વણજોઈતી સલાહ
વણજોઈતી સલાહ


એક સમયની વાત છે. ભારતના ત્રણ એન્જિનિયરો અરબ દેશમાં નોકરી કરવા માટે ગયા. ત્યાં તેમને તેમની યોગ્યતા પ્રમાણે તેમને પુલ બાધવાનું કામ આપવામાં આવે છે. ત્રણેય એન્જિનિયર ભેગા થઈને પુલ બનાવવાનું શરૂ કર્યું. થોડા સમયમાં પુલ તૈયાર થઈ ગયો. ત્યાંની સરકારે તેનું ઉદ્દઘાટન પણ કરી દીધું પરંતુ સમય સંજોગોવશાત તે પુલ તૂટી ગયો અને તે પુલના નીચે કેટલાય માણસો મૃત્યુ પામ્યા. તેથી તરત જ સરકારે તે ત્રણેય એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા અને તેમને મોતની સજા આપવામાં આવી. તેમને રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો અને જાહેરમાં તેમને સજા આપવામાં આવશે. તેવું નક્કી કરવામાં આવ્યું.
રવિવારનો દિવસ હતો. તેથી રજા હોવાથી બધા જ ઘરે હતા. આ એન્જનિયરોને જોવા માટે બધા જાહેરમાં ભેગા થયા. તેમને એક મોટા ટેબલ પર વારાફરથી માથું મૂકવાનું અને તેમના પર એક કરવત ફેરવવાની હતી. અને તે કરવત ફરત ફરતી આવે અને તેમનું માથું ધડથી અલગ કરવાનું હતું. બધામાં જીવ અધ્ધર થઈ ગયા હતા.
સૌથી પેલા એક એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. તેનું માથું ટેબલ પર મૂકીને બેસાડવામાં આવ્યો અને કરવતને ફેરવવાની શરૂવાત કરવામાં આવી. પેલા બે એન્જિનિયરનો જીવ અધ્ધર થઈ ગયો. કરવત ફરતી ફરતી જેવી પેલા એન્જિનિયરના ગળા પાસે આવી કે તરત જ કરવત ત્યાં અટકી ગઈ. ભીડમાંથી કેટલાક માણસોનો અવાજ આવ્યો કે "આને અલ્લાહે બચાવી લીધો." તો સામેથી તે જ ભીડમાંથી કેટલાક માણસોનો અવાજ આવ્યો કે "આને ભગવાને બચાવી લીધો." ત્યારબાદ બીજા એન્જિનિયરને તે ટેબલ પર બોલાવવામાં આવ્યો અને તેનું માથું ટેબલ પર મૂકવામાં આવ્યું તેને પણ ફરી કરવત શરૂ કરવામાં આવી. તો તેને પણ ફરતી ફરતી કરવત ગળા જોડે આવી અને અટકી ગઈ. તેનો જીવ બચી ગયો. ભીડમાં ફરી એ જ અવાજ આવતો હતો કે "આ માણસનો જીવ પણ અલ્લાહે બચાવ્યો." તો કેટલા કહે કે "આનો પણ જીવ ભગવાને બચાવ્યો." આ બધું છેલ્લો અને ત્રીજો એન્જિનિયર જોઈ રહ્યો હતો તેણે કહ્યું કે "આ બંનેના જીવ અલ્લાહે કે ભગવાને નથી બચાવ્યો ." તમે બધા સાચું કારણ જોઈ શકતા નથી. આ કરવતના મધ્યમાં જે બોલ્ટ છે. તે બહુ ઢીલો થઈ ગયો છે. તેથી એ બંનેના જીવ બચી ગયા. આ વાત સાંભળીને તરત જ તે બોલ્ટને ખૂબ જ મજબૂત કરવામાં આવ્યા અને ત્યારબાદ ત્રીજા એન્જિનિયરને તે ટેબલ પર માથું રાખવાનું કહેવામાં આવ્યું અને તેનો જીવ જતો રહ્યો.
આમ, આપણે પણ કેટલીકવાર વણજોઈતી સલાહ કોઈને આપવી જોઈએ નહીં. માટે કહેવાયું છે કે વધુ બોલનાર માણસ પોતાના પગ ઉપર જ કુહાડી મારતો હોય છે. યોગ્ય સમયે બોલેલું કેટલીકવાર લાભ કરાવે છે. પણ સમય સંજોગો જોઈને બોલવું જોઈએ.