ સમગ્ર દેશને લોકડાઉન જાહેર કર્યું ત્યારે હું મારી જાતને સુરક્ષિત મહેસૂસ કરું છું."
"પપ્પા, આજે તમે ભલે આ દુનિયામાં નથી પણ..તમારા કહેલાં એકેક શબ્દો મને યાદ છે." તમે કહ્યું હતું, "ભગવાન શૂળીનો ઘા સોયથી આપે છે."
હે ! ભગવાન, તારા પર અવિશ્વાસ કર્યો એ બદલ આજે હું તારી માફી માંગુ છું અને તારો ખરા દિલથી આભાર માનું છું."